પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિદ્ધુએ મંગળવારે ફરી રાજકીય વાતાવરણને ગરમ કરી દીધું હતું. કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટો અગાઉ સિદ્ધુએ ચંડીગઢમાં પોતાનું પંજાબ મોડલ લોંચ કરી દીધું છે. એટલું જ નહીં, સિદ્ધુએ કોંગ્રેસને પણ ચેતવણી આપી દીધી કે કોઈના પર પણ તેમના રાજકીય ભવિષ્યનો આધાર નથી. તેઓ કોઈ જ પ્રકારની બાંધછોડ કરશે નહીં. સિદ્ધુએ કહ્યું કે પાર્ટીના જનરલ સેક્રેટરી સાથે વાત કર્યાં બાદ જ આ બધુ કહેવામાં આવ્યું છે.
સિદ્ધુની આજની વાતમાં એ બાબત પણ મહત્વની હતી કે તેમના પંજાબ મોડલવાળા પોસ્ટરમાં CM ચરણજીત ચન્નીની તસવીર પણ ગૂમ હતી. ફક્ત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ તેમા દેખાય છે. સિદ્ધુએ ત્યાં સુધી કહી દીધુ કે પંજાબ કોઈ એકનું નથીય પંજાબના CM કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં પણ લોકો નક્કી કરશે.
સિદ્ધુનું પંજાબ મોડલ
પંજાબ સ્ટેટ લિકર કોર્પોરેશનઃ શરાબને GSTથી બહાર છે. તેની ઉપર VAT લગાવનાર વધારે આવક મેળવી રહ્યા છે. જેમ કે તામિલનાડુ રૂપિયા 37 હજાર કરોડની કમાણી કરી રહ્યું છે, જ્યારે શરાબનો વપરાશ પંજાબ કરતા અડધો છે. તે કોર્પોરેશન એક્સાઈઝ લીકેજને અટકાવશે. ગેરકાયદેસર વેચાણ બંધ થશે. શરાબ વેટના કાર્યક્ષેત્રમાં આવશે. શરાબ માટે સરકારી શોપ ખુલશે.
પંજાબ સ્ટેટ રેત માઈનિંગ કોર્પોરેશનઃ સરકારી સ્ટોકયાર્ડ તૈયાર થશે. 14 જિલ્લમાં 102 માઈનિંગ સાઈટ છે. સરકાર પોતે રેત ઉત્ખનનનું વેચાણ કરશે. તેલંગાણાના મોડલ પર કામ કરશે. તેનાથી રૂપિયા 3 હજાર કરોડની આવક થશે.
પંજાબ સ્ટેટ કેબલ રેગ્યુલેટરી કમિશનઃ પંજાબમાં 2 કરોડ ટીવી સેટ છે. કેબલ પર કોઈ એકનો અધિકાર નહીં હોય. કમિશન મારફતે કોમ્પિટીશન ઉભી કરાશે. તેનાથી 400ના કેબલ 200 રૂપિયામાં મળશે. તેનાથી 3થી 5 હજાર કરોડની આવક થશે.
ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનઃ બસોનું ઈમ્પાઉન્ડ કરવાથી કંઈ જ થશે નહીં. પોલિસી વગર માફિયા આ ક્ષેત્રમાંથી બહાર નહીં થાય. બહારના રાજ્યોના રુટ પર સરકારી બસ ચાલશે. ટાઈમ ટેબલ ડિજીટલ હશે. તેનાથી દોઢ હજાર કરોડની કમાણી થશે.
આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ રેગ્યુલેશનઃ સિદ્ધુએ કહ્યું કે એડવર્ટાઈઝમેન્ટ રેગ્યુલેશનથી એક હજાર કરોડની કમાણી થઈ શકે છે, પણ અત્યારે તે ખાનગી ક્ષેત્ર પાસે છે.
કેપ્ટનના ચૂંટણી ચિન્હ અંગે મજાક- તેઓ પોતે જ ગોળ થઈ ગયા છે
સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હ અંગે પણ મજાક કરી છે. સિદ્ધુએ કહ્યું કે કેપ્ટન પોતે ગોળ થઈ ચુક્યા છે. ફિરોજપુરમાં કેપ્ટને ખાલી ખુરશીઓને સંબોધન કર્યું. તેઓ પોતે હલી શકે તેમ નથી તો હોકીમાં શું ગોલ કરશે?
ચન્ની પર નિશાન સાધવાથી પણ સિદ્ધુ ચૂક્યા નહીં
સિદ્ધુએ CM ચરણજીત ચન્ની પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ કહ્યું કે કેબલ સસ્તા કરી દેશે, પણ અન્ય કંઈ નહીં. CM ચન્નીએ રૂપિયા 100માં કેબલ આપવાની જાહેરાત કરી હતી. સિદ્ધુએ વધુમાં કહ્યું કે ટીવી પર દરેક લાઈવ હશે. એવું નહીં હોય કે વિધાનસભામાં એક બોલે છે તો તેને જ જોવામાં આવે છે, જ્યારે બીજી વ્યક્તિ બોલે છે ત્યારે લાઈટ જતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.