દિલ્હીમાં મેયર, ડેપ્યુટી મેયર પર વિવાદ વધ્યો:LG ઓફિસનો AAP કાર્યકર્તાએ ઘેરાવો કર્યો, રાજઘાટમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી ન થઈ શકી. ભારે હોબાળા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. હવે આમ આદમી પાર્ટી અને ભાજપ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને એકબીજા વિરૂદ્ધ પ્રદર્શનનો કરી રહી છે.

LG વીકે સક્સેનાની ઓફિસ બહાર AAPના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા છે. AAP ધારાસભ્ય આતિશીએ માગ કરી છે કે, ભાજપ લેખિતમાં આપે કે નોમિનેટેડ સભ્યો વોટ નહીં આપે.

ત્યારે, ભાજપના કાર્યકર્તા રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, AAPના કાઉન્સિલરોએ મહિલા પ્રિસાઈડિંગ અધિકારી સાથે ગાળા-ગાળી કરી છે અને તેમની ઉપર ખુરશી ફેંકી છે. BJPએ LG પાસે માગણી કરી છે કે, AAP નેતાઓ પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

ગૃહમાં AAP અને BJP કાઉન્સિલરો વચ્ચે ધક્કા-મુક્કી, મારામારી
શુક્રવારે સવારે 11 વાગે કાઉન્સિલરોનું શપથ ગ્રહણ શરૂ થવાનું હતું. પરંતુ પ્રોટેમ સ્પીકરે જેવું જ ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવાનું શરૂ કર્યું, આમ આદમી પાર્ટી(AAP)ના સભ્યોએ વિરોધ શરૂ કરી દીધો. જેથી તેમની સામે બીજેપીના કાઉન્સિલરોએ સુત્રોચ્ચાર કરવા લાગ્યા અને બંને પક્ષો વચ્ચે ધક્કા-મુક્કી અને છુટાહાથની મારામારી થવા લાગી. AAPના કાઉન્સિલર પ્રોટેમ સ્પિકરના આસન પર ચઢી ગયા. આ દરમિયાન કેટલાક કાઉન્સિલરો ખુરશી ઉઠાવીને ફેંકતા જોવા મળ્યા. કેટલાકને ધક્કો વાગતા નીચે પડી ગયા, ત્યારે કેટલાકને ઈજા પણ પહોંચી.

હવે જાણો કે વિવાદ ક્યાંથી શરૂ થયો...
LGએ મેયરની ચૂંટણી માટે બીજેપીના કાઉન્સિલર સત્યા શર્માને પ્રોટેમ સ્પિકર તરીકે નિયુક્ત કર્યા. આ પહેલા AAPએ મુકેશ ગોયલના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. સત્યાના નામ પર AAPએ વાંધો ઉઠાવ્યો. આ પછી પ્રોટેમ સ્પીકર સત્યાએ જેવા એલજીના નિયુક્ત કરાયેલા સભ્યોને શપથ લેવડાવવાનું શરૂ કર્યું, તો AAPએ વિરોધ અને સુત્રોચ્ચાર શરૂ કરી દીધા.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, નિયુક્ત કરાયેલા સભ્યોના શપથ પહેલા નથી થતા, પરંતુ ભાજપ પરંપરા બદલી રહી છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે, AAP નેતાઓને નિયમોની જાણકારી નથી. એટલે જ તે હોબાળો કરી રહ્યા છે. જ્યારે તેમની બહુમતી છે તો તે કેમ ડરી રહ્યા છે? આ કામ તે સંસદ અને રાજ્યસભામાં પણ કરે છે.

ત્યારે, કોંગ્રેસે મેયરની ચૂંટણીમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો. આપના ધારાસભ્ય આતિશીએ ચૂંટણી ન લડવાના નિર્ણય બાદ કોંગ્રેસ પર ભાજપને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો. મેયરની ચૂંટનીમાં 273 મેમ્બર્સ વોટ કરશે. બહુમતી માટે 133નો આંકડો જોઈએ. AAP પાસે 150 તો BJP પાસે 113 વોટ છે.

