તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Hurriyat separatist Leaders, Who Have A Foothold In Both Milk And Yoghurt, Are No Longer Swallowing Lentils In Kashmir, Fearing A Ban

સરકારની નજરમાં:દૂધ અને દહીં બન્નેમાં પગ રાખનારા હુર્રિયત-અલગતાવાદી નેતાઓની કાશ્મીરમાં હવે દાળ ગળતી નથી,વાગી રહ્યા છે પ્રતિબંધના ભણકારા

એક મહિનો પહેલા
  • 112 જેટલા અલગતાવાદી નેતાના 210 બાળકો વિદેશમાં કરિયર ઘડી રહ્યા છે, પણ ઘાટીમાં યુવકોને હાથમાં બંદૂક-પથ્થરો માટે ઉશ્કેરતા
  • સુરક્ષા-સુવિધાના નામે વર્ષે હુર્રિયત-અલગતાવાદી નેતાઓ પાછળ થતા રૂપિયા 10 કરોડના ખર્ચને મોદી સરકાર અગાઉ જ અટકાવી ચુકી છે
  • ટેરર ફંન્ડિંગની ઘટનાઓમાં સંડોવણી બદલ અનેક નેતા વર્ષ 2017થી જેલોમાં છે બંધ

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી ત્યારબાદ અલગતાવાદીઓ અને પાકિસ્તાનના સમર્થકો પર સકંજો વધુ તંગ બની રહ્યો છે. કેન્દ્ર સરકારે વર્ષ 2019માં જ અલગતાવાદી સહિત પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામીના આશરે 150 જેટલા સભ્યો કુંડળી તૈયારી કરી લીધી હતી. પુલવામા હુમલા બાદ અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સના નેતાઓની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધેલી. હવે સરકાર કાશ્મીર ઘાટીમાં હુર્રિયત પર પ્રતિબંધ મુકવા અંગે વિચારણા કરી રહી છે. આજે આપણે હુર્રિયત શું છે તેની કામગીરી તથા તેની સ્થાપના કયા સંજોગોમાં થઈ હતી તે અંગે વાત કરશું.

આ રીતે હુર્રિયતની રચના થઈ

  • વર્ષ 1987માં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ગઠબંધન કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી. ઘાટીમાં તેમનો ખૂબ જ વિરોધ થયો. આ ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં પોતાની સરકાર બનાવી. તેના વિરોધમાં જે પક્ષો બન્યા તે મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટને ફક્ત 4 બેઠક જ મળી હતી જ્યારે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સને 40 તથા કોંગ્રેસને 26 બેઠક મળી હતી. તેમના વિરોધમાં 26 સંગઠનો સાથે 13 જુલાઈ, 1993ના રોજ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સની સ્થાપના થઈ હતી. હુર્રિયત કોન્ફરન્સનું કામ કાશ્મીર ઘાટીમાં અલગતાવાદી આંદોલનને વેગ આપવાનું હતું.
  • તેમા પાકિસ્તાન સમર્થિત અને જમાત-એ-ઈસ્લામી, JKLF તથા દુખ્તરાન-એ-મિલ્લત જેવા પ્રતિબંધિત સંગઠન પણ હતા. પીપલ્સ કોન્ફરન્સ અને મીરવાઈઝ ઉમર ફારુકની અવામી એક્શન કમિટી પણ તેનો ભાગ રહી હતી. વર્ષ 2005માં આ અલગતાવાદી સંગઠન બે ભાગોમાં વહેચાઈ ગયેલું. કટ્ટરપંથી સંગઠનનું નૈતૃત્વ સૈયદ અલી શાહ ગિલાની જ્યારે નરમપંથી જૂથનું નૈતૃત્વ મીરવાઈઝ ઉમર ફારુકને મળ્યું. કેન્દ્ર સરકારે UAPA હેઠળ વર્ષ 2019માં જમાત-એ-ઈસ્લામી અને JKLF પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

