તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Leaping From The Threshold, Deepada Attacked The Calf; Hunting The Calf, Watch The VIDEO

દીપડાનો હુમલો:ધાબા પરથી છલાંગ લગાવીને દીપડાનો વાછડા પર હુમલો; વાછડાને બનાવ્યો શિકાર, જુઓ VIDEO

જયપુરએક મહિનો પહેલા
  • દીપડાએ વાછડા પર હુમલો કરતાં લોકો ભયભીત

જયપુરમાં રાતના સમયે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. અહીં રાત્રે રસ્તાઓ પણ સલામત નથી. રાત્રે અહીં દીપડો શિકારની શોધમાં ફરી રહ્યો હોય છે. એ ઘરમાં ઘૂસીને પણ શિકાર કરી રહ્યો છે. આવો જ એક વીડિયો જયપુરના આમેર વિસ્તારનો સામે આવ્યો છે. આમેરના સાગર રોડ વિસ્તારના એક ઘરમાં ઘૂસી આવીને દીપડાએ એક વાછડાને પોતાનો શિકાર બનાવ્યો છે. આ કોલોનીની નજીક લગભગ ત્રણ કલાક સુધી દીપડો ફરી રહ્યો હતો. દીપડાના હુમલા બાબતે લોકોમાં પણ ભય ફેલાયો છે.

દીપડાએ ધાબા પરથી છલાંગ મારીને વાછડા પર કર્યો હુમલો
આમેરમાં વોર્ડ નંબર એકના સાગર રોડ પર રહેતા પૂર્વ કાઉન્સિલર વિજય લક્ષ્મીએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે સવાબાર વાગ્યે દીપડો ઘરમાં ચઢી આવ્યો હતો. તેમને શરૂમાં તો કશું ખબર ના પડી, પણ ગાય ભાંભરતાં એનો અવાજ સાંભળતાં બહાર આવીને જોયું તો ત્યાં વાછડો મરેલો પડ્યો હતો. તેમને લાગ્યું કે કોઈ કૂતરાએ તેને માર્યો હશે. આ કારણે ગાય ભાંભરી રહી હશે. તેમણે વાછડા પર કપડું ઢાંકી દીધું હતું. બાદમાં તેઓ ઘરમાં જઈને સૂઈ ગયા હતા. થોડીવાર બાદ તે દીપડો ફરી ઘરમાં આવ્યો અને એ વાછડાને ઉઠાવીને લઈ ગયો હતો. સવારે ઊઠીને જ્યારે ઘરના લોકોએ બહાર આવ્યા તો એ વાછડો પડ્યો ન હતો. ત્યાં એક ગાય અને બે અન્ય વાછડાં પણ બાંધેલાં હતાં.

ધાબા પરથી છલાંગ લગાવતાં દેખાયો દીપડો
વિજેન્દ્ર પારીકે જણાવ્યું હતું કે દીપડો વાછડાને ઉઠાવીને લઈ ગયો એ બાબતે હવે તેઓ ખૂબ જ ભયભીત છે. તેઓ જાણતા હતા કે કૂતરું વાછડાને ઉઠાવીને પણ લઈ જઈ શકે. દરવાજો પણ બંધ હતો. તેમણે ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી. એમાં જોતાં રાત્રે સવાબાર વાગ્યે ઘરના ધાબા પર દીપડો નજરે પડ્યો હતો. એ ઘણીવાર સુધી ધારા પર જ બેસી રહ્યો હતો. ત્યાર બાર દીપડો ધબાની બીજી તરફ આવ્યો. ત્યાં એણે ધાબા પરથી સીધી જ વાછડા પર છલાંગ લગાવી અને એને પોતાનો શિકાર બનાવ્યો. નજીક રહેલી ગાય તેણે ભગાડવા માટેનો પ્રયાસ કરતી રહી, પરંતુ દીપડો વાછડાને પોતાના જડબાંમાં પકડીને મારી રહ્યો હતો. બાદમાં કોઈના આવવાના અવાજને સાંભળીને દીપડો પાછળના ભારે સંતાઈ ગયો હતો. ત્યાર બાદ ફરીથી દીપડાએ આવીને વાછડાને ઉઠાવીને લઈ ગયો હતો. સીસીટીવીમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી દીપડો ઘરની આસપાસ જ ફરી રહેલો જ કેદ થયો હતો.

દીપડાનો હુમલો ચિંતાનો વિષય બન્યો
સીસીટીવી ફૂટેજમાં દીપડો વાછરડાને લઈ જતો હોવાની જાણ પાડોશીઓને થઈ હતી. આ ઘટના બાદથી પડોશીઓ પણ ચિંતિત છે. અહીં રહેતા હન્ની પારીક કહે છે, છેલ્લા કેટલાક દિવસોથી દીપડો ઘણી વખત અહીં જોવા મળ્યો છે. ચિંતાનો વિષય તે છે કે હવે એ ઘરોમાં ઘૂસીને સીધો જ પશુઓ પર હુમલો કરીને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જયપુર શહેરના જવાહરનગર, ઝાલાના, ગાંધીનગરમાં પણ દીપડો ઘણી વખત નજરે પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...