તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Leaving The Daughter's Body On The Bed, The Father Walked 25 Km To The Hospital For Postmortem And Returned To His Village In The Same Manner.

MPમાં માનવતા મરી:દીકરીનો મૃતદેહ ખાટલા પર રાખીને પિતા 25 કિ.મી ચાલી પોસ્ટમોર્ટમ કરાવવા હોસ્પિટલ ગયા, ફરી પોતાના ગામમાં એવી જ રીતે પરત ફર્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિંગરૌલીમાં દીકરીના મૃતદેહ ખાટ પર રાખીને પોસ્ટમોર્ટમ માટે લઈ જતા પિતા. - Divya Bhaskar
સિંગરૌલીમાં દીકરીના મૃતદેહ ખાટ પર રાખીને પોસ્ટમોર્ટમ માટે લઈ જતા પિતા.
  • નિર્દયી સિસ્ટમે મજબૂર બાપને શબવાહિની પણ આપી ન હતી
  • કાળઝાળ ગરમીમાં બાપની લાચારી અને લોકો વીડિયો બનાવતા રહ્યા

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં માનવતાને શરમમાં મૂકી દે એવી એક ઘટના સામે આવી છે. શબવાહિની ન મળવાને કારણે એક પિતા પોતાની દીકરીને ખાટલા પર રાખીને 25 કિલોમીટર દૂર હોસ્પિટલ લઈ ગયા. પોસ્ટમોર્ટમ પછી તેઓ ફરી આ જ રીતે મૃતદેહને પરત ઘરે લાવી અંતિમસંસ્કાર કર્યા. ન તો પોલીસે શબવાહિનીની સગવડ કરી કે ન કોઈ સામાજિક સંસ્થાએ.

લોકો પણ વીડિયો જ બનાવતા રહ્યા, પરંતુ કોઈનામાં પિતાની હાલત જોઈને સંવેદના જોવા મળી ન હતી. લાચાર પિતાનું કહેવું હતું કે કરીએ તો કરીએ શું. પોલીસે કોઈ જાતનો સહયોગ જ ન આપ્યો અને શબવાહિનીને બોલાવી છતાં ન આવી ત્યારે મજબૂર બનીને તેમને આવું પગલું ભરવું પડ્યું હતું.

સિંગરૌલી જિલ્લાના આદિવાસી અંચલ સરઇ ક્ષેત્રના ગડઇ ગામમાં રહેતા ધીરુપતિની 16 વર્ષની સગીર પુત્રીએ 5 મેનાં રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલાની જાણ 6 મેના રોજ સરઇ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. આ બાદ પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે નિવાસ હોસ્પિટલ જવાનું કહ્યું હતું.

ભારે ઉતાવળમાં એમ્બ્યુલન્સ શોધવામાં આવી. પિતાએ સ્થાનિક અધિકારી સહિત પોલીસ સમક્ષ શબવાહિનીની માગ કરી, પરંતુ કોરોનાને કારણે કોઈ એમ્બ્યુલન્સ ખાલી ન મળી. અંતે, હારીને દીકરીનો બાપ ખાટલાને ઊંધો કરીને ચાર પાયા પર દોરડું બાંધીને પુત્રીનો મૃતદેહ રાખ્યો અને 25 કિલોમીટર દૂર નિવાસ હોસ્પિટલ ચાલીને ગયો હતો. એક છેડો પરિવારના એક અન્ય સભ્યએ પકડ્યો હતો. એ બાદ પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ફરી શબવાહિની ન મળતાં આ દૃશ્યનું પુનરાવર્તન થયું અને મજબૂર બાપ ફરી 25 કિલોમીટર દૂર પોતાના ગામે આવીને દીકરીના અંતિમસંસ્કાર કર્યા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ રવિવારે સવારે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે સવારથી જ ભારે ટ્રેન્ડ થઈ રહ્યો છે. લોકો સિંગરૌલી પ્રશાસન પર માછલાં ધોઈ રહ્યા છે.

જિલ્લા મુખ્યાલયથી 70 કિમી દૂર સરઇ છે
આદિવાસી અંચલ ગામો માટે આ તસવીર કોઈ નવી નથી. અહીં અવારનવાર વાંસના દંડા, ખાટ પર શબને બાંધીને લઈ જવામાં આવે છે. આ એકદમ પછાત વિસ્તાર છે, જે સિંગરૌલીથી માત્ર 70 કિલોમીટર જ દૂર છે. તો નિવાસ ચોકીની આસપાસનો એરિયા જિલ્લા મુખ્યાલયથી વિખુટો છે તેથી અહીં કાગળો પર બધું જ યોગ્ય ચાલે છે, પરંતુ જમીન પર હકીકત કંઈક જુદી જ હોય છે.

આંખ આડા કાન કરે છે જવાબદારો
દીકરીનો મૃતદેહ ખાટલા પર નાખીને એક મજબૂર બાપ 25 કિલોમીટર પગપાળા ચાલ્યો. તે પાછો પોતાના ઘરે પણ આ જ રીતે આવ્યો, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. આ દરમિયાન અનેક લોકોએ વીડિયો બનાવ્યો અને જોયો પણ ખરો, પરંતુ કોઈનામાં જ સંવેદના ન જાગી. લોકો આવાં દૃશ્યો જોઈને આંખો બંધ કરી દે છે, પરંતુ મદદ માટે કોઈ જ આાગળ આવતું નથી.