હવે તો સભા-રેલી ટાળો:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નેતાઓ જ સપડાયાં કોરોનાની ચપેટમાં, કેજરીવાલ, મનોજ તિવારી, એકનાથ શિંદે સહિતના નેતાઓ સંક્રમિત

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે તેમ છતાં આપણાં રાજકારણીઓ બેખૌફ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા રેલી અને સભાઓ કરી રહ્યાં છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડાવતા આ નેતાઓ પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવાના હેતુસર લાખોની સંખ્યામાં લોકોને એકઠાં કરીને સભા અને રેલીઓને સંબોધે છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે રોજ હજારો લોકો સંક્રમિત બની રહ્યાં છે. તેમ છતાં મત માટે લોકોના જીવને જોખમમાં મુકતા આ નેતાઓ સુધરવાનું નામ જ નથી લેતા. ત્યારે આવા જ કેટલાંક નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં 37,379 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9765 જેટલી હતી. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો વધારો નોંધાયો હતો.11,007 લોકો સાજા થયા છે, જ્યારે 124 લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસ વધીને 1 લાખ 71 લાખ 830 થયા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી
કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોરોના સંક્રમિથ થયા છે. તેઓ પોતે ઘરમાં જ આઈસોલેટ થઈ ગયા છે
કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોરોના સંક્રમિથ થયા છે. તેઓ પોતે ઘરમાં જ આઈસોલેટ થઈ ગયા છે
ભાજપના સાંસદ મનોજ તિવારીને પણ કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને પોતે સંક્રમિત હોવાની માહિતી આપી
ભાજપના સાંસદ મનોજ તિવારીને પણ કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને પોતે સંક્રમિત હોવાની માહિતી આપી
મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે કોરોના સંક્રમિત થયા. તેમને ગાઝિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે કોરોના સંક્રમિત થયા. તેમને ગાઝિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
TMC નેતા બાબુલ સુપ્રિયો અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે
TMC નેતા બાબુલ સુપ્રિયો અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે
કન્નૌજના પૂર્વ સાંસદ ડિમ્પલ યાદવ પણ કોરોનાથી સંક્રમિત થયા છે
કન્નૌજના પૂર્વ સાંસદ ડિમ્પલ યાદવ પણ કોરોનાથી સંક્રમિત થયા છે
અન્ય સમાચારો પણ છે...