તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Lions Underwent RT PCR, Cold cough And Loss Of Appetite After Corona Symptoms Appeared In Hyderabad Zoo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં પહેલી વખત 8 સિંહ કોરોના પોઝિટિવ:હૈદરાબાદના ઝૂમાં કોરોનાના લક્ષણ દેખાયા બાદ સિંહના થયા RT-PCR, શરદી-ઉધરસની સાથે ભૂખ પણ ઓછી થઈ

હૈદરાબાદ9 દિવસ પહેલા
  • એપ્રિલ 2020માં અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા બ્રોક્સ ઝૂમાં 8 વાઘ અને સિંહ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
  • હોંગકોંગમાં શ્વાન અને બિલાડીમાં પણ સંક્રમણ જોવા મળ્યા હતા.

દેશમાં પહેલી વખત એક સાથે 8 સિંહ કોરોના પોઝિટિવ થયા હોવાના મામલાઓ સામે આવ્યા છે. કોવિડ-19થી સંક્રમિત આ તમામ એશિયાઈ સિંહ હૈદરાબાદના નહેરૂ ઝૂલોજિક્લ પાર્ક (NZP)ના છે. મીડિયા રિપોર્ટ મુજબ 29 એપ્રિલે જ ઝૂ પ્રબંધનને આ વાત જણાવી દેવામાં આવી હતી.

ઝૂમાં કામ કરતા કર્મચારીઓએ 24 એપ્રિલે સિંહમાં કોરોનાના લક્ષણ નોટિસ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ સિંહની ભૂખ ઘટી ગઈ હતી. તેમના નાકમાંથી પાણી આવતું હતું અને તેમનામાં શરદી-ઉધરસ જેવાં લક્ષણો પણ હતા. લક્ષણ દેખાયા બાદ કર્મચારીઓએ આ વાતની જાણકારી ઝૂ મેનેજમેન્ટને કરી હતી. મેનેજમેન્ટે તમામના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો.

પોઝિટિવ સિંહમાં 4 નર અને 4 માદા
સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી (CCMB)એ જણાવ્યું કે 8 સિંહના RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નહેરૂ ઝૂલોજિકલ પાર્કમાં ટોટલ 12 એશિયાઈ સિંહ છે. જેમાંથી 4 નર અને 4 માદા પોઝિટિવ છે. ઝૂના ડાયરેક્ટર સિદ્ધાનંદ કુકરેતીએ કહ્યું કે આ વાત સાચી છે કે સિંહમાં કોરોના લક્ષણ જોવા મળ્યા છે, પરંતુ અમે હજુ સુધી સત્તાવાર રીતે તેમની કોરોનાનો રિપોર્ટ મળ્યો નથી. હાલ ઝૂના તમામ સિંહ સ્વસ્થ છે.

જીનોમ સીક્વેન્સિંગથી ખ્યાલ યાવ્યો, કઈ રીતે ઝૂ પહોંચ્યો વાયરસ
સિંહના તાળવાના નીચેના ભાગમાંથી સ્વાબના નમૂના લેવામાં આવ્યા હતા. તેઓને તપાસ માટે હૈદરાબાદની CCMB લેબમાં મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ લેબમાં સિંહના સેમપ્લના જીનોમ સીક્વેન્સિંગ કરવામાં આવશે, કે જેથી તે વાતનો ખ્યાલ મેળવી શકાય કે આ વાયરસનો કયો સ્ટ્રેન છે અને ઝૂ સુધી કઈ રીતે પહોંચ્યો.

ગીચ વસ્તીવાળા વિસ્તારમાં છે પાર્ક
મેેનેજમેન્ટ દ્વારા ઝૂને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નહેરૂ ઝૂલોજિકલ પાર્ક હૈદરાબાદની ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલો છે. સરકારે થોડાં દિવસ પહેલાં જ વાયરસ હવાથી ફેલાય છે તેવી વાત કરી હતી. એવામાં આ આસપાસના લોકો થકી પણ વાયરસ ઝૂમાં પહોંચી શકે છે. આ પહેલાં એપ્રિલ 2020માં અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા બ્રોક્સ ઝૂમાં 8 ટાઈગર અને સિંહ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ હોંગકોંગમાં શ્વાન અને બિલાડીમાં પણ સંક્રમણ જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો