પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની લોરેન્સ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ અંગે ગેંગસ્ટર લોરેન્સના ભાણેજ સચિન બિશ્નોઈએ દાવો કર્યો છે કે મેં આ હત્યા કરી છે. તેણે કહ્યું, 'મેં જાતે જ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી હતી.' પોતાને સચિન બિશ્નોઈ કહેનારા એક શખસે વર્ચ્યુઅલ આઈડી દ્વારા એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો. તેણે કહ્યું કે અમે મોહાલીમાં વિકી મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો છે. પહેલા તેણે પોતાને સચિન થાપન ગણાવ્યો. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે શું સચિન બિશ્નોઈ બોલી રહ્યા છે તો તેમણે હા પાડી. તેણે કહ્યું કે ગેંગસ્ટર મારો આદર્શ અને મામા છે. જોકે, હત્યાનો દાવો કરનારા સચિન બિશ્નોઈએ મૂસેવાલાને માર્યો છે એની પુષ્ટિ થઈ શકી નથી.
હત્યાના દાવેદારની સંપૂર્ણ વાતચીત
ધમકી આપનારને કહો, ક્યાં આવું?
સચિને કહ્યું કે જેઓ અમને ધમકી આપી રહ્યા છે, જેઓ કહી રહ્યા છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યાનો બદલો લેશે, તે કહો અમે ક્યાં આવીએ? કરવા વાળા બોલતા નથી. જ્યારે સચિનને આગામી ટાર્ગેટ વિશે પૂછવામાં આવ્યું તો સચિને કહ્યું કે તેના વિશે ટૂંક સમયમાં જ ખબર પડશે. સચિને કહ્યું કે તેણે 2 દિવસમાં મનકીરત ઔલખને મારવાની વાત કરી હતી, પરંતુ કંઈ કરી શક્યો નહીં. તેઓ જે ધમકીઓ આપી રહ્યા છે, તેમાંથી એકનું મૃત્યુ થશે.
એન્કાઉન્ટરથી ભયભીત લોરેન્સને પંજાબ આવવું પડશે, HCએ અરજી ફગાવી
ગેંગસ્ટર લોરેન્સને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેને તેના પ્રોડક્શન વોરંટ પર પંજાબ ન લાવવાની અરજીને ફગાવી દીધી હતી. લોરેન્સે કહ્યું કે પંજાબ પોલીસ તેને પંજાબ લાવી શકે છે અને એન્કાઉન્ટર કરી શકે છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પંજાબના એડવોકેટ જનરલે કહ્યું કે લોરેન્સનું નામ FIRમાં પણ નથી.
પંજાબ પોલીસે પ્રોડક્શન વોરંટ માંગ્યું નથી. તેના પર હાઈકોર્ટે કહ્યું કે લોરેન્સની અરજી પરિપક્વ નથી. હાલમાં રેકોર્ડ પર કંઈ નથી, તેથી આવી અરજીનો કોઈ આધાર નથી. અત્યારે લોરેન્સ 5 દિવસના રિમાન્ડ પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પાસે છે. તેના રિમાન્ડ પૂરા થતાં જ તે પંજાબ પોલીસ કોર્ટને તેના પ્રોડક્શન વોરંટ માટે પૂછશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.