• Gujarati News
  • National
  • Uncontrollable Scorpio Jumps Like Toy, Film Scenes Created In Agar Malwa, Madhya Pradesh

LIVE વીડિયો:બેફામ સ્પીડમાં સ્કોર્પિયો રમકડાંની જેમ ઊલળી, મધ્ય પ્રદેશના આગર માલવામાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં

12 દિવસ પહેલા

મધ્ય પ્રદેશના આગર માલવામાં ભયાનક એક્સિડેન્ટ થયો છે. આ એક્સિડેન્ટના CCTV ફૂટેજ કોઈ ફિલ્મી સ્ટંટથી કમ નથી. સ્પીડમાં આવતી સ્કોર્પિયો કાર અચાનક બેલેન્સ ગુમાવે છે અને રોડ પરથી દસ ફૂટ જેટલી ઊંચી ઉડીને ગોથાં મારી જાય છે. આ કાર ઝાડીઓમાં ઘૂસતાં પહેલા તોતિંગ વૃક્ષો સાથે અથડાય છે, કારની ટક્કરથી આ વૃક્ષો પણ હલબલી જાય છે. એક્સિડેન્ટના આ દૃશ્યો જોતાં કારમાં સવાર લોકોની કલ્પના કરતાં પણ રૂવાડા ઊભા થઈ જાય છે, જો કે, આ એક્સિડેન્ટમાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. નજીકના પેટ્રોલપંપના CCTV કેમેરામાં આ એક્સિડેન્ટ કેદ થયો હતો. આ CCTV ફૂટેજ વાઇરલ થતાં લોકો એવું કહી રહ્યા છે કે, આ તો રોહિત શેટ્ટીની ફિલ્મનો સ્ટંટ છે.