તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Leader, Arya Samaj, Kabirpanthi, Who Was A Minister In The CPM Government Of Bengal, Appeared Engrossed In Ramadhun

પ્રવાહ પલટાયો:બંગાળની CPM સરકારમાં મંત્રી રહેલા નેતા, આર્યસમાજી, કબીરપંથી રામધૂનમાં મગ્ન દેખાયા

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરયૂકાંઠે બંકિમચંદ્ર ઘોષ. - Divya Bhaskar
સરયૂકાંઠે બંકિમચંદ્ર ઘોષ.
  • મૂર્તિપૂજાનો વિરોધ કરનારા ઘણા લોકો ભૂમિપૂજનમાં પહોંચ્યા
  • સીપીએમના પૂર્વ નેતા ઘોષે કહ્યું- ઘણા સામ્યવાદીઓ રામની શરણે આવશે

અયોધ્યામાં બુધવારે રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેટલાંક ચોંકાવનારાં દ્રશ્યો જોવા મળ્યાં. કાર્યક્રમમાં રામભક્તો ઉપરાંત પશ્ચિમ બંગાળની સીપીએમ સરકારમાં મંત્રી રહેલા બંકિમચંદ્ર ઘોષ, મૂર્તિપૂજાનો વિરોધ કરનારા આર્યસમાજ અને કબીર પંથના પ્રતિનિધિ પણ પહોંચ્યા. તેઓ રામ-રામ, સીતા-રામની ધૂન પર ઝૂમતા રહ્યા. ઘોષ 40 વર્ષ સુધી સીપીએમમાં રહ્યા બાદ ગત વર્ષે ભાજપમાં જોડાયા હતા.

તેમણે કહ્યું કે માર્ક્સવાદ ગરીબોની લડાઇ લડવા માટે બરાબર હતો પણ હવે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ તે કોંગ્રેસનું સમર્થન કરવા કહે છે કે જેણે 1972 પહેલાં 14 હજાર કોમ્યુનિસ્ટ કાર્યકરોની હત્યા કરાવી. બંગાળની દરેક ગલીમાં આજે પણ તેમની બલિદાન વેદી જોવા મળે છે. ગઇ કાલનો શત્રુ આજે મિત્ર કેવી રીતે હોઇ શકે? બંગાળના કોમ્યુનિસ્ટ્સનો સીપીએમથી આ કારણથી જ મોહભંગ થઇ ગયો, કેમ કે 13 સભ્યના પોલિટ બ્યૂરોના 7 સભ્યએ જ્યોતિ બસુને એટલા માટે વડાપ્રધાન ન બનવા દીધા કે તેનાથી પક્ષનું બંગાળ એકમ ઘણું મજબૂત થઇ જાત. પક્ષે સોમનાથ ચેટરજી સાથે પણ દુર્વ્યવહાર કર્યો. આજે અમે ચૂંડી અને ગંગા નદીઓના સંગમસ્થળેથી જળ અને માટી લઇને આવ્યા છીએ. હવે ઘણા કોમ્યુનિસ્ટ રામલલ્લાના શરણમાં આવશે.

બીજી તરફ આર્યસમાજના અયોધ્યા એકમના ઉપપ્રધાન અપૂર્વ કુમારે કહ્યું કે અયોધ્યામાં એક સમયે આર્યસમાજના સંસ્થાપક દયાનંદ સરસ્વતીએ 3 મહિના રહીને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો હતો. આજે અમે સૌ અયોધ્યામાં રામમંદિર બનાવવા આહવાન કરી રહ્યા છીએ. કેટલાક કબીરપંથી સાધુઓએ કહ્યું કે ઘણી વાર નિર્ગુણ નિર્મળ ગંગાનો પ્રવાહ સગુણ સરસ્વતીમાં ભળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...