તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Letter Politics On Farmer Protest 29th Day Government Write Three Letter To Farmers Union In 8 Days Live News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ર-પોલિટિક્સ:ખેડૂતો સાથે સીધી વાતમાં વાંકું પડે છે, એટલે મોદી સરકારે પત્રનો રસ્તો અપનાવ્યો, 8 દિવસમાં ત્રણ ચિઠ્ઠી લખી

4 મહિનો પહેલા
  • ખેડૂતો અત્યારસુધીની દરેક પ્રપોઝલ નકારી ચૂક્યા છે, તેઓ માત્ર નવા કૃષિ કાયદા રદ કરવાની માગ કરી રહ્યા છે
  • દિલ્હી સીમા પર 29 દિવસથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન

નવા કૃષિ કાયદાને પરત લેવાની માગ વિશે ખેડૂતો 29 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો સામસામે આવી ગયા છે અને બંને પક્ષ વચ્ચે વાતચીત શરૂ નથી થઈ. સરકાર અત્યારસુધીમાં ખેડૂતોને કાયદામાં સુધારા વિશે ઘણી પ્રપોઝલ મોકલી ચૂકી છે અને આ દરમિયાન બંને પક્ષ વચ્ચે પાંચથી છ વખત બેઠક પણ થઈ છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આંદોલનમાં છેલ્લા કેટલાક દિવસથી હવે પત્ર-પોલિટિકસ જોવા મળી રહ્યું છે. છેલ્લા 8 દિવસમાં જ સરકારે ખેડૂત સંગઠનોને 3 પત્ર લખી વાતચીત કરીને ઉકેલ લાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પહેલાં પણ સરકારે ખેડૂત સંગઠનને પત્રમાં કૃષિ કાયદામાં સુધારા લાવવાની પ્રપોઝલ પણ મોકલી હતી. સમયાંતરે ખેડૂત સંગઠન પણ સરકારને જવાબ આપતા રહે છે. ખેડૂત આંદોલનને મહિનો થવા આવ્યો હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, તો હવે જોવાનું એ છે કે આ પત્ર-પોલિટિક્સ ક્યાં સુધી પહોંચે છે.....

26 નવેમ્બરથી શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે 29 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન કૃષિ મંત્રાલયે ખેડૂત સંગઠન સાથે છથી વધારે વખત બેઠક કરી છે અને એક વખત તો ગૃહમંત્રી અમિત શાહ પણ ખેડૂત સંગઠન સાથે બેઠક કરી ચૂક્યા છે. સરકારે કૃષિ કાયદામાં સુધારા લાવવા માટે દરેક ચર્ચાવિચારણા કરવા તૈયાર છે, પરંતુ ખેડૂતો કાયદો રદ કરવાની જ જીદ લઈને બેઠા છે. સરકાર દ્વારા ટેકાના ભાવના નિયમમાં પણ સુધારો કરવાનો લેખિત પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતો એ વિશે પણ રાજી નથી. પરિણામે, 29 દિવસના ખેડૂત આંદોલન-ધરણાં-પ્રદર્શન અને ઉપવાસ પછી પણ મુદ્દો ઠેરનો ઠેર છે.

સરકારે છેલ્લા 8 દિવસમાં 3 વખત લખ્યો પત્ર

17 નવેમ્બરે કૃષિમંત્રીનો ટ્વિટર પર ઓપન લેટર
ખેડૂતોને નામે લખેલા પત્રમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લખ્યું હતું કે ત્રણ નવા કૃષિ સુધાર કાયદા ભારતીય ખેતીમાં નવા અધ્યાયના પાયા સમાન બનશે. અમે ખેડૂતોને વધારે સ્વતંત્ર અને સશક્ત બનાવીશું. તેમણે ખેડૂતોને આગ્રહ કર્યો હતો કે તેઓ રાજકીય સ્વાર્થ માટે ત્રણ કૃષિ કાયદા વિશે ફેલાવવામાં આવતા ભ્રમથી બચે. તેમણે વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ સરકાર અને ખેડૂતો વચ્ચે જુઠ્ઠાણાંની દીવાલ ઊભી કરવા માગે છે. કૃષિમંત્રીએ આ પત્રમાં કૃષિ કાયદાને ઐતિહાસિક ગણાવ્યા હતા અને તેમાં સુધારા કરવા માટે ખેડૂત સંગઠનને વાતચીત માટે આમંત્રણ પણ આપ્યું હતું.

20 નવેમ્બરે ઉપવાસ આંદોલન પહેલાં સરકારનો 40 ખેડૂત સંગઠનને પત્ર
ખેડૂત સંગઠન દ્વારા 21 ડિસેમ્બરે સોમવારે દરેક ધરણાં સ્થળ પર એક દિવસની ભૂખહડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એના એક દિવસ પહેલાં એટલે કે 20 ડિસેમ્બરે સરકારે એક ચિઠ્ઠી 40 ખેડૂત સંગઠનને નામ લખી હતી. કૃષિ મંત્રાલાયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ક્રાંતિકારી કિસાન મોર્ચા સહિત 40 ખેડૂત સંગઠનને ચિઠ્ઠી લખીને ફરી એક વખત વાતચીત કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચિઠ્ઠીને નીચે વાંચો...

24 ડિસેમ્બરે સરકારે ફરી પત્ર લખી વાતચીતનું આમંત્રણ આપ્યું
આંદોલનના 29મા દિવસે એટલે કે આજે 24 ડિસેમ્બરે સરકારે ફરી ખેડૂત સંગઠનોને પત્ર લખીને વાતચીતનો રસ્તો ખુલ્લો હોવાના સંકેત આપ્યા છે. આજે કૃષિ મંત્રાલય તરફથી ખેડૂત સંગઠનોને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ખેડૂતોની દરેક માગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેઓ ખેડૂતોની દરેક વાત સાંભળવા તૈયાર છે, સરકારે એ માટે ક્યારેય ના પાડી નથી. દરેક ખેડૂત સંગઠન ખુલ્લા મનથી સરકાર સાથે વાત કરી શકે છે. સરકારે કહ્યું છે કે હજી પણ વાતચીતના દરેક રસ્તા ખુલ્લા છે. સમગ્ર ચિઠ્ઠીને નીચે વાંચો

સરકારે ખેડૂતોની સૌથી મોટી માગ નકારી

સરકારે ખેડૂતોના 10 મહત્ત્વના મુદ્દામાં સૌથી મોટી માગ એટલે કે કાયદો રદ કરવાની માગને સંપૂર્ણપણે નકારી દીધી છે. 5 મુદ્દા પર સ્પષ્ટતા આપવાની વાત કરી અને 4 મુદ્દા પર વર્તમાન વ્યવસ્થામાં ફેરફાર કરવાની ખાતરી આપી.

ખેડૂતોના મુદ્દાસરકારનો જવાબ
કૃષિ સુધારા કાયદા રદ કરોવાંધો છે તો ખુલ્લા મનથી વિચાર કરવા તૈયાર છીએ
MSP અંગે ચિંતા છે. પાકોનો કારોબાર ખાનગી ક્ષેત્ર પાસે જતો રહેશે.સરકાર MSP અંગે લેખિત ખાતરી આપશે
ખેડૂતોની જમીન પર મોટા ઉદ્યોગપતિઓ કબજો કરી લેશેખેડૂતની જમીન પર કોઈ માળખું બનાવી શકાશે નહીં. માળખું બનાવશે તો મિલકત ખેડૂતની
APMC મંડીઓ નબળી પડશે. ખેડૂત ખાનગી મંડીઓની ચુંગાલમાં ફસાઈ જશે.રાજ્ય સરકારો ખાનગી મંડીઓનું રજિસ્ટ્રેશન કરી શકે અને તેમની પાસે સેસ વસૂલી શકે તેવી વ્યવસ્થા કરીશું
ખેડૂતોની જમીન જપ્ત થઈ શકે છેવસૂલાત માટે જપ્ત નહીં થાય. તેમ છતાં સ્પષ્ટતા આપીશું
ખેડૂત સિવિલ કોર્ટમાં જઈ શકશે નહીંઆ વિકલ્પ આપી શકાય છે.
પેન કાર્ડ દેખાડી પાકની ખરીદી થશે તો છેતરપિંડી પણ થશેરાજ્ય સરકારો પાક ખરીદનારા માટે રજિસ્ટ્રેશનનો નિયમ બનાવી શકે છે
પરાલી સળગાવવા બદલ દંડ અને સજા થઈ શકે છેખેડૂતોના વાંધા દૂર કરવામાં આવશે
એગ્રિકલ્ચર એગ્રીમેન્ટના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નથીએગ્રીમેન્ટ થયાના 30 દિવસમાં એની એક નકલ SDM ઓફિસમાં જમા કરાવવાની વ્યવસ્થા કરશે
નવું વીજળી વિધેયક પાછું લેવામાં આવેવિધેયક ચર્ચા માટે છે. ખેડૂતોના વીજળી બિલની ચુકવણીની વર્તમાન વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો