તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલંગાણામાં જાહેરમાં રસ્તા પર હત્યા:વકીલ દંપતીને કારમાંથી બહાર ખેંચીને છરી વડે હુમલો કરી કરાઇ હત્યા, હાઈકોર્ટે કહ્યું- આ સરકારના વિશ્વાસ પર સવાલ

હૈદરાબાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
હુમલાખોરોએ જાહેરમાં રસ્તા વચ્ચે જ વકીલ દંપતી પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન નજીક ઉભેલા લોકો વીડિયો બનાવતા રહ્યા અને સમગ્ર ઘટનાને જોતાં રહ્યા હતા. વકીલ દંપતી (ઇન્સેટ) - Divya Bhaskar
હુમલાખોરોએ જાહેરમાં રસ્તા વચ્ચે જ વકીલ દંપતી પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન નજીક ઉભેલા લોકો વીડિયો બનાવતા રહ્યા અને સમગ્ર ઘટનાને જોતાં રહ્યા હતા. વકીલ દંપતી (ઇન્સેટ)

તેલંગાણા હાઈકોર્ટે આ મામલાને ધ્યાનમાં લેતાં સરકારના વિશ્વાસ પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ જલ્દીથી આરોપીની ધરપકડ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ ઘટના રસ્તાની વચ્ચે જ બની હતી. તે દરમિયાન લોકો ઊભા ઊભા સમગ્ર તમાશો જોઈ રહ્યા હતા. સરકારી બસો પણ ત્યાંથી પસાર થતી જોવા મળે છે, પરંતુ કોઈએ પણ આ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

હૈદરાબાદથી ઘરે પરત ફરી રહ્યા હતા પતિ અને પત્ની
પોલીસે જણાવ્યુ હતું કે પેદાપલ્લી જિલ્લાના મંથની વિસ્તારમાં રહેતાં ગટ્ટુ વામનરાવ અને તેની પત્ની વેંકટ નાગમણિ તેલંગાણા હાઇકોર્ટમાં વકીલ હતા. વકીલ દંપતી પોતાની કારથી તેઓ બુધવારે હૈદરાબાદથી મંથની જઈ રહ્યા હતા. કારનો ડ્રાઈવર કાર ચલાવતો હતો. બપોરે લગભગ અઢી વાગે રામગિરિ મંડળ ગામ નજીક તેમની કારને કેટલાક અજાણ્યા લોકોએ અટકાવી હતી અને છરીના અનેક ઘા ઝીંકીને હુમલો કર્યો હતો. આ ઘાતકી હુમલામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મૃતક ગટ્ટુ વામનરાવ અને તેની પત્ની વેંકટ નાગમણિ તેલંગાણા હાઇકોર્ટમાં વકીલ હતા. ફાઇલ
મૃતક ગટ્ટુ વામનરાવ અને તેની પત્ની વેંકટ નાગમણિ તેલંગાણા હાઇકોર્ટમાં વકીલ હતા. ફાઇલ

આ ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો
આ ડબલ મર્ડરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આમાં, આ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલ ફોનથી શૂટ કરી છે. વીડિયોમાં વામનરાવ રસ્તા પર લોહીથી લથબથ પડેલા જોવા મળી રહયા છે. જ્યારે મહિલા પણ જીંદગી અને મોત વચ્ચે તડપી રહેલા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં રાવ દંપતી સ્થાનિકો સમક્ષ તેમની ઓળખ જાહેર કરતા અને હુમલો કરનારાઓને લગતા પ્રશ્નોના જવાબ આપતા જોવા મળી રહ્યા છે. તેઓ કુંટા શ્રીનિવાસને આરોપી જણાવી રહ્યા છે જે શાસક તેલંગણા રાષ્ટ્ર સમિતિના સભ્ય જણાવવામાં આવી રહ્યા છે. બાદમાં આ દંપતીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું.

હાઈકોર્ટે કહ્યું- પુરાવા-સાક્ષીઓ જલ્દીથી એકત્રીત કરો
તેલંગાણા હાઈકોર્ટે કહ્યું છે કે વકીલોની હત્યા સરકારના વિશ્વાસ પર સવાલો ઉભા કરે છે. આરોપીને જલ્દીથી પકડવો જોઇએ. કોઈ પણ ભય વિના પુરાવા અને સાક્ષી એકત્રીત કરવામાં આવે. કોર્ટે આ કેસને 1 માર્ચ સુધી મુલતવી રાખ્યો છે.

દંપતીએ હાલમાં જ રાજ્યના ચીફ જસ્ટિસ સામે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવતાં પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યુ હતું. જ્યારે, હાટયા બાદ તેલંગાણા બાર એસોશિએશને ગુરુવારે કોર્ટનો બહિષ્કાર કર્યો હતો. તેમણે કોર્ટ સામે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ હત્યા કેસની તપાસ સિંગલ જજ સમક્ષ કરવવાની માંગ કરી હતી.

પોલીસના હાથે લાગો ઓડિયો ક્લિપ, મંદિર તૂટ્યું તો વામન રાવ નહીં બચે
પોલીસે મૃતક વામનરાવના ડ્રાઇવરની પૂછપરછ કર્યા બાદ આરોપી કુંટા શ્રીનિવાસની એક ઓડિઓ ક્લિપ મેળવી લીધી છે. જેમાં તે કહી રહ્યા છે, 'જો મંદિર તૂટી ગયું તો વામનરાવ નહીં બચે. પોલીસે જણાવ્યું હતું કે ગુંજપડુગુ ગામના પૂર્વ એમપીટીસી કુંટા શ્રીનિવાસ પર ભૂતકાળમાં ઘણી વખત કબજો અને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો