આકાશમાંથી સળગતો ઊલકાપિંડ પડ્યો!:રાજસ્થાનમાં આકાશમાંથી સળગતા ગોળા વરસ્યા, ખગોળશાસ્ત્રીઓએ કહ્યું - આ ઘટના સામાન્ય નથી; જુઓ VIDEO

13 દિવસ પહેલા

રાજસ્થાનના નાગૌરમાં ચોંકાવનારી ખગોળીય ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. અહીં આકાશમાંથી જમીન પર આગના ગોળા પડતા જોવા મળ્યા હતા. એને ઉલ્કાપિંડ કહેવાય છે. જોકે આ પૈકીના મોટા ભાગના જમીન પર પડે એ પહેલાં જ હવામાં સળગીને નષ્ટ થઈ જાય છે. પ્રથમ વખત લોકોએ એને જમીન સાથે અથડાતા જોયા હતા.

ભાસ્કરની ટીમને આ વીડિયો મળ્યા પછી એને લદાખના વૈજ્ઞાનિકોને મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોને જોતાં જ વૈજ્ઞાનિકોને અચરજ થયું હતું. તેમણે આ ઘટના અંગે જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, જોકે મોટી ખગોળીય ઘટના છે.

આ ઘટના નાગૌર જિલ્લાના બડાયલી ગામની છે. આ ઘટનાની માહિતી અને એની સાથે સંલગ્ન ફેક્ટને એકત્રિત કરવા માટે ભાસ્કરની ટીમ ગામમાં પહોંચી હતી. અહીં હાજર લોકોએ આ અંગે જણાવ્યું હતું કે મોડી રાતે અચાનક જોરદાર બ્લાસ્ટના અવાજની સાથે ચમકતી રોશની દેખાઈ હતી.

બે દિવસ પહેલાં મોડી રાતે બનેલી આ ખગોળીય ઘટના ખેતરની સામે બનેલી એક હોટલના CCTVમાં કેપ્ચર થઈ હતી. વીડિયોમાં દેખાય છે કે આકાશમાં પહેલા જોરદાર વીજળી થાય છે. એ પછી બ્લાસ્ટ સાથે સળગતા ગોળા જમીન પર પડે છે. આ એક ઉલ્કાપિંડ હતો, જે સળગતો એક ખેતરમાં પડ્યો હતો. જોકે અહીંના લોકોએ જણાવ્યું હતું કે એનાથી કોઈ નુકસાન થયું નથી. આ સિવાય ઘટનાસ્થળેથી પણ કોઈ જ નિશાન મળ્યાં નહોતાં.

લેહ-લદાખના વૈજ્ઞાનિકોની ટીમને મોકલવામાં આવ્યો વીડિયો
આ સમગ્ર ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવ્યા પછી ટીમે તેને લેહ-લદાખમાં ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી હેડ સાથે શેર કર્યો હતો. પહેલાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના થતી રહે છે, જે સામાન્ય છે. જોકે વીડિયો જોયો તો આ બધા વૈજ્ઞાનિકો ચોંકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે એ સામન્ય ઉલ્કાપિંડ કરતાં મોટો છે. જોકે એ હવામાં ફાટી ગયો હતો. આ વીડિયોના આધારે તેમણે રિસર્ચ શરૂ કર્યું છે. રિસર્ચ પૂરું થયા પછી આ અંગેની માહિતી તેઓ શેર કરશે.

ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ એને પોતાની તરફ ખેંચે છે
હવામાન એક્સપર્ટ નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે આ પ્રકારના વીડિયો ખૂબ જ ઓછા જોવા મળે છે. અંતરિક્ષમાં ઉલ્કાપિંડ હમેશાં હોય છે. પૃથ્વી એના ગુરુત્વાકર્ષણથી એને પોતાની તરફ ખેંચતી રહે છે.

2020માં જાલોરમાં પડ્યો હતો આવો ઉલ્કાપિંડ, જમીનમાં 5 ફૂટ નીચે જતો રહ્યો હતો
આવી જ ઘટના ફેબ્રુઆરી 2020માં જાલોર જિલ્લાના સાંચૌરમાં બની હતી. 2.778 કિલાગ્રામ વજનનો ઉલ્કાપિંડ જમીન સાથે અથડાયો હતો. જ્યાં એ આવીને પડ્યો હતો ત્યાં 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. આ ઘટનામાં પિંડ ધાતુની જેમ દેખાતો એક ટુકડો પણ મળ્યો હતો, જે ખૂબ ગરમ હતો.

અન્ય સમાચારો પણ છે...