હુર્રિયતનો ઉદ્દેશ શું હતો

  • આ મહાગઠબંધનમાં ફક્ત એવા પક્ષો જ સામેલ થયેલા કે જે કાશ્મીરને ત્યાના લોકોની ઈચ્છા પ્રમાણે જનમત કરાવી એક અલગ ઓળખ આપવા ઈચ્છતા હતા.
  • અલબત તેમનું પાકિસ્તાન પ્રત્યેનું વલણ હંમેશા નરમ રહ્યું છે. આ મહાગઠબંધનના નેતાઓ અસંખ્ય વખત ભારત કરતા પાકિસ્તાન સાથે તેમના વધુ ઘનિષ્ઠ સંબંધ હોય તેવું દર્શાવી ચુક્યા હતા.
  • કાશ્મીર મુદ્દે હુર્રિયત કોંફન્સમાં એક સમાન અભિપ્રાય રહ્યો નથી. તેમા સામેલ કેટલાક નેતાઓ કાશ્મીરને ભારતથી અલગ કરી નવો દેશ બનાવવાનું સ્વપ્ન જોતા રહ્યા છે, જ્યારે કેટલાક નેતાઓ તો કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાની ઈચ્છા ધરાવતા રહ્યા છે. અલબત હુર્રિયતનું એક જૂથ એવું પણ છે કે જે કાશ્મીરને વધુ સ્વાયતતા આપવામાં આવે તેની માંગ કરે છે.
  • અનેક વખત એવી માહિતી સામે આવી ચુકી છે કે જ્યારે આ અલગતાવાદી નેતાઓના સંબંધ ઘાટીમાં સક્રિય આતંકવાદી સંગઠન સાથે રહ્યા છે. તેના અનેક સભ્યો તો એવા પણ છે કે જે અગાઉ આતંવાદી રહી ચુક્યા છે.

અનેક વખત તૂટી ચુકી છે હુર્રિયત

  • હુર્રિયત કોન્ફરન્સની સ્થાપના થયા બાદ તે અનેક વખત તૂટી ચુકી છે. વર્ષ 2003થી તેમા તૂટ થવાની શરૂઆત થયેલી. તે સમયે ભારત સરકાર સાથે વાટાઘાટ કરવાના મુદ્દે સૈય્યદ અલી શાહ ગિલાની અને મીરવાઈઝ અલગ થઈ ગયા હતા.
  • સૈય્યદનું જૂથ કોઈ પણ સંજોગોમાં ભારત સરકાર સાથે વાતચીત કરવા ઈચ્છતું ન હતું. જ્યારે મીરવાઈજ વાતચીતની તરફેણમાં હતું. મીરવાઈજ તે સમયે અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા કાશ્મીર મુદ્દે તૈયાર કરવામાં આવેલી ફોર્મ્યુલા પર વાતચીત કરવા તૈયાર હતા.

આ નેતાઓની સુરક્ષા વ્યવસ્થા પાછળ વાર્ષિક 10 કરોડ ખર્ચ થતો

  • અગાઉ માહિતી મેળવવાના અધિકાર હેઠળ થયેલી અરજીમાં જાણવા મળ્યું હતું કે કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછળ સરકાર પ્રત્યેક વર્ષ રૂપિયા 10 કરોડનો ખર્ચ કરતી હતી. તેમા સુરક્ષા તથા અન્ય સુવિધાઓનો સમાવેશ થતો હતો. તેઓ યુવકોને પથ્થરબાજી માટે ઉષ્કેરત હતા, જ્યારે તેમના સંતાનો વિદેશમાં અભ્યાસ કરતા હતા કે પછી સરકારી નોકરી કરતા હતા.
  • મીરવાઈજની સુરક્ષા પાછળ સૌથી વધારે ખર્ચ કરવામાં આવતો હતો. સરકાર પ્રત્યેક વર્ષ આશરે 5 કરોડ રૂપિયાનો કરવામાં આવતો હતો. વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી મળી હતી. અલબત મોદી સરકારે સુરક્ષા તથા અન્ય સુવિધાને સ્થગિત કરી આ જંગી ખર્ચને અટકાવી દીધો હતો.

કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓની સંપત્તિ

  • કાશ્મીરમાં અલગતાવાદને હવા આપનારા નેતાઓ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે. એક અંદાજ પ્રમાણે શબ્બીર શાહ પાસે કુલ સંપત્તિ 5 કરોડ જેટલી છે. તે એક હોટલનો માલિક પણ છે.
  • JKLFનો વડા યાસીન મલિક એક સમયે રેકડી ચલાવી ગુજરાન ચલાવતો હતો. કેટલાક અહેવાલ પ્રમાણે તેની પાસે 100 કરોડ રૂપિયાથી પણ વધારેની સંપત્તિ છે. તે શ્રીનગરમાં સૌથી મોંઘા વિસ્તારો પૈકી એક લાલ ચોકમાં સ્થાવર મિલકતો ધરાવે છે. તે શ્રીનગરની રેસિડેન્સી હોટેલનો માલિક છે.

હુર્રિયત અને અલગતાવાદીના નેતાઓના દીકરા-દીકરીઓ વિદેશમાં પણ ઘાટીમાં યુવકોને આપે છે બંદૂકો

  • કાશ્મીરના નામે રાજકારણ કરનારા હુર્રિયત અને અલગતાવાદી નેતાઓ કાશ્મીરના ભવિષ્ય વિશે ભલે જાગૃત ન હોય પણ પોતાના બાળકોના ભવિષ્યને લઈ ખૂબ જ સાવચેત છે. તેઓ કાશમીરના યુવકોને હાથમાં પુસ્તકોને બદલે બંદૂક તથા પથ્થર આપી રહ્યા છે, પણ પોતાના બાળકો વિદેશમાં સારી સ્કૂલ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો સારી રીતે સેટ થયેલા છે.
  • પ્રાપ્ત માહિતી પ્રમાણે 112 જેટલા અલગતાવાદી નેતાઓના 210 બાળકો વિદેશમાં પોતાની કેરિયર ઘડી રહ્યા છે. 14 હુર્રિયત નેતાઓના 21 દીકરા, દીકરી, બહેનો તથા સંબંધિઓ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, ઈરાન, તુર્કી, મલેશિયા અને પાકિસ્તાનમાં રહી અભ્યાસ કરી રહ્યા છે અથવા તો આરામદાયક જીવન જીવી રહ્યા છે.
  • અલગતાવાદી નેતાઓના આ બેવડા ધોરણોથી કાશ્મીરના યુવકો વાકેફ થતા ઘાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભરતી થવાનું પ્રમાણ ઘટ્યું છે.

વર્ષ 2017થી હુર્રિયતના બે જૂથના અનેક નેતા જેલમાં

  • હુર્રિયત પર પ્રતિબંધ લગાવવા માટે અનેક ઘટનાઓને સામેલ કરવામાં આવી શકે છે. તેમાં NIA તરફથી ટેરર ફંન્ડિંગને લગતા કેસમાં અનેક અલગતાવાદી નેતાઓને જેલમાં પુરવામાં આવ્યા છે.
  • વર્ષ 2017થી હુર્રિયતના બે જૂથના અનેક નેતાઓ જેલમાં છે. આ પૈકી ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદ શાહ, કારોબારી જહૂર અહેમદ વટાલી, ગિલાનીના નજીકના સહયોગી અને તહેરીક-એ-હુર્રિયતના પ્રવક્તા અયાબ અકબર, પીર સૈફુલ્લાહ, હુર્રિયત (એમ)ના પ્રવક્તા શાહિદ-ઉલ-ઈસ્લામ, મેહરાજુદ્દીન કલવાલ, નઈમ ખાન, ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેનો સમાવેશ થાય છે.
  • JK-LFના પ્રમુખ યાસીન મલિક, દુખ્તરાન-એ-મિલ્લતના પ્રમુખ આસિયા અંદ્રાબી, પાકિસ્તાન તરફી અલગતાવાદી મસરત આલમના નામથી ટેરર ફંન્ડિંગના પૂરક આરોપપત્રમાં સામાવેશ થતો હતો, જે અત્યારે જેલમાં છે.