તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાખંડ:દીવાલ કૂદી દીપડો બાઈકચાલકને ચોંટી ગયો, રેસ્ક્યૂ સમયે અચાનક હુમલો કર્યો, જુઓ વીડિયો

3 મહિનો પહેલા

ઉત્તરાખંડના ભાનિયાવાલામાં ખુંખાર દીપડાએ બાઈકચાલક પર હુમલો કર્યો. દીવાલ કૂદીને દીપડો રોડ પર આવી ગયો અને બાઈકચાલકને ચોંટી ગયો. રહેણાક વિસ્તારમાં દીપડો ઘુસી જતાં વન વિભાગની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. રેસ્ક્યૂ દરમિયાન લોકોએ દેકારો કરતાં દીપડો ખીજાયો અને દીવાલ કૂદી ભાગ્યો હતો. જોતજોતામાં દીપડાએ બાઈકચાલકને પછાડી દીધા હતા. આ હુમલામાં વન વિભાગના ડૉક્ટર અને ગાર્ડ સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. સ્થાનિકોએ આ હુમલાનો વીડિયો બનાવી લેતાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...