કોલ્ડ ડ્રિન્કના ઢાંકણે લઈ લીધો જીવ:15 વર્ષના કિશોરના ગળામાં ફસાયું, પૂર્વ જવાનના એકના એક દીકરાનું મિલિટરી હોસ્પિટલમાં મોત

અંબાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હરિયાણાના અંબાલા જિલ્લામાં કોલ્ડ ડ્રિન્ક પીતી વખતે ગળામાં ઢાંકણું ફંસાઈ જતાં પૂર્વ સૈનિકના એકના એક પુત્રનું મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ ડિફેન્સ કોલોની નિવાસી અનિલ કુમારના 15 વર્ષના પુત્ર યશ કુમાર(ગોલુ) તરીકે થઈ છે. પોલીસે શબનું પોસ્ટમોર્ટમ કરીને તેને પરિવારના સભ્યોને સોંપી દીધું છે.

યશ તેને ઘરે બોટલનું ઢાંકણ કાઢીને કોલ્ડ ડ્રિન્ક પી રહ્યો હતો. અચાનક બોટલનું ઢાંકણું ખુલીને તેના મોઢામાં જતુ રહ્યું હતું અને ગળામાં ફસાઈ ગયું. બોટલ પ્લાસ્ટિકની હતી.

પોસ્ટમોર્ટમ કરાવવા માટે અંબાલા કેન્ટ હોસ્પિટલમાં પહોંચી પોલીસ.
પોસ્ટમોર્ટમ કરાવવા માટે અંબાલા કેન્ટ હોસ્પિટલમાં પહોંચી પોલીસ.

મિલિટરી હોસ્પિટલમાં ગુમાવ્યો જીવ
યશના ગળામાં ઢાંકણું ફંસાતા જ પરિવારમાં દોડધામ થઈ હતી. માતા અને મોટી બહેન કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર યશને લઈને મિલિટરી હોસ્પિટલ અંબાલા પહોંચી ગયા હતા. અહીં ડોક્ટરોએ ખૂબ જ મહેનત પછી ગળામાં ફંસાઈ ગયેલું ઢાંકણું કાઢ્યું હતું. જોકે ડોક્ટરો યશને બચાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. યશે સારવાર દરમિયાન જ જીવ ગુમાવી દીધો હતો.

અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસની બહાર ઊભેલા પરિવારના સભ્યો.
અંબાલા કેન્ટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસની બહાર ઊભેલા પરિવારના સભ્યો.

યશ ધો.11માં અભ્યાસ કરતો હતો
યશના કાકા સુનીલ કુમાર જણાવ્યું કે યશ બે ભાઈ-બહેન હતા. બહેન પાયલ યશથી મોટી છે. યશ સૈનિક સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હતો. યશના પિતા અનિલ કુમાર આર્મીમાંથી રિટાયર્ડ થયા છે.

અન્ય સમાચારો પણ છે...