તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vaze Said Like Deshmukh, Minister Anil Parbe Also Gave A Recovery Target; Sharad Pawar Wanted To Fire Me, Deshmukh Demanded Rs 2 Crore To Save Me

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં વધુ એક લેટર-બોમ્બ:વઝેએ કહ્યું- દેશમુખની જેમ મંત્રી અનિલ પરબે પણ વસૂલીનો ટાર્ગેટ આપેલો; પવાર નોકરીમાંથી હટાવવા ઈચ્છતા હતા, બચાવવા દેશમુખે 2 કરોડ માગેલા

મુંબઈ5 દિવસ પહેલા

એન્ટિલિયાકેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ બુધવારે ભૂતપૂર્વ API સચિવ વઝેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીની માગના આધારે કોર્ટે વઝેની કસ્ટડી 9 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થતી વખતે સચિન વઝેએ એક લેખિત નિવેદન આપ્યું હતું.

આ નિવેદન તેમણે NIAની કસ્ટડી સમયે આપ્યું હતું, એમાં સચિન વઝેને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ પર પણ ગેરકાયદે વસૂલી માટે કહેવાનો આરોપ લગાવ્યો હતો. લેખિત નિવેદનમાં વઝેએ એમ પણ કહ્યું હતું કે વસૂલીકાંડની અનિલ દેશમુખના PAને સંપૂર્ણ જાણકારી હતી. સચિન વઝેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે NCP ચીફ શરદ પવારે તેમની બહાલીનો વિરોધ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે તેમની નિમણૂકને રદ કરવામાં આવે.

સચિન વઝેએ NIAને પણ એક નિવેદનમાં કહ્યું હતું કે મે 6 જૂન 2020ના રોજ ફરી નોકરી પર જોડાયો હતો. મારી ડ્યૂટી જોઈનિંગથી શરદ પવાર ખુશ ન હતા. તેમણે મને ફરી વખત સસ્પેન્ડ કરવા માટે કહ્યું. આ વાત મને અનિલ દેશમુખે પોતે કહી હતી. તેમણે મને પવાર સાહેબને મનાવવા માટે 2 કરોડ રૂપિયા પણ માગ્યા હતા. આટલી મોટી રકમ આપવી મારા માટે શક્ય ન હતી. ત્યાર બાદ ગૃહમંત્રીએ આ રકમ બાદમાં ચૂકવવા કહ્યું હતું. ત્યાર બાદ મારી પોસ્ટિંગ મુંબઈના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)માં થઈ.

અનિલ પરબે એક ટ્રસ્ટ પાસેથી તપાસના નામે નાણાં વસૂલ કરવા કહ્યું
સચિન વઝેએ મંત્રી અનિલ પરબ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ત્યાર બાદ ઓક્ટોબર 2020માં અનિલ દેશમુખે મને સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ બોલાવ્યો. એ અગાઉ જુલાઈ-ઓગસ્ટ 2020માં મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબે મને તેમના સરકારી બંગલો પર બોલાવ્યો હતો. આ સપ્તાહે DCP પર પોસ્ટિંગને લઈ ઈન્ટર્નલ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.

વઝેએ વધુમાં જણાવ્યું હતું કે મીટિંગ સમયે અનિલ પરબે મને કહ્યું SBUT (Saifee Burhani Upliftment Trust) કંપ્લેન્ટ પર ધ્યાન આપો. જે એક પ્રીલિમિનરી સ્ટેજ પર હતી, સાથે જ મને કહેવામાં આવ્યું કે હું SBUTના ટ્રસ્ટી સાથે તપાસ બંધ કરવા અંગે સોદાબાજી કરું અને આ માટે 50 કરોડ રૂપિયાની માગ કરું. તેમણે આ રકમ માટે પ્રાથમિક વાતચીત કરવા માટે કહ્યું, પણ મેં આમ કરવાનો ઈન્કાર કરી દીધો, કારણ કે હું SBUTમાંથી કોઈને પણ જાણતો ન હતો અને આ તપાસ સાથે મારે કોઈ જ લેવાદેવા ન હતી.

પરબે 50 કંપની પાસેથી 2-2 કરોડ વસૂલવા માટે કહ્યું
અનિલ પરબ સાથે અન્ય એક મુલાકાતનો ઉલ્લેખ કરતાં વઝેએ કહ્યું હતું કે જાન્યુઆરી,2020માં મંત્રી અનિલ પરબે મને સરકારી બંગલો પર બોલાવ્યો અને BMCમાં લિસ્ટેડ પ્રૃડ્યુલન્ટ કોન્ટ્રેક્ટર સામે તપાસની કમાન સંભાળવા માટે કહ્યું. મંત્રી અનિલ પરબેએ આ રીતે 50 લિસ્ટેડ કંપનીમાંથી દરેક કંપની પાસેથી 2 કરોડ રૂપિયા લેવા કહ્યું હતું, કારણ કે એક ફરિયાદ પર આ કંપનીઓ સામે તપાસ ચાલી રહી હતી, જે શરૂઆતી તબક્કામાં હતી.

