ભાસ્કર LIVE અપડેટ્સ:ઈનકમટેક્સ રિટર્ન ભરવાની ડેટ 15 માર્ચ સુધી વધારવામાં આવી, સરકારે લોકોની પરેશાન જોઈને લીધો નિર્ણય

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાંથી કેરી અને દાડમ આ વર્ષે અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવશે

કેન્દ્રએ ફરી એકવખત વર્ષ 2020-2021 માટે ઈનકમટેક્સ રિટર્ન (ITR) ભરવાની સમય મર્યાદા વધારી દીધી છે. પહેલા ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 હતી જેને હવે ત્રણ મહિના વધારીને 15 માર્ચ કરી દીધી છે. તેનો અર્થ એ થયો કે ટેક્સ પેયર માર્ચના મધ્ય સુધીમાં FY21નું ઈનકમટેક્સ રિટર્ન ભરી શકે છે.

ફાયનાન્સ મિનિસ્ટ્રીના રેવેન્યૂ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર એક નિવેદન મુજબ હાલ કોવિડ-19ની સ્થિતિને કારણે કરદાતાઓને પડતી મુશ્કેલીઓને જોતા આ સમય મર્યાદા વધારવામાં આવી છે. નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈ અંતર્ગત વિભિન્ન ઓડિટ રિપોર્ટની ઈ-ફાયલિંગમાં આવતી સમસ્યાઓને કારણે પણ સમય સીમા વધારવામાં આવી છે.

ટેક્સ અને ઈનવેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈને કહ્યું, 'એક્સટેન્શન તે તમામ કરદાતાઓ માટે છે જેમના બુક ઓફ એકાઉન્ટને કંપની અધિનિયિમ, સોસાયટી અધિનિયમ, એલએલપી અધિનિયમ કે આવકવેરા અધિનિયમ જેવા કોઈ પણ કાયદા અંતર્ગત ઓડિટ કરવું જરૂરી છે.'

જૈને કહ્યું, 'ઓડિટ રિપોર્ટ અપલોડ કરવાની નવી તારીખ 15 ફેબ્રુઆરી છે અને ITR જમા કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ.' તેઓએ કહ્યું કે 'તે તમામ ઈન્ડિવિઝ્યુઅલ અને અન્ય ટેક્સપેયર્સ પર લાગુ નથી થતું જેમની નિયત તારીખ 31 ડિસેમ્બરે ખતમ થઈ ગઈ છે.'

અન્ય લોકોએ નાણાંકીય વર્ષ 2020-21 છે ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી, જેને વધારવામાં નથી આવી. જો કે જે લોકોએ હજુ સુધી ITR નથી ભર્યું તેઓ લેટ ફીની સાથે 31 માર્ચ 2022 સુધી ITR ભરી શકે છે.

કેટલી આપવી પડશે લેટ ફી?
આવકવેરા અધિનિયમની કલમ 139(1) અંતર્ગત નક્કી કરેલા સમય સુધી ITR ન ભરવા પર કલમ 234A અંતર્ગત દંડ લાગે છે. બિલેટેડ ITR 31 માર્ચ, 2022 સુધી 5 હજાર રૂપિયાના દંડની સાથે ભરી શકે છે. જો કરદાતાની કુલ આવક 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે તો તેને એક હજાર રૂપિયા જ દંડ ભરવો પડશે. આવક 2.50 લાખથી ઓછી છે તો તે કોઈ પણ જાતીની લેટ ફી વગર રિટર્ન ભરી શકે છે.

ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે મળે છે બે ઓપ્શન
ITR ફાઈલ કરવા માટે 2 ઓપ્શન મળે છે. 1 એપ્રિલ, 2020નાં રોજ નવો ઓપ્શન આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધુ આવક પર ટેક્સના દર તો ઓછા રાખવામાં આવ્યા પરંતુ ડિડક્શન લઈ લેવામાં આવ્યું. અને જો જૂનાં ટેક્સ સ્લેબને પસંદ કરો છો તો તમે અનેક પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો લઈ શકો છો.

બે વર્ષ પછી ફરી આપણી કેરી અમેરિકા જશે
બે વર્ષ પછી ફરી એકવખત ભારત અમેરિકાને કેરી એક્સપોર્ટ કરશે. કેરીની સાથે જ હવે ભારતીય દાડમ પણ અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવશે. તો અમેરિકાથી ભારતમાં ડુક્કરનું માંસ આવશે. આ ઉપરાંત આવનારા સમયમાં અમેરિકાની ચેરી પણ મળશે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાંથી અમેરિકાને કેરી અને દાડમ આ વર્ષે એક્સપોર્ટ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે 23 નવેમ્બર, 2021નાં રોજ ભારત-અમેરિકા વ્યાપાર નીતિ મંચની બેઠક અંતર્ગત કિસાન કલ્યાણ વિભાગ તથા અમેરિકાના કૃષિ વિભાગે હસ્તાક્ષર કર્યા હતા. વિશ્વમાં 41 ટકા કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે. ગત વર્ષે અહીં 187 લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. કેરી ઉત્પાદનમાં બીજું સ્થાન ચીનનું આવે છે. અહીં ગત વર્ષે 47 લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જે બાદ થાઈલેન્ડનું નંબર આવે છે જ્યાં ગત વર્ષે 34 લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જે બાદ 22 લાખ ટન કેરીના ઉત્પાદન સાથે મેક્સિકોનો નંબર આવે છે. પાડોસી દેશ પાકિસ્તાનમાં 15 લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે આગામી સાત દિવસમાં પહેલી યાદી બહાર પાડશે કોંગ્રેસ
ઉત્તરાખંડમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાની પહેલી યાદી 7 દિવસમાં જાહેર કરશે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે મંગળવારે આ અંગે જાણકારી આપી. હરીશ રાવતે કહ્યું કે આગામી સાત દિવસમાં અમે અમારી પહેલી યાદી જાહેર કરીશું, પરંતુ બીજી યાદી જાહેર કરતા પહેલાં અમે જોઈશું કે ભાજપ કેટલું બીમાર થયું છે અને તે પછી અમે અમારી બીજી યાદી બહાર પાડીશું.

PM મોદી કાલે તમિલનાડુમાં કરશે 11 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજ અને ચેન્નાઈના સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. PM મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સામેલ થશે.

4000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ મેડિકલ કોલેજ માટે કેન્દ્રએ 2145 કરોડ રૂપિયા આપ્યા હતા. છેલ્લાં 7 વર્ષમાં દેશમાં મેડકિલ સીટની સંખ્યામાં 80%નો વધારો થયો છે. તો મેડિકલ કોલેજ 387થી વધીને 596 થઈ ગઈ છે.

મેંગલુરુના ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટમાં કેમિકલ લીકેજ, 20 લોકો હોસ્પિટલમાં દાખલ

કર્ણાટકમાં મેંગલુરુ શહેરના બહાર વિસ્તાર બેકમ્પાડીમાં એક ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટમાં કેમિકલ લીકેજ થઈ હતું. જે બાદ ત્યાં કામ કરી રહેલા 20 કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે પ્લાન્ટમાં 80 કર્મચારી ઉપસ્થિત હતા.

BJPમાં સામેલ થવા માટે ગોવિંદ ગૌડે ગોવામાં મંત્રી પદ અને ધારાસભ્ય પદ બંને છોડશે

ગોવાના અપક્ષ ધારાસભ્ય ગોવિંદ ગૌડે ભાજપમાં સામેલ થઈ રહ્યાં છે. ભાજપમાં સામેલ થવા માટે તેઓએ મંત્રી પદ અને ધારાસભ્ય પદ એમ બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. ગોવિંદ ગૌડેએ પોતે આ અંગે જાણકારી આપી છે.

ઈમરાન મસૂદ SPમાં સામેલ થતા ભાજપનો કટાક્ષ- આ સાંપ્રદાયિકતાનું બીજ વાવશે
ઈમરાન મસૂદ કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે જેને લઈને ઉત્તરપ્રદેશના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે બંને પાર્ટી પર નિશાન સાધ્યું છે. સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસમાં ટુકડે-ટુકડે ગેંગના અનેક મેમ્બર છે. કોંગ્રેસના ટુકડે-ટુકડે ગેંગ આજે સપામાં સામેલ થઈ રહ્યાં છે. તેઓ સાંપ્રદાયિકતાનું બીજ વાવશે અને યુપીમાં રાષ્ટ્રવાદી તાકાતને નબળો પાડવાનો પ્રયાસ કરશે.

INS વિશાખાપટ્ટનમથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતે આજે પશ્ચિમી કિનારેથી ઈન્ડિયન નેવીના વિધ્યવંસક INS વિશાખાપટ્ટનમથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સમુદ્રથી સમુદ્રમાં મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલની મેક્સિમમ રેન્જ સુધી ટેસ્ટ કરાયું છે. ટેસ્ટ દરમિયાન તેને સફળતાથી પોતાનો ટાર્ગેટ પાર પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...