• Gujarati News
  • National
  • Listen To The Minds Of Children: UNICEF Warns That Neglect Of Children Will Have Serious Impact On Society

યુનિસેફનો રિપોર્ટ:બાળકોના મનની વાત સાંભળો: યુનિસેફની ચેતવણી, બાળકોની અવગણનાથી સમાજ પર ગંભીર અસર થશે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં 14% બાળકો માનસિક સમસ્યાથી પીડિત, નિયંત્રણો, મિત્રોથી દૂર રહેવાથી માનસિક સમસ્યાઓ વકરી
  • કોરોનાની બાળકો પર અસર એ માત્ર ‘ટીપ ઑફ આઇસબર્ગ’: યુનિસેફ

કોરોના મહામારીના શારીરિક સંક્રમણથી ભલે બાળકો પર ગંભીર અસર થઈ ન હોય પણ મહામારીની બાળકોના માનસિક આરોગ્ય પર ગભીર જોવા મળી છે. યુનિસેફ દ્વારા મંગળવારે ‘ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન 2021’ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને કારણે વિશ્વનાં 14 ટકા બાળકો ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધિ યાસ્મિન હકે જણાવ્યું હતું કે હાલ જોવા મળી રહેલા બાળકોની માનસિક સમસ્યાઓ માત્ર ‘ટીપ ઑફ આઇસબર્ગ’ સમાન છે. યુનિસેફ દ્વારા ભારત સહિત 21 દેશોમાં 20 હજારથી વધારે બાળકોનો સરવે કરાયો હતો. 14થી 24 વર્ષની વયજૂથમાં માત્ર 41%એ સ્વીકાર્યું હતું કે તેમને માનસિક સમસ્યાઓને લઈને પૂરતી મદદ મળે છે.

બાળકોની માનસિક સમસ્યાઓ ઉકેલવા શિક્ષકોને ટ્રેનિંગ જરૂરી
યુનિસેફના રિપોર્ટના લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બાળકોની માનસિક સમસ્યાઓના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવાની તરફેણ કરી હતી. તેમણે શિક્ષકોને તાલીમ માટેના અભ્યાસક્રમમાં આ બાબતનો સમાવેશ કરવા જણાવ્યું હતું. જો કે આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે બાળકો માટે સૌથી મોટી શિક્ષણ સંસ્થા તેમનો પરિવાર છે તેથી પરિવારે આ દિશામાં આગળ આવીને બાળકોને સાંભળવા પડશે. હાલ પરિવારમાં મોટેરા અને બાળકો વચ્ચે ભાગ્યે જ સાર્થક સંવાદ થતો હોય છે.

યુનિસેફના રિપોર્ટની મુખ્ય બાબતો

  • ભારતમાં 41% બાળકો, કિશોરોને માનસિક સમસ્યાથી બહાર આવવા મદદ મળે છે.
  • કોરોનાના નિયંત્રણોને કારણે બાળકો માટે હાલનો સમય પડકારજનક.
  • મહામારીની માનસિક સ્થિતિ પર થયેલી અસરમાંથી બહાર આવતા સમય લાગશે.
  • મિત્રો, રમતગમતથી દૂર રહેવાથી બાળકોમાં અવગણનાની લાગણી વિકસી છે, તેઓ વધુ એકાકી બન્યા.
  • માનસિક સમસ્યાનો સૌથી શ્રેષ્ઠ ઉકેલ બાળકોને સમય આપો, તેમને વાત સાંભળો, સમજો.
અન્ય સમાચારો પણ છે...