એશિઝના જંગમાં વીજળીના કડાકા-ભડાકા:સ્ટેડિયમ નજીક સતત વીજળી પડતા ગેમ રોકવી પડી, અમ્પાયર્સે ખેલાડીઓને મેદાન બહાર મોકલ્યા

એક મહિનો પહેલા
  • બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે 473 રનના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી હતી

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલી એશિઝ સિરીઝની ડે-નાઈટ મેચમાં વીજળી પડતા તેને સ્થગિત કરવી પડી છે. ઇંગ્લેન્ડની ઈનિંગની 9મી ઓવરમાં માઈકલ નેસર બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમ પાસે કડાકા-ભડાકા સાથે વીજળી પડી હતી. જોકે સારી વાત એ રહી કે વીજળી મેદાન બહાર પડી છે. આ સમગ્ર ઘટના પછી અમ્પાયર્સે તાત્કાલિક ધોરણે ખેલાડીઓને ડ્રેસિંગ રૂમ તરફ જવા ટકોર કરી હતી. આ સમગ્ર ઘટનાની તસવીરો ઓસ્ટ્રેલિયન ક્રિકેટે બોર્ડે સોશિયલ મીડિયામાં શેર કરી છે.

ખેલાડી મેદાન બહાર જાય ત્યાં સુધીમાં તો હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. જેથી અમ્પાયર્સે આ તમામ પાસા પર નજર ફેરવી આજના દિવસની ગેમ સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરી દીધી છે. સ્ટમ્પ્સ સુધી ઇંગ્લેન્ડની ટીમે 17 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા 456 રનથી આગળ છે. બીજા દિવસે ટીમે 473 રનના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી હતી.

ઓસ્ટ્રેલિયાના બેટર્સે ઈંગ્લેન્ડના બોલરો સામે હાવી થયા
ઓસ્ટ્રેલિયન બેટર્સે બીજા દિવસે પણ ઈંગ્લેન્ડના બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. જોકે ઓપનર ડેવિડ વોર્નર અને કેપ્ટન સ્ટીવ સ્મિથ આ ઈનિંગમાં પણ સદી ફટકારવાથી ચૂકી ગયા હતા. વોર્નરે 167 બોલરમાં 95 રન કર્યા હતા, જ્યારે સ્ટીવ સ્મિથ 93 રન કરી આઉટ થયો હતો. બીજી બાજુ માર્નસ લાબુશેને 103 રન કર્યા હતા.

એલેક્સ કેરીએ પહેલી ફિફ્ટી ફટકારી
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર એલેક્સ કેરીએ ટેસ્ટ કરિયરની પેહલી ફિફ્ટી ફટકારી હતી. તેણે 107 બોલમાં 51 રન કર્યાં હતા. જોકે ત્યારપછી મિચેલ સ્ટાર્ક અને માઈકલ નેસર બેટિંગમાં ઝળહળ્યા હતા. નેસરે 24 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 35 રન કર્યાં હતા. સ્ટાર્કે 39 બોલમાં 35 રન કર્યાં હતા.

ઓસ્ટ્રેલિયાએ બનાવેલા વિશાળ સ્કોર સામે ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. રોરી બર્ન્સ અને હાસિબ હમીદની જોડીએ ફરી એક વખત ટીમને નિરાશ કર્યાં છે. બન્ને બેટક 12 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...