તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Less Than 100 Deaths After 271 Days, The Good News Is That Not A Single Death In 15 States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:271 દિવસ બાદ 100થી ઓછાં મૃત્યુ, સારા સમાચાર એ છે કે 15 રાજ્યમાં એકપણ મૃત્યુ નહીં

નવી દિલ્હીએક મહિનો પહેલા

દેશમાં સોમવારે કોરોનાના 8579 કેસ નોંધાયા હતા, 13443 દર્દી સાજા થયા અને 94 દર્દી મૃત્યુ પામ્યા હતા. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોનો આ આંક 271 દિવસમાં સૌથી નીચો છે. આ પહેલાં 6 મેના રોજ 96 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત તે છે કે છેલ્લા 24 કલાકમાં 12 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ મહામારીથી કોઈનું પણ મૃત્યુ થયું નથી. સૌથી વધુ 27 લોકોનાં મૃત્યુ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ કેરળમાં 17 થયાં છે. આ જ બે રાજ્ય એવાં છે જ્યાં 10થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.

દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 1.07 કરોડ કેસ નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી 1.04 કરોડ દર્દીઓ સાજા થયા છે. 1.54 લાખ સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1.60 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાથી મૃત્યુની બાબતે દુનિયામાં 18મા નંબરે પહોંચ્યું ભારત
કોરોનાથી મૃત્યુ થવાની બાબતે ભારત હવે સમગ્ર દુનિયામાં 18મા નંબરે પહોંચી ગયું છે. હજી પણ સૌથી વધુ મૃત્યુ અમેરિકા, જર્મની, બ્રાઝિલ, મેક્સિકો, ફ્રાન્સ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં થઈ રહ્યાં છે. ભારતમાં સંક્રમણ જોકે અન્ય દેશોની સરખામણી ઘણું કાબૂમાં છે. અહીં દરરોજ 8થી 15 હજારની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે અમેરિકા, ફ્રાન્સ, રશિયા,બ્રિટનમા 20 હજારથી 1.25 લાખ સુધી નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.

કોરોનાં અપડેટ્સ

 • કોરોનાને કારણે સામાન્ય લોકો માટે બંધ રાષ્ટ્રપતિ ભવન 6 ફેબ્રુઆરીથી ફરીથી ખોલવામાં આવશે. એ સપ્તાહમાં માત્ર શનિવાર અને રવિવારે ખુલ્લું રહેશે. જો આ બે દિવસમાં સરકારી રજા હોય તો એ દિવસે ખૂલશે નહીં. મુલાકાતીઓ ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે.
 • રાજસ્થાન સરકારે હાલમાં સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં ધોરણ 9થી 12 સીધાના રેગ્યુલર ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલાં ધોરણ 5થી 8 સુધીની સ્કૂલોને 8 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. ધોરણ 1થી 5 ની સ્કૂલો અત્યારે બંધ રહેશે. જ્યારે રાજ્યમાં સિનેમાઘરોમાં હાલમાં 50% પ્રેક્ષકો સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે કેન્દ્રએ 1 ફેબ્રુઆરીથી થિયેટરોમાં સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
 • કોરોનાથી સ્વસ્થ થયા પછી મોટી સંખ્યામાં લોકોને આરોગ્યની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો માનસિક બીમારી, ઊંઘ ન આવવી, ચીડિયાપણું અને માદક દ્રવ્યોના સેવનમાં વધારો થાય તો પછી તમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોનો સંપર્ક કરી શકો છો. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 080-46110007 જાહેર કરવામાં આવ્યો છે.
 • જમ્મુ-કાશ્મીર સરકારે પણ કોરોનાની નવી ગાઈડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ દરમિયાન સ્કૂલ, કોલેજ, હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, ટેક્નિકલ કે સ્કિલ ઈન્સ્ટિટ્યૂટને ખોલવાની મજૂરી હશે. વૈષ્ણોદેવી દર્શન માટે જનારા લોકોની સંખ્યામાં પણ ફેરફાર કરીને 25 હજાર કરી દેવામાં આવી છે.

5 રાજ્યની પરિસ્થિતિ

1. દિલ્હી
અહીં સોમવારે કોરોનાના 121 નવા કેસ નોંધાયા હતા. 214 દર્દી સાજા થયા અને 3 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 6.35 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 6.23 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10856 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હજી 1265 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
સોમવારે 151 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા હતા. 260 દર્દી સાજા થયા અને 2 લોકોનાં મૃત્યુ નીપજ્યાં. અત્યારસુધીમાં 2.55 લાખ કેસ નોંધાયા છે. આમાંથી 2.48 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,812 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 2,554 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત
સોમવારે 298 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. 406 દર્દી સાજા થયા અને એકનું મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં 2.61 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમાંથી 2.54 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,388 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 3,241 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. રાજસ્થાન
સોમવારે અહીં કોરોનાના 96 કેસ નોંધાયા હતા. 309 દર્દી પણ સ્વસ્થ થયા. અત્યારસુધીમાં 3.17 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 3.12 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,766 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 1,948 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 1,948 લોકો સંક્રમિત મળ્યા હતા.. 3,289 દર્દી સાજા થયા અને 27 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 20.28 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 19.32 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51,109 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં અહીં 43,701 દર્દી સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો