તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુક યુઝર્સના ડેટા લીક:હેકરનો દાવો- 50 કરોડ લોકોના ફોન નંબર સહિત અન્ય માહિતી ઈન્ટરનેટ પર ફ્રીમાં આપી; તજજ્ઞોએ કહ્યું- યુઝર્સે આગળ પણ સાવધ રહેવું જોઈએ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ફેસબુકના 32 કરોડ વપરાશકર્તાઓ છે
  • ફેસબુક યૂઝર્સે સોશિયલ એન્જિનિયરિંગ હુમલાઓથી સતર્ક રહેવું જોઈએઃ એલન ગલ

ભારતમાં અત્યારે મોટાભાગે લોકો ડિજિટલ માધ્યમથી જોડાઈ રહ્યા છે. ઘણા સમયથી ડેટાની સેફ્ટીના મામલે વિવાદોમાં રહેલું ફેસબુક ફરીથી ચર્ચામાં આવ્યું છે. આ વખતે એક ડેટા-લીક કરનાર શખ્સે જાણ કરી હતી કે તે આશરે 50 કરોડ વપરાશકર્તાઓના ડેટાને ઈન્ટરનેટ પર ફ્રીમાં પ્રદાન કરી રહ્યો છે. જેમાં ફેસબુક વપરાશકર્તાના ફોન નંબર સહિત અન્ય ખાનગી માહિતીનો પણ સમાવેશ થાય છે.

જોકે, અત્યારસુધી સામે નથી આવ્યું કે કયા-કયા દેશોના વપરાશકર્તાઓના ડેટા લીક થયા છે અને તેમાં કેટલા પ્રકારની વિગતવાર ખાનગી માહિતીનો સમાવેશ કરાયો છે. ભારતમાં ફેસબુકના 32 કરોડ અને દુનિયાભરના 2.7 અરબ યૂઝર્સ છે.

ફેસબુક યુઝર્સના ડેટાને હેકર્સ ટાર્ગેટ કરી શકે છેઃ એલન ગલ
આ પ્રકારની લીકના આધારે ઈઝરાયલી સાયબર ક્રાઈમ ઈન્ટેલીજન્સ ફર્મ હડસન રૉકના કો-ફાઉંન્ડર એલન ગલનો અલગ અભિપ્રાય છે. તેમનું માનવું હતું કે આ એજ ફેસબુક ડેટાબેઝથી જોડાયેલા ફોન નંબરોનો સમાન સમૂહ લાગે છે કે જે જાન્યુઆરીથી ફરી રહ્યું છે અને ટેક પબ્લિકેશન મધરબોર્ડે જેનો અહેવાલ આપ્યો હતો. ગલે તે પણ કહ્યું હતું કે ફેસબુક યૂઝર્સે સોશિયલ એન્જિનિયરિંગ હુમલાઓથી સતર્ક રહેવું જોઈએ. આ પ્રકારના એટેક કરીને હેકર્સ આવનાર સમયમાં વપરાશકર્તાઓના ફોન નંબર અને ખાનગી ડેટાઓ પ્રાપ્ત કરી શકે છે.

ફેસબુકે સફાઈ આપી- જૂના ડેટાઓની યાદી છે
તાજેતરમાં લીક થયેલા ડેટા અંતર્ગત ગલે કહ્યું હતું કે મેં આમાંથી થોડાક ડેટાની માહિતીની ચકાસણી કરી હતી, જેમાંથી કેટલાક મારા ઓળખીતાઓના નંબર હતા. ગલના સિવાય અન્ય પત્રકારોએ પણ આ વાત ઉચ્ચારી હતી, પરંતુ ફેસબુકે કહ્યું હતું કે આ ડેટા અને માહિતીઓ ઘણી જૂની છે. આ એ જ કેસથી સંબંધિત ડેટા અને માહિતી છે જે ઓગસ્ટ 2019માં જ સુધારવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો