તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:જાણો, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ મુકાતાં કેવી રીતે વિદેશ પ્રવાસ કરી શકાય

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ

કોરોના વાઈરસના ચેપને ફેલાતો રોકવા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર મુકાયેલો પ્રતિબંધ ભારતે 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. જોકે અમુક ફ્લાઈટને મંજૂરી અપાશે. ભારતે લૉકડાઉન દરમિયાન 23 માર્ચે આ પ્રતિબંધ મૂક્યો હતો જેને 30 નવેમ્બર સુધી વધારાયો હતો. એવામાં એ જાણવું જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ પર પ્રતિબંધ છતાં વિદેશ જવું હોય તો કઈ રીતે જઈ શકાશે અને દુનિયાના અન્ય દેશોમાં ફ્લાઈટની શું સ્થિતિ છે.

  • કયા પ્રકારની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકાયો છે? દરેક પ્રકારની કોમર્શિયલ ફ્લાઈટ પર પ્રતિબંધ વધાર્યો છે એટલે કે વિદેશથી ન તો કોઈ એરલાઇન્સનું પેસેન્જર વિમાન ભારત આવી શકશે ન તો કોઈ કંપનીનું વિમાન વિદેશ માટે ઉડાન ભરી શકશે.
  • કઈ પસંદગીની ફ્લાઈટોને મંજૂરી અપાઈ છે? ખરેખર પ્રતિબંધ વચ્ચે સરકારની મંજૂરીથી ‘વંદે ભારત’ મિશન હેઠળ અમુક પસંદગીની વિદેશી ફ્લાઈટોનું સંચાલન ચાલુ છે. તે હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને મંજૂરી અપાઇ રહી છે.
  • જો વિદેશ જવું હોય તો કઈ રીતે જઈ શકાય? આ ભારતની એર બબલ સમજૂતી પર નિર્ભર રહેશે. એ જોવું પડશે કે જે દેશનો પ્રવાસ કરવો છે તેની સાથે ભારતની એર બબલ સમજૂતી છે કે નહીં? ખરેખર ભારતે કોરોના દરમિયાન 22 દેશો સાથે એર બબલ કરાર કર્યો હતો. તે હેઠળ લાખો લોકોને તેમને લક્ષ્યાંક સુધી પહોંચાડાયા છે.
  • એર બબલ સમજૂતી ખરેખર શું છે? તે હેઠળ સમજૂતી કરનારા દેશો વચ્ચે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું સંચાલન થાય છે. આ દ્વિપક્ષીય વ્યવસ્થા છે જે નિયમો અને પ્રતિબંધોના આધારે બંને દેશ વચ્ચે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોના સંચાલનમાં મદદ કરે છે.
  • ભારતની કયા દેશો સાથે એર બબલ સમજૂતી છે? હાલ અમેરિકા, બ્રિટન, યુએઈ, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, જર્મની, ઈરાક, બહેરીન, ભૂતાન, કેનેડા, ઈથિયોપિયા, બાંગ્લાદેશ, જાપાન, કેન્યા, માલદીવ, કતાર, નાઈજિરિયા, ઓમાન, રવાન્ડા, તાન્ઝાનિયા, નેધરલેન્ડ્સ અને યુક્રેન સાથે આવી સમજૂતી છે.
  • દુનિયામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોની શું સ્થિતિ છે? હાલ પાકિસ્તાન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિત 73 દેશોમાં કોઈ પ્રતિબંધ નથી. જોકે અનેક દેશોએ કોરોના ટેસ્ટ, નેગેટિવ સર્ટિફિકેટ કે ક્વૉરન્ટાઈન જેવી શરતો લાગુ કરી છે. 50 દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તેમાં અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા ઉપરાંત મોટા ભાગના આફ્રિકી દેશ છે. કેનેડા, અમેરિકા, રશિયાન સહિત 92 દેશોમાં આંશિક પ્રતિબંધ છે. નેપાળ-મ્યાનમાર સહિત 4 દેશોમાં જલદી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ થવાની છે.
અન્ય સમાચારો પણ છે...