તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Launch Of Gaganyan Mission Will Be Delayed By One Year, ISRO Starts Work For Chandrayaan 3 And Shukrayan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું માનવ મિશનને ગ્રહણ લાગ્યુ:ગગનયાન મિશનનું લોંચિંગમાં એક વર્ષનો વિલંબ થશે, ISROએ ચંદ્રયાન-3 અને શુક્રયાન માટે કામ શરૂ કર્યું

બેંગ્લુરુ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ISROના વડા ડો. કે સિવને સોમવારે કોરોના મહામારીને લીધે ગગનયાન મિશનના લોંચિંગમાં વિલંબ થવા અંગે માહિતી આપી હતી-ફાઈલ ફોટો - Divya Bhaskar
ISROના વડા ડો. કે સિવને સોમવારે કોરોના મહામારીને લીધે ગગનયાન મિશનના લોંચિંગમાં વિલંબ થવા અંગે માહિતી આપી હતી-ફાઈલ ફોટો

કોરોના મહામારીની અસર ભારતના સૌ પ્રથમ માનવ મિશન ગગનયાન પર પણ થઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા ડો.કે.સિવને સોમવારે કહ્યું હતું કે હવે માનવ મિશનના લોંચિંગમાં નિયત સમય કરતા એક વર્ષનો વિલંબ થશે. ગગનયાન મિશનનું લોંચિંગ હવે આગામી વર્ષના અંત ભાગ સુધીમાં અથવા તેના એક વર્ષ બાદ થવાની શક્યતા છે. જોકે, આ અગાઉ બે માનવ રહિત સ્પેસક્રાફ્ટ મોકલવામાં આવશે.

ISOએ 1લી ડિસેમ્બર,2021 સુધીમાં ગગનયાન મિશન મોકલવાની વાત કહી હતી. ત્યારે માનવ રહિત મિશન માટે ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021નો સમય નક્કી કર્યો હતો. જોકે, હવે આ બન્ને મિશનના લોંચિંગમાં વિલંબ થઈ શકે છે.

ચંદ્રયાન-3 અને શુક્રયાન પર કામ ચાલી રહ્યું છે
સિવને કહ્યું કે ISROએ ચંદ્રયાન-3 મિશન પર પણ કામ શરૂ કરી દીધુ છે. તે માટે લેન્ડર અને રોવર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, હજુ આ મિશનની લોંચિંગ તારીખ નક્કી કરવામાં આવી નથી. શુક્ર ગ્રહ પર મોકલવામાં આવનારા શુક્રયાન મિશનની તૈયારી ચાલી રહી છે, જોકે તે માટે ઉપયોગમાં લેવામાં આવતા પેલોડ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મિશન અંતર્ગત અંતરિક્ષ સાથે જોડાયેલા 20 એક્સપેરિમેન્ટની યોજના છે.

ગગનયાન યોજના પાછળ રૂપિયા 10 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે
ગગનયાન મિશનની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ,2018ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે કહી હતી. મિશન પાછળ આશરે રૂપિયા 10 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ માટે વર્ષ 2018માં યુનિયન કેબિનેટે મંજૂરી આપી હતી. ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ ભારતીય વૈજ્ઞાનિક મોકલવામાં આવશે, જે 7 દિવસ અંતરિક્ષમાં રહેશે. તેને રશિયાના સ્પેસ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી રહી છે. ISO એ રશિયાની અંતરિક્ષ એજન્સી ગ્લોવકોસ્મોસ સાથે સમજૂતી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો