તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Oxygen Supply Stopped For 30 Minutes, Killing 11 Patients; The Position Of 35 Is Fragile

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસિકમાં મોટી દુર્ઘટના:સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાથી સપ્લાઈ 30 મિનિટ સુધી અટકી ગયો, 22 દર્દીઓના મૃત્યુ; 35ની સ્થિતિ ગંભીર

નાસિક20 દિવસ પહેલા
હોસ્પિટલમાં લગભગ અડધો કલાક સુધી ઓક્સિજન સપ્લાઈ અટકી જવાથી દર્દીઓની સ્થિતિ બગાડવા લાગી.
  • આ લીકેજ દરમિયાન 20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો
  • હાલ હોસ્પિટલની સાથે જિલ્લા પ્રશાસને પણ આ લીકેજની તપાસ શરૂ કરી

નાસિકની જાકીર હુસૈન હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજનનો સપ્લાઈ અટકી જવાથી 22 લોકોના મૃત્યુ થયા છે. કેટલાકની સ્થિતિ હાલ પણ ગંભીર છે. હોસ્પિટલના પ્રશાસનનું કહેવું છે કે ઓક્સિજન ટેન્કરમાં લીકેજને રિપેર કરવા માટે 30 મિનિટ સુધી સપ્લાઈ રોકવામાં આવ્યો હતો. જોકે દર્દીઓના સંબંધીઓનો આક્ષેપ છે કે સપ્લાઈ 30 મિનિટ નહિ પરંતુ 2 કલાક સુધી બંધ હતો. એક વ્યક્તિએ કહ્યું કે મારા પુત્રની પત્નીએ મારી સામે જ ઓક્સિજન ન મળવાના પગલે તડપી-તડપીને જીવ ગુમાવ્યો. જોકે હોસ્પિટલે આ અંગે કઈ જ કર્યું ન હતું.

બપોરે 12.30 વાગ્યે ઓક્સિજન બંધ થયો, ભાઈએ જીવ ગુમાવ્યો
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા એક વ્યક્તિના સંબંધીએ જણાવ્યું કે અમે પરિવારના સભ્યોને ગુમાવી દીધા છે. કોણ તેની જવાબદારી લેશે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ અચાનક ઓક્સિજન આવવાનો બંધ થઈ ગયો અને મારો ભાઈ તડપી-તડપીને મરી ગયો. તેને 10 દિવસ પહેલા જ દાખલ કરવામાં આવ્યો હતો. 2 કલાક સુધી ઓક્સિજન બંધ રહ્યો. ઓક્સિજન સિલિન્ડર ન હતો. જો કદાચ સિલિન્ડર હોત તો પણ મારા ભાઈનો જીવ બચી ગયો હોત.

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ખુરશીઓમાં બેસાડીને આ રીતે ઓક્સિજન અપાઈ રહ્યો છે.
સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ખુરશીઓમાં બેસાડીને આ રીતે ઓક્સિજન અપાઈ રહ્યો છે.

હોસ્પિટલમાં 238 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર
જે સમયે ઓક્સિજનનો સપ્લાઈ રોકાઈ ગયો તે સમયે 171 દર્દીઓ ઓક્સિજન પર અને 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. ઓક્સિજનનો સપ્લાઈ અટકવાથી હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ લોકોએ પોતાની આંખોની સોમે પોતાના સ્વજન ગુમાવ્યા છે.
આ લોકોએ પોતાની આંખોની સોમે પોતાના સ્વજન ગુમાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ટેન્કથી આવતા સપ્લાઈ પાઈપમાં લીકેજ થયું હતું. હાલ તેને સુધારવામાં આવ્યું છે. આ લીકેજ દરમિયાન 20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો. હાલ હોસ્પિટલની સાથે જિલ્લા પ્રશાસને પણ આ લીકેજની તપાસ શરૂ કરી દીધી છે.

ઓક્સિજન ટેન્કમાં લીકેજના રિપેરિંગ માટે જતા વર્કર્સ.
ઓક્સિજન ટેન્કમાં લીકેજના રિપેરિંગ માટે જતા વર્કર્સ.

સ્થિતિ સુધરી રહી હતી, પરંતુ ઓક્સિજન રોકાતા જ મૃત્યુ
આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું. તેના સસરાએ જણાવ્યું કે 4 દિવસ પહેલા હોસ્પિટલ લઈને આવ્યા હતા. સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો. જોકે ઓક્સિજન સપ્લાઈ રોકાતાની સાથે જ તબિયત ખરાબ થવા લાગી અને તેનું મૃત્યુ થયું.

પોતાના સ્વજનના મૃત્યુ પર આ માણસે ભાસ્કરને જણાવ્યું કે પોતાની સામે જ પોતાની વહુને તડપીને મૃત્યુ પામતી જોઈ.
પોતાના સ્વજનના મૃત્યુ પર આ માણસે ભાસ્કરને જણાવ્યું કે પોતાની સામે જ પોતાની વહુને તડપીને મૃત્યુ પામતી જોઈ.

ગુહમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે સંવેદના વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાથી થયેલી દુર્ઘટનાના સમાચાર સાંભળી દુઃખી છું. આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમની અપૂરણીય ક્ષતિ પર પોતાનું દુઃખ વ્યક્ત કરું છું. બાકી તમામ દર્દીઓની કુશળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છું.

જીવ ગુમાવનારા તમામ કોરોનાના દર્દીઓ, હવે તપાસ શરૂ
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે 11 મહિલાઓ અને 11 પુરુષો આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. તમામ કોરોના દર્દીઓ હતા. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. તેના માટે આઈએસ અધિકારી, એન્જિનિયર, એક સિનિયર ડોક્ટરની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. જેે કંપની અહીં ઓક્સિજન ભરવાનું કામ કરે છે, તે જાપાનની એક મલ્ટીનેશનલ કંપની છે અને ઘણા વર્ષોથી ઓક્સિજન સપ્લાઈ કરી રહી હતી.

ઓક્સિજનની અછતથી તડપી રહેલા એક દર્દીનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા ડોક્ટર્સ.
ઓક્સિજનની અછતથી તડપી રહેલા એક દર્દીનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા ડોક્ટર્સ.
એક દર્દીના નિધન પછી તેમના બંને પુત્રો ભાવુક થઈ ગયા હતા.
એક દર્દીના નિધન પછી તેમના બંને પુત્રો ભાવુક થઈ ગયા હતા.
ઘણા ગંભીર દર્દીઓને હોસ્પિટલની બહાર બેન્ચ પર સુવડાવવામાં આવ્યા હતા.
ઘણા ગંભીર દર્દીઓને હોસ્પિટલની બહાર બેન્ચ પર સુવડાવવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો