• Gujarati News
  • National
  • Learn The Process Of Taking Pre caution Dose In 8 Steps, You Will Also Get Booster Dose Certificate

આ રીતે લાગશે વૃદ્ધોને ત્રીજો ડોઝ:8 સ્ટેપમાં જાણો પ્રી-કૉશન ડોઝ લેવાની પ્રોસેસ, બૂસ્ટર ડોઝ સર્ટિફિકેટ પણ મળશે

5 મહિનો પહેલા

કેન્દ્ર સરકારે રવિવારે સ્પષ્ટ કરી દીધું કે 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોને 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનના પ્રી-કૉશન ડોઝ આપવાની પ્રોસેસ શું હશે, સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ડોઝ ત્યારે આપવામાં આવશે, જ્યારે વૃદ્ધની પાસે કૉમોર્બિટીઝ સર્ટિફિકેટ હશે. વેક્સિનના ડોઝ લેનાર ઈચ્છુક વૃદ્ધોએ પહેલાં એક મેડિકલ સર્ટિફિકેટ બનાવડાવું પડશે, જેમાં એ વાતની પુષ્ટિ હશે કે કોઈપણ પ્રકારની ગંભીર બીમારીને કારણે તેઓ કોરોના વાઇરસની ઝપેટમાં આવી શકે છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ડૉ. આરએસ શર્માએ ANI ન્યૂઝને એ વાત સ્પષ્ટ કરી છે. ડૉ. શર્મા જ CoWIN પ્લેટફોર્મના હેડ ઓફ ફન્ક્શનિંગ છે, જેની મદદથી દેશમાં કોરોના વેક્સિન કેમ્પેન ચાલી રહ્યું છે.

આ 8 સ્ટેપથી મળશે બૂસ્ટર ડોઝ (પ્રી-કૉશન ડોઝ)
1. પ્રી-કૉશન ડોઝની વેક્સિનેશન પ્રોસેસ પહેલાંની જેમ જ હશે.
2. વૃદ્ધનું નામ અને અન્ય ડેટા પહેલેથી જ CoWIN પ્લેટફોર્મ પર છે.
3. આ ડેટાની મદદથી વૃદ્ધે પહેલાં વેક્સિનની બંને ડોઝ લીધા હશે.
4. વૃદ્ધોએ પહેલાં કોઈ રજિસ્ટર્ડ ડોકટર પાસેથી પોતાનું કૉમોર્બિટીઝ સર્ટિફિકેટ તૈયાર કરાવવું પડશે.
5. એ બાદ તેમણે આ સર્ટિફિકેટ CoWIN પ્લેટફોર્મ પર અપલોડ કરવાનું રહેશે.
6. પ્લેટફોર્મને બદલે વેક્સિનેશન સેન્ટર પર હાર્ડ કોપી જમા કરાવવાનો પણ વિકલ્પ મળશે.
7. સર્ટિફિકેટની હાર્ડ કોપી વેક્સિનેશન સેન્ટર પર આપ્યા બાદ તેમને ત્રીજો ડોઝ મળશે.
8. ત્રીજો ડોઝ લગાડવામાં આવ્યા બાદ દરેકને બૂસ્ટર ડોઝ સર્ટિફિકેટ મળશે.

નેશનલ હેલ્થ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. આરએસ શર્મા.
નેશનલ હેલ્થ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. આરએસ શર્મા.

22 બીમારી સામેલ છે કૉમોર્બિટીઝ લિસ્ટમાં
ડૉ. શર્માએ જણાવ્યું હતું કે કૉમોર્બિટીઝ સર્ટિફિકેટની ડિટેલ સરકાર પહેલાં જ વેક્સિનેશન કેમ્પેન દરમિયાન જાહેર કરી ચૂકી છે. આ ડિટેલ વૃદ્ધોની સાથે જ ગંભીર બીમારીથી પીડિત 45થી 60+ની ઉંમરના લોકોને વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરાયો એ પહેલાં જાહેર કરાઈ હતી. એ જ ફોર્મુલા હાલ પણ કૉમોર્બિટીઝ સર્ટિફિકેટ પર લાગુ ગણાશે. તેમણે જણાવ્યું હતું કે સરકારની કૉમોર્બિટીઝ લિસ્ટમાં 22 બીમારી સામેલ છે.

આ પ્રકારની બીમારીઓ છે લિસ્ટમાં

  • ડાયાબિટીઝ, કિડની ડિઝીઝ કે ડાયાલિસિસ
  • સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ
  • કેન્સર
  • સિરોસિસ
  • સિકલ સેલ ડિઝીઝ
  • પ્રોલૉન્ગડ યૂઝ ઓફ સ્ટેરૉયડસ
  • ઈમ્યુનોસપ્રેસેન્ટ ડ્રગ્સ
  • મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
  • રેસપિરેટરી સિસ્ટમ પર એસિડ એટેક
  • હાઈસપોર્ટની જરૂરિયાત તેવા વિકલાંગ
  • મૂકબધિર-બ્લાઈન્ડનેસ જેવી મલ્ટીપલ ડિસેબેલિટિઝ
  • ગંભીર રેસપિરેટરી ડિઝીઝને કારણે બે વર્ષ હોસ્પિટલમાં રહ્યા હોય

PM મોદીએ 10 જાન્યુઆરીથી ડોઝ આપવાની જાહેરાત કરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે 60+ ઉંમરના એવા વૃદ્ધોને 10 જાન્યુઆરીથી વેક્સિનના બૂસ્ટર ડોઝ (પ્રી-કૉશન)આપવાની જાહેરાત કરી હતી, જે કૉમોર્બિટીઝ અંતર્ગત આવતા હોય, સાથે જ 10 જાન્યુઆરીથી જ ફ્રંટલાઈન વર્કર્સને પણ બૂસ્ટર ડોઝ (પ્રી-કૉશન) આપવા અને 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની ઉંમરના ટીનેજર્સને પણ કોરોના વેક્સિન આપવાની જાહેરાત PMએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...