LGનું નિવેદન આવ્યું, નિયુક્ત કરાયેલા 10 સભ્યો એક્ટ હેઠળ
દિલ્હીના એલજી વીકે સક્સેનાની ઓફિસ તરફથી એક નિવેદન આવ્યું. જેમાં કહેવામાં આવ્યું કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન 1957 એક્ટ હેઠળ 10 લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનુભવ કે જ્ઞાન હોય, તેમને LG નોમિનેટ કરી શકે છે. તેમની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ. આ સભ્યો મેયર કે ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં વોટ નથી કરી શકતા.

જુઓ...કેવા લડ્યા ભાજપ અને AAPના કાઉન્સિલરો...

BJPએ કહ્યું- અમારી મહિલા કાઉન્સિલરોના વાળ ખેંચ્યા
ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે, MCDના ઈતિહાસનો આ સૌથી કાળો દિવસ છે. AAP કાઉન્સિલરોએ દારૂ પીને ગૃહમાં BJPની મહિલા કાઉન્સિલરો સાથે મારામારી કરી, અણીદાર વસ્તુઓથી હુમલો કર્યો અને વાળ પકડીને ખેંચ્યા. તેમણે ગંદી-ગંદી ગાળો પણ આપી.

ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, કેન્દ્રમાં અમારી પાર્ટી સત્તામાં છે અને MCDમાં અમારા નંબર ઠીક-ઠાક છે. તેમ છતાં અમારી સાથે ગુંડાગીરી થઈ રહી છે. AAPએ ગૃહને ગુંડાગીરીનો અખાડો બનાવી દીધો છે, કેમકે તેમને ડર છે કે મેયરના વોટિંગમાં તેમના જ કાઉન્સિલરો સાથ નહીં આપે.

આ AAP કાઉન્સિલર પ્રવીણ છે (સફેદ કુર્તામાં). તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ તેમની પર હુમલો કર્યો. તેમના કપડા ફાડી નાખ્યા.
આ AAP કાઉન્સિલર પ્રવીણ છે (સફેદ કુર્તામાં). તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ તેમની પર હુમલો કર્યો. તેમના કપડા ફાડી નાખ્યા.

AAPની કેન્ડિડેટ શૈલી અને BJPની રેખા વચ્ચે મુકાબલો
મેયર માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેદાનમાં ઉતારી છે, જ્યારે BJP તરફથી રેખા ગુપ્તા મેદાનમાં છે. ત્યારે ડેપ્યુટી મેયર માટે AAP એ મોહમ્મદ ઈકબાલ અને BJP એ કમલ બાગડીને ઉમેદવાર બનાવ્યા છે.

બહુમતી AAP પાસે
મેયરની ચૂંટણીમાં 273 મેમ્બર્સ વોટિંગ કરશે. બહુમતી માટે 138નો આંકડો જોઈએ. કોંગ્રેસની ગેરહાજરીમાં 133નો આંકડો જોઈએ. AAP પાસે 134 કાઉન્સિલર છે. આ ઉપરાંત 3 રાજ્યસભા સાંસદ અને 13 ધારાસભ્ય છે. ભાજપ પાસે 7 સાંસદ અને 1 ધારાસભ્ય મળી કુલ 113 વોટ છે. ત્યારે કોંગ્રેસના 9 કાઉન્સિલર અને સ્વતંત્ર બે કાઉન્સિલર છે. આ ચૂંટણીમાં 250 કાઉન્સિલરો સાથે 10 સાંસદ(7 લોકસભા સાંસદ અને 3 રાજ્યસભા સાંસદ), 13 વિધાનસભા સભ્ય વોટિંગ કરશે.

કોંગ્રેસ બોલી- AAPને બહુમતી મળી છે એટલે કેજરીવાલ તેમનો મેયર બનાવશે
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે, દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીને સર્મથન આપ્યું છે. જનતાનો આદર કરતા અમે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિની ચૂંટણી નહીં લડીએ. AAPને બહુમતી મળી છે. કેજરીવાલ તેમનો મેયર બનાવે અને દિલ્હીની જનતાની સેવા કરે.

અન્ય સમાચારો પણ છે...