તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Law To Bring Assam Amidst 'love Jihad' Debate: Bride And Groom Have To Disclose Religion, Income

‘લવ-જેહાદ’ સામે વધુ એક રાજ્ય:‘લવ-જેહાદ’ની ચર્ચા વચ્ચે આસામ લાવશે કાયદોઃ વર-વધૂએ ધર્મ, આવકની કરવી પડશે સ્પષ્ટતા

ગુવાહાટી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તારૂઢ ભાજપનું આ પગલું આસામમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ આવ્યું છે

આસામ એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના અંતર્ગત વર અને વધૂએ બંનેએ લગ્નના એક મહિના અગાઉ અધિકૃત દસ્તાવેજોમાં પોતાનાં ધર્મ અને આવકની ઘોષણા કરવી ફરજિયાત બનશે. એવા સમયે જ્યારે ભાજપશાસિત અનેક રાજ્યોમાં ‘લવ-જેહાદ’ પર નિયંત્રણ માટે કાયદો લાવવામાં આવી રહ્યો છે, ત્યારે આસામ સરકારે કહ્યું છે કે આ કાયદાનો ઉદ્દેશ આપણી બહેનોને સશક્ત બનાવવાનો છે. સત્તારૂઢ ભાજપનું આ પગલું આસામમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ આવ્યું છે.

પાર્ટી આ ચૂંટણીમાં જીતના વિશ્વાસથી ભરપૂર છે. રાજ્યના મંત્રી હિમાંતા બિસ્વ સરમાએ કહ્યું હતું કે તેમની સરકારનો કાયદો સંપૂર્ણપણે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના જેવો નહીં હોય, પરંતુ એને મળતો આવતો જરૂર હશે.

સરમાએ કહ્યું, ‘આસામનો કાયદો ‘લવ-જેહાદ’ની વિરુદ્ધ નથી
સરમાએ કહ્યું, ‘આસામનો કાયદો ‘લવ-જેહાદ’ની વિરુદ્ધ નથી. તેમાં તમામ ધર્મ સામેલ થશે અને આ પારદર્શિતા લાવીને આપણી બહેનોને સશક્ત બનાવવાનું કામ કરશે. તેમાં કેવળ ધર્મનો જ નહીં, પણ આવકના સ્ત્રોતની પણ સ્પષ્ટતા કરવાની જરૂરિયાત રહેશે. પરિવારની સંપૂર્ણ વિગત, શિક્ષણ વગેરે. અનેકવાર, એટલે સુધી કે એક જ ધર્મના લગ્નોમાં પણ અમે જોયું છે કે યુવતીને પછી ખબર પડે છે કે તેનો પતિ ગેરકાયદે ધંધામાં સંડોવાયેલો છે.

કાયદામાં યુપી અને મધ્યપ્રદેશના કાયદાની અમુક બાબતો સામેલ
તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં પુરુષ અને મહિલાને લગ્નના એક મહિના અગાઉ સરકારની તરફથી અપાયેલા ફોર્મમાં પોતાની આવકનો સ્ત્રોત, વ્યવસાય, સ્થાનિક રહેઠાણ અને ધર્મની સ્પષ્ટતા કરવાની રહેશે. આમ કરવામાં નિષ્ફળ રહ્યા તો કાયદેસર કાર્યવાહી થશે. તેમણે કહ્યું હતું કે અમારો કાયદો મહિલાને સશક્ત બનાવવાનું કામ કરશે, તેમાં યુપી અને મધ્યપ્રદેશના કાયદાની કેટલીક બાબતો સામેલ હશે.

અન્ય સમાચારો પણ છે...