પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની માતા ચરણકૌર અને પિતા બલકોરસિંહ શુક્રવારે UK માટે રવાના થઇ ગયા છે. તેમણે આ ફ્લાઇટ ચંડીગઢથી પકડી હતી છે. તેમની વિદેશ જતી તસવીરો સામે આવ્યા બાદ સિદ્ધુ મુસેવાલા કેસમાં એક વાર ફરી હલચલ પેદા થઇ ગઇ છે. ગયા મહિને તેમણે પંજાબ સરકારને એક માસનું અલ્ટિમેટમ આપીને વિદેશ વસવાની વાત કરી હતી, પરંતુ તેઓ જલદી ભારત પરત આવશે.
સિદ્ધુ મુસેવાલાના પિતા બલકોરસિંહ અને માતા ચરણકૌર મોહાલી એરપોર્ટ પર દેખાયાં. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મુસેવાલાના ફેન્સમાં બેચેની ઊભી થઇ છે. તસવીરોમાં તેઓ એરપોર્ટની અંદર જતાં અને ઇમિગ્રેશન ચેક-ઇન કરતાં ચોખ્ખા દેખાઇ રહ્યાં છે. એક ફોટામાં તેઓ ફ્લાઇટની અંદર બેઠેલા પણ જોવા મળે છે. સૂચના છે કે તેઓ આજે મોહાલી એરપોર્ટથી UK માટે રવાના થઇ ગયા છે.
24 નવેમ્બરે છે સાઇકલ રેલી
ઇંગ્લેન્ડમાં વસેલા સિદ્ધુ મુસેવાલાના ફેન્સ તરફથી પણ પરિવારને ન્યાય અપાવવાની ચળવળ ચલાવી રહી છે. 24 નવેમ્બરે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની બહાર ફેન્સ તરફથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા માટે બલકૌરસિંહ અને ચરણકૌર ઇંગ્લેન્ડ માટે રવાના થયાં છે.
એક મહિના પહેલાં કરી હતી વિદેશ જવાની વાત
સિદ્ધુ મુસેવાલાનાં માતા-પિતા ઘણા લાંબા સમયથી પુત્રને ન્યાય અપાવવાની વાત કરી રહ્યાં છે. બે મહિના પહેલાં ગેંગસ્ટર ટીનુ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા બાદ માતા-પિતાની ધીરજ તૂટતી જતી હતી. જેના પછી બલકૌરસિંહે ઘોષણા પણ કરી હતી કે તેઓ સરકારને એક મહિનાનો સમય આપે છે. જો તેમના દીકરાને ન્યાય મળી જાય છે તો ઠીક છે, નહીંતર તેઓ પોતાના પુત્રની ફરિયાદ પાછી ખેંચીને વિદેશ જતાં રહેશે.
સિગ્નેચર ઝુંબેશ શરૂ કરી
સિદ્ધુ મુસેવાલાનાં માતા-પિતા તરફથી કેટલાક દિવસ પહેલાં સિગ્નેચર ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો. આ એપ્લિકેશન લઇને તેઓ ડીજીપી પંજાબને મળવા પહોંચ્યા હતા. એટલું જ નહીં, સિદ્ધુ મુસેવાલાનાં માતા-પિતાએ કેટલાક દિવસ પહેલાં પોતાના એક ભાષણ દરમિયાન પંજાબને અસુરક્ષિત બતાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે અહીં તમારી સુરક્ષા જાતે જ કરવી પડશે.
29 મેના રોજ થઇ હતી મુસેવાલાની હત્યા
સિદ્ધુ મુસેવાલાની 29 મેના માનસાના એક ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસાવાલાની હત્યાની જવાબદારી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ અને કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાડે લીધી હતી. આ મામલામાં પોલીસ 25થી વધુ ગિરફ્તારી કરી ચૂકી છે. ત્યાં વિદેશમાં બેઠેલા ગોલ્ડી બરાડને પંજાબ લાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તેની વચ્ચે બે મહિના પહેલાં શૂટર ટીનુ પોલીસના સકંજામાંથી બાગી ગયો હતો અને તેમાં પંજાબ પોલીસના જ ઇન્સ્પેક્ટરનું નામ સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.