અનિલ દેશમુખે 1600થી વધારે પબ અને બાર પાસેથી ખંડણી મેળવવા કહ્યું
જાન્યુઆરી 2021માં ગૃહમંત્રી અનિલ દેશમુખે મને સરકારી બંગલો પર બોલાવ્યો હતો, ત્યારે તેમના PA કુંદન પણ ત્યાં ઉપસ્થિત હતા. તાત્કાલિક રીતે મુંબઈમાં 1650 પબ, બાર પાસેથી પ્રત્યેક મહિને 3 લાખ રૂપિયાનું કલેક્શન કરવાની વાત કહી હતી. એ સમયે મેં ગૃહમંત્રી અનિલ દેશમુખને કહ્યું હતું કે શહેરમાં 1650 બાર નથી, ફક્ત 200 બાર છે.

વધુમાં, સચિન વઝેએ કહ્યું હતું કે મેં ગૃહમંત્રીને આ રીતે બાર પાસેથી નાણાં મેળવવાને લઈ ઈન્કાર કરી દીધો હતો, કારણ કે મેં તેમને કહ્યું હતું કે આ મારી ક્ષમતાથી બહારની વાત છે. ત્યારે ગૃહમંત્રીના PA કુંદને મને કહ્યું હતું કે જો હું મારી જોબ અને પોસ્ટ બચાવવા ઈચ્છતો હોવ તો એ જ કરે કે જે ગૃહમંત્રી કહી રહ્યા છે.

પરમબીર સિંહે જણાવી વસૂલી (ખંડણી)ના ખેલની સંપૂર્ણ કહાની
પત્રના અંતમાં વઝેએ કહ્યું હતું કે ત્યાર બાદ મેં એ સમયના કમિશનર પરમબીર સિંહને સંપૂર્ણ વાત કહી હતી અને એમ પણ કહ્યું હતું કે આગામી સમયમાં મને કોઈ વિવાદમાં ફસાવી દેવામાં આવશે. ત્યાર બાદ પરમબીર સિંહે મને કોઈપણ ગેરકાયદે વસૂલીની કામગીરીમાં સામેલ નહીં થવા કહ્યું હતું. પત્રમાં છેલ્લે વઝેએ લખ્યું- જજ સાહેબ હું આ તમામ વાત તમારી સમક્ષ એટલા માટે રજૂ કરી રહ્યો છું કે જેથી હું ઈચ્છું છું કે મને ન્યાય મળે.

દેશમુખ સાથે અનિલ પરબ પણ CBIની રડાર પર
સચિન વઝેના આ ઘટસ્ફોટ બાદ ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત ટ્રાન્સપોર્ટમંત્રી અનિલ પરબ સામે પણ મુશ્કેલી વધી રહી છે. ભાજપને ફરીથી મહારાષ્ટ્ર સરકારને ઘેરવાની તક મળી ગઈ છે. વઝેનું આ નિવેદન મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહના દેશમુખ પર લગાવેલા રૂપિયા 100 કરોડની વસૂલીના આરોપની પુષ્ટિ કરે છે.

દરમિયાન આ કેસની તપાસ માટે CBIની ટીમ મુંબઈ પહોંચી ચૂકી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે કેટલાક કલાકમાં જ તે સચિન વઝેની પૂછપરછ કરી શકે છે. વજેના ઘટસ્ફોટ બાદ હવે CBIની રડાર પર મંત્રી અનિલ પરબ પણ આવી ચૂક્યા છે.

પરબે કહ્યું- દીકરીઓની સોગંદ ખાઈને કહ્યું છું- મારી પર લાગેલા આરોપ ખોટા છે
વઝેના આરોપ બાદ મંત્રી અનિલ પરબ મીડિયા સમક્ષ આવ્યા હતા અને કહ્યું હતું કે મારી બે દીકરીના સોગંદ ખાઉં છું, હું બાલાસાહેબના સોગંદ ખાઉં છું, મારી સામે લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. આ મને બદનામ કરવા માટેના પ્રયાસ છે. ભાજપના નેતા બે-ત્રણ દિવસથી બૂમો પાડી રહ્યા હતા. તેઓ વધુ એક શિકારની વાત કરી રહ્યા હતા. તેમને આ અંગે અગાઉથી જાણ હતી. ભાજપને અગાઉથી જ ખબર હતી કે સચિન વજે આજે એક પત્ર આપનારા છે, તેમાં તેઓ ત્રીજી વિકેટ લેશે જેવી વાત કરતા હતા.

પરબે કહ્યું હતું કે સચિન વઝેએ અગાઉ મારું નામ શા માટે ન લીધું? તેમણે હવે આ પત્ર લખ્યો છે. આ બાબત સાબિત કરે છે કે તેઓ સરકારને બદનામ કરવા ઈચ્છે છે. હું આ કેસમાં કોઈપણ તપાસ તથા નાર્કો ટેસ્ટમાંથી પસાર થવા તૈયાર છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો