• Gujarati News
  • National
  • As Soon As The Lightning Struck In Kolhapur There Was A Blast, A Fire Was Seen; The Person Making The Video From 200 Meters Away Also Moved

આકાશમાંથી પડેલી વીજળી કેમેરામાં કેદ:કોલ્હાપુરમાં વીજળી પડતાં બ્લાસ્ટ, આગ જોવા મળી; 200 મીટર દૂરથી વીડિયો બનાવી રહેલી વ્યક્તિ પણ હલી ગઈ

કોલ્હાપુરએક મહિનો પહેલા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ છે. અહીં આકાશમાંથી પડતી વીજળી એક મોટા વિસ્તારમાં અથડાય છે અને એક જોરદાર પ્રકાશ પછી વિસ્ફોટ જેવો અવાજ થાય છે. ઘટનાને રેકોર્ડ કરનારા વ્યક્તિનો દાવો છે કે આકાશમાંથી જમીન પર વીજળી અથડાયા પછી અહીં ધુમાડો થયો હતો.

આ ઘટના 4 મે 2021ની છે. 21 સપ્ટેમ્બરે તેને એક યુટ્યુબ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેના પગલે તે વાઈરલ થઈ ગઈ છે. પોતાના ઘરની બારીમાંથી વીડિયો બનાવી રહેલા રાકેશ રાઉતનું કહેવું છે કે તેમને થોડીવાર માટે તો એવું લાગ્યું કે કોઈ બ્લાસ્ટ થયો છે. તે પછી ડરને કારણે રાકેશે પોતાની બારી બંધ કરી દીધી છે.

200 મીટર દૂરથી બનાવ્યો વીડિયો
વીડિયોની સાથે રાકેશે લખ્યું છે કે હું બપોરના ભોજન પછી થોડો આરામ કરી રહ્યો હતો અને બાહર તોફાન થવા લાગ્યું હતું. પોતાના એપાર્ટમેન્ટની ખૂબ જ નજીક વાદળોનો અવાજ સાંભળીને હું ઉઠી ગયો અને બારીની બહાર જોયું. તે પછી મેં પોતાના મોબાઈલ ફોનના કેમેરાથી રેકોર્ડિંગ શરૂ કર્યું, આ દરમિયાન લગભગ 200 મીટરના અંતરે એક જોરદાર રોશની થઈ, આકાશમાંથી વીજળી પડી અને જમીન સાથે અથડાઈ. આ અવાજ એટલો મોટો હતો કે તેણે મને હલાવી નાંખ્યો હતો. તે પછી મેં જોયું કે કેટલાક લોકો ભાગી રહ્યાં છે. શુક્રની આ ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના સમાચાર નથી.

શું છે વીડિયોમાં?
49 સેકન્ડના આ વીડિયોમાં 18 સેકન્ડની આસપાસના સમયમાં વીજળી પડવાની ઘટનાને જોઈ શકાય છે. આકાશમાંથી વીજળી પડવાની થોડી સેકન્ડ પછી અહીંથી પક્ષીઓનું ટોળુ જતુ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...