બંગાળ માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર:જી-23ના આઝાદ સહિતના નેતાઓની બાદબાકી કરાઈ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મમતા બેનરજીને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ સહિત 30 નેતાઓના નામ છે. જોકે આ યાદીમાં જી-23ના એક પણ નેતાને સ્થાન અપાયું નથી. કોંગ્રેસ મોવડીમંડળથી નારાજ આ નેતાઓને છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ મહત્ત્વ આપતી નથી.

જો કે સચિન પાઇલોટ, નવજોત સિદ્ધુ, પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી, અઝહરુદ્દીન વગેરેનો સમાવેશ કરાયો છે. જ્યારે રાજ બમ્બર, ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ, મિલિન્દ દેવરા, વિરપ્પા મોઇલી, રેણુકા ચૌધરી, ભુપેન્દ્રસિંહ હુડા, મનીષ તિવારી, મુકુલ વાસનીક જેવા નેતાને સ્થાન અપાયું નથી.

મમતાને હોસ્પિટલમાંથી રજા મળી
પ. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. તેમના પગમાં ફ્રેક્ચર છે અને તેમણે વ્હિલચેરમાં બેસીને પ્રચાર કરવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...