તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Leaders' Rally Is Necessary, Cricket Is Necessary, Isn't Business And Employment Necessary?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લૂમબર્ગમાંથી...:નેતાઓની રેલી જરૂરી, ક્રિકેટ જરૂરી તો શું બિઝનેસ અને રોજગારી જરૂરી નથી?

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લૉકડાઉનની ચર્ચાथीથી ભડક્યા અનિલ અંબાણીના પુત્ર અનમોલ, નેતાઓની ટીકા કરી

અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ લૉકડાઉન મુદ્દે સોશિયલ મીડિયામાં ગુસ્સો ઠાલવ્યો છે. તેઓ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યું છે કે, લૉકડાઉનમાં પ્રોફેશનલ એક્ટર ફિલ્મ શૂટિંગ કરી શકે છે, પ્રોફેશનલ ખેલાડીઓ મોડી રાત સુધી રમી શકે છે, પ્રોફેશનલ નેતાઓ લાખોની ભીડ સાથે રેલી કરી શકે છે, પંરતુ બિઝનેસ નથી કરી શકાતો, તે જરૂરી નથી.

તેણે અન્ય એક પોસ્ટમાં કહ્યું છે કે, લૉકડાઉન આરોગ્યની સુરક્ષા માટે નહીં, પરંતુ જીવનના દરેક પાસાં પર નિયંત્રણ કરવા માટે છે. આ લૉકડાઉન આપણા સમાજ અને અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી રહ્યા છે. દહાડિયા મજૂરથી લઈને, સેલ્ફ એમ્પોઈઝ અને એસએમઈથી લઈને રેસ્ટોરન્ટ-ઢાબા, ફેશન અને ક્લોથિંગ સ્ટોર સુધી તમામ નુકસાન ભોગવી રહ્યા છે. તેના કારણે બેકારી પણ વધી રહી છે.

નાની દુકાનો બંધ થઈ રહી છે, ઈ-કોમર્સ કંપનીઓને લાભ
અનમોલ અંબાણીએ એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘લૉકડાઉનથી અસમાનતા વધી રહી છે. ઉદાહરણ તરીકે, ગલી-મહોલ્લામાં નાની કરિયાણાની દુકાનો બંધ થવાથી ઈ-કોમર્સ કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. એ કોઈ સંયોગ નથી કે, સામાન્ય લોકોના નુકસાનથી અમીરોને ફાયદો થાય છે. આ રીતે લૉકડાઉન સંપત્તિના હસ્તાંતરણને પ્રોત્સાહિત
કરે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો