તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Learn How Drones Become Dangerous Weapons In The Hands Of Incompetent People, How They Are Operated And How Many Types There Are

ડ્રોન નવું હથિયાર:અયોગ્ય લોકોના હાથમાં ડ્રોન બની જાય છે ખતરનાક હથિયાર, જાણો કેવી રીતે થાય છે એનુ સંચાલન અને તેના કેટલા પ્રકારનાં હોય છે

3 મહિનો પહેલા
  • સામાન્ય રીતે પાંચ પ્રકારનાં ડ્રોન હોય છે. નેનો ડ્રોન, માઇક્રો ડ્રોન, સ્મોલ ડ્રોન, મિડલ ડ્રોન અને લાર્જ ડ્રોન હોય છે

વાયુસેનાના જમ્મુસ્થિત એરપોર્ટ પર ડ્રોન મારફત વિસ્ફોટ કર્યા બાદ હવે ભારતમાં ડ્રોનના ઉપયોગ અંગે ચર્ચા છેડાઈ છે. જમ્મુમાં સતત ચાલી રહેલી ડ્રોન એક્ટિવિટી બાદ લોકો એ જાણવા ઈચ્છે છે કે છેવટે ડ્રોન કામ કેવી રીતે કરે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. ડ્રોન યોગ્ય હાથોમાં આવે તો એનો સકારાત્મક કે પોઝિટિવ ઉપયોગ થઈ શકે છે, પણ જો એ અયોગ્ય કે ખોટા લોકોના હાથમાં આવી જાય તો એ સર્વનાશ પણ કરી શકે છે.

સામાન્ય રીતે પાંચ પ્રકારના ડ્રોન હોય છે, એમાં એક નેનો ડ્રોન, માઈક્રો ડ્રોન, મિડલ ડ્રોન અને લાર્જ ડ્રોન

  • નેનો ડ્રોન-આ ડ્રોનનું વજન 250 ગ્રામ સુધી હોય છે.
  • માઈક્રો ડ્રોન- આ ડ્રોનનું વજન 250 ગ્રામથી વધારે, પણ 2 કિલોગ્રામથી ઓછું હોય છે.
  • સ્મોલ ડ્રોન- આ ડ્રોનનું વજન 2 કિલોગ્રામથી વધારે, પણ 25 KGથી ઓછું હોય છે.
  • મીડિયમ ડ્રોન- આ ડ્રોનનો વજન 25 KGથી વધારે, પણ 150 KGથી ઓછું હોય છે.
  • લાર્જ ડ્રોન- આ ડ્રોનનું વજન 150 કિલોગ્રામથી વધારે છે.

આતંકવાદીઓનું ઘાતક હથિયાર છે ડ્રોન
વર્તમાન સમયમાં ડ્રોન ટેક્નિકલ રીતે પોતાના વિકાસના એક નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અલબત્ત, એનો ઉપયોગ સારાં કામ માટે થાય એ જરૂરી છે. હવે ડ્રોન આતંકવાદીઓના હાથમાં આવી પહોંચ્યાં છે. આ સંજોગોમાં એ ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યાં છે. ડ્રોન મારફત જાસૂસી કરી શકાય છે, એ ઉપરાંત એની મદદથી હુમલો પણ કરી શકાય છે. તાજેતરમાં જમ્મુમાં આ ઉદ્દેશથી જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે ઊડે છે ડ્રોન?
ડ્રોનમાં ચાર રોટર હોય છે, જેની મદદથી એને ઉડાવી શકાય છે. રોટરમાં લાગેલા બ્લેડ હવા મારફત હવાને ઉપર-નીચે ધકેલે છે. એને લીધે ડ્રોન ઉપર ઉડાન ભરી શકે છે. રોટરના 2 પાંખ ક્લોકવાઈઝ ફરે છે. જ્યારે 2 એન્ટી ક્લોકવાઈઝ ફરે છે. એના મારફત હવામાં ફેરફારને નિયંત્રિત કરી શકાય છે. ભારતમાં ડ્રોન ઉડાડવા માટે કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

જો નેનો ડ્રોનનું વજન 250 ગ્રામથી ઓછું છે તો કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર પડતી નથી. જોકે એ એવી જગ્યાએ જ ઉડાવી શકાય છે, જ્યાં સ્થિતિ સંવેદનશીલ ન હોય. ડ્રોનને ફક્ત 50 ફૂટની ઊંચાઈ સુધી ઉડાવી શકાય છે.

આ પ્રકારનાં ડ્રોન માટે પરવાનગી જરૂરી છે
જો માઈક્રો ડ્રોન હોય, જેનું વજન 250 ગ્રામથી 2 KG વચ્ચે હોય છે તો એને ઉડાવવા માટે તમારે મંજૂરી મેળવવી જરૂરી હોય છે. આ માટે તમારે સિક્યોરિટી ક્લિયરન્સ, યુનિક આઈડેન્ટિફિકેશન નંબર તથા સ્થાનિક પોલીસ પરવાનગીની જરૂર પડે છે. આ સંજોગોમાં ડ્રોન મહત્તમ 200 ફૂટ સુધી ઉડાવી શકાય છે. જો તમારી પાસે મિની ડ્રોન છે, જેનું વજન 2 કિલોગ્રામથી વધારે હોય છે તો એને ઉડાવવા માટે પરવાનગીની જરૂર પડે છે. એને પણ 200 ફૂટ સુધી ઉડાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...