ભાસ્કર ઈનસાઈટ:લૉરેન્સની ખંડણી માટે કેનેડાથી ધમકી, પૈસા ના મળે તો દુબઈથી સોપારી, ઓસ્ટ્રિયામાં વસૂલાતના પૈસા ભેગા કરે છે

ચંદિગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021થી તિહાર જેલમાં હોવા છતાં લૉરેન્સ કંપનીની જેમ ગેંગ ઓપરેટ કરે છે

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની શંકાસ્પદ સંડોવણીના અહેવાલો પછી તેની ગેંગની ચર્ચા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંડીગઢ અને દિલ્હીમાં હત્યા, ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને શસ્ત્રોનું નેટવર્ક ચલાવનારો લૉરેન્સ બિશ્નોઈ તિહાર જેલમાંથી તેની ગેંગ ઓપરેટ કરી રહ્યો છે. તેનો શૂટર સંપત નહેરાની મદદથી લૉરેન્સ બિશ્નોઈ ટાર્ગેટનું નામ જણાવે છે.

ઓસ્ટ્રિયામાં બેઠેલો તેનો ભાઈ અનમોલ અને કેનેડા સ્થિત તેનો સાથીદાર સતિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ ખંડણી માટે કૉલ કરે છે. જો રૂપિયા ના મળે તો દુબઈમાં બેઠેલો સચિન થાપન ઉર્ફે બિશ્નોઈ શૂટર મોકલીને ફાયરિંગ કે હત્યાનું કામ કરે છે. આ માટે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં તેની ગેંગના 70 શૂટર છે, જ્યારે એટલા જ લોકો જેલોમાં બંધ છે.

રાજસ્થાન, હરિયાણા તેમજ પંજાબના શૂટર્સની કુંડળી

  • હરિયાણાનો નિવાસી રોહિત ખોડ હરિયાણા તેમજ દિલ્હીમાં વસૂલી કરાવે છે.
  • રાજસ્થાનના બીકાનેરમાં રોહિત ગોદારા, ગંગાનગરમાં આશિષ બિશ્નોઇ અને જેક, ુ તેમજ તેનો સાથી ખંડણીના નેટવર્કમાં સંડોવાયેલા છે.
  • પંજાબના અબોહરનો રહેવાસી સચિન દુબઇમાં છે. તે મર્ડર માટે ગેંગ ઓપરેટ કરે છે. શૂટર્સને મર્ડરના ઓર્ડર આપે છે.

ખંડણીનો પૈસો અફીણ અને દારૂના ધંધામાં લગાડે છે

  • ગેંગને ખંડણીથી મોટા પાયે પૈસા મળે છે. તેની વસૂલી હરિયાણા, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન અને દિલ્હીમાં થાય છે.
  • વસૂલી કરવા માટે બિઝનેસમેન, મ્યૂઝિક-ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અને કબડ્ડી ખેલાડીઓને પણ નિશાન બનાવાય છે.
  • લૉરેન્સે 7 વર્ષમાં ડ્રગ્સનું ઇન્ટરનેશનલ નેટવર્ક પણ બનાવ્યું છે. મેક્સિકોમાં ડ્રગ તસ્કરોનું પણ નેટવર્ક ધરાવે છે.

12 વર્ષ પહેલા થઇ હતી પહેલી FIR: અબોહરના પોલીસ સ્ટેશન બહાવવાલામાં દૂતરવાલી રહેવાસી લૉરેન્સ બિશ્નોઇ પર 2010માં ચૂંટણી દરમિયાન ફાયરિંગના આરોપમાં પહેલી FIR દાખલ કરાઇ હતી. ત્યારે તે 19 વર્ષનો હતો.

અન્ય સમાચારો પણ છે...