તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Late Night Gas Leak At Chemical Plant, Evacuation Of Villages In 3 Km Area, 11 Deaths So Far Including 2 Children

વિશાખાપટ્ટનમમાં દુર્ઘટના:કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

વિશાખાપટ્ટનમ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલજી કેમિકલ કંપનીમાંથી સ્ટાઇરીન ગેસ લીક થયો, 300થી વધુ લોકો હોસ્પિટલોમાં, 20 વેન્ટિલેટર પર
 • એલજી ફેક્ટરીમાં 5 કિમીના વિસ્તારમાં 5 ગામ પ્રભાવિત, કેન્દ્રએ કહ્યું હજારો લોકો ગેસની ઝપેટમાં આવ્યા
 • જીવ બચાવવા ભાગતા બે લોકોના બેભાન થઇ બોરવેલમાં પડતા મોત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે વહેલી પરોઢે 3 વાગ્યે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઇ. એલજી પોલિમરના પ્લાન્ટમાંથી સ્ટાઇરીન ગેસ મોટા પ્રમાણમાં લીક થયો. તેની અસરથી 8 વર્ષના બાળક સહિત 11 લોકોનાં મોત થયાં. 300થી વધુ લોકો હોસ્પિટલોમાં દાખલ છે. 20 લોકો વેન્ટિલેટર સપોર્ટ પર છે. પ્લાન્ટની ફરતે 5 કિ.મી.ની હદમાં આવતાં 5 ગામના હજારો લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, શરીર પર ચકામા અને ઊબકા આવવા જેવી તકલીફો છે. સ્ટાઇરીન ગેસ સિન્થેટિક રબર અને રેઝિન બનાવવામાં વપરાય છે. રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગેસ લીકેજથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સવારના સમયે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયાં હતા. એલજી કેમિકલે કહ્યું કે પ્લાન્ટમાં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ગેસ લીક કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે એક હજાર જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેતા 200-250 પરિવારના 500થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. વડાપ્રધાને આંધ્રના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.

ઘટના બાદ પ્લાન્ટની સાઇરન વાગી નહીં, અંદર હાજર 20 કર્મી સુરક્ષિત
ગેસ લીકના સમયે કેટલાક કર્મચારી પ્લાન્ટને ફરી ખોલવાની તૈયારી કરી રહ્યા હતા. લૉકડાઉનને કારણે 40 દિવસથી બંધ પ્લાન્ટ ગુરુવારે ખોલવાનું હતું. સૂત્રો મુજબ ઘટના બાદ ફેકટરીની સાઇરન વાગી નહીં. તેનાથી ખતરો સમજી બચાવના ઉપાયો કરવામાં સમય લાગી ગયો. જોકે પ્લાન્ટમાં હાજર 20 કર્મી પ્રોટોકોલ જાણતા હોવાથી સમયસર તેમણે બચાવનાં પગલાં લેતા બચી ગયા. અધિકારીઓ મુજબ પ્લાન્ટમાં સ્ટાઇરીનની બે ટેન્ક છે. એકમાં 1800 કિલોલીટર કેમિકલ હતું, તેનાથી જ ગેસ લીક થયો હતો. આ પ્લાન્ટ 1970માં સ્થાપિત કરાયો હતો. ત્યારે તેનું નામ ‘હિન્દુસ્તાન પોલિમર’હતું અને વિજય માલ્યાની માલિકીનો હતો. પછી 1997માં દક્ષિણ કોરિયન કંપની એલજી પોલિમર્સે તેનો કબજો મેળવ્યો હતો.

ભાસ્કર લાઇવઃ માણસોની સાથે હજારો પશુ-પક્ષી પણ નિર્જીવ પડ્યાં હતાં, પ્લાન્ટની આસપાસનાં વૃક્ષો-છોડ પણ સૂકાઇ ગયાં
આર. આર. વેંકટપુરમ ગામમાં આવેલી કંપની એલજી પોલિમરમાંથી વહેલી પરોઢે ત્રણેક વાગ્યે ગેસ લિકેજ શરૂ થયું. ત્યારે મોટા ભાગના લોકો સૂતા હતા પણ ગેસની અસરથી ધીમે-ધીમે લોકોને શ્વાસ ચઢવો, આંખોમાં બળતરા થવી અને ચક્કર આવવા જેવી તકલીફો થવા લાગી. ઘણા લોકો તો ઊંઘમાં જ બેભાન થઇ ગયા. ગામના વી. રામાકૃષ્ણાએ જણાવ્યું કે જેમની ઊંઘ ઊડી તેમને કોઇ દુર્ઘટનાનો અહેસાસ થઇ ગયો હતો. જીવ બચાવવા લોકો ઘરોમાંથી બહાર ભાગ્યા પણ મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો બેભાન થઇને ઠેર-ઠેર પડતાં રહ્યાં. કોઇના મોંઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું, કોઇ તડપતું હતું. ઠેર-ઠેર હજારો પશુ-પક્ષી પણ નિર્જીવ પડ્યાં હતાં. ગેસની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો-છોડ પણ સૂકાઇ ગયાં. ગામથી દૂર ભાગતા બે લોકો દોડતાં-દોડતાં બેભાન થઇને બોરવેલમાં પડી ગયા. બાદમાં બંનેના મોત થયાં. લોકોને બચાવવા પહોંચેલા ઘણા પોલીસકર્મી પણ ગેસની અસરથી બેભાન થઇ ગયા. બાદમાં અસરગ્રસ્તોને ઓટોરિક્ષા, ટુ-વ્હીલરમાં કે ઊંચકીને હોસ્પિટલોમાં ખસેડાયા. હોસ્પિટલોમાં અફડાતફડીનો માહોલ હતો. માતા-પિતા તેમનાં સંતાનોને શોધતા ચિંતાતુર દેખાયા. ગામના રહેવાસી એસ. અપ્પારાવે કહ્યું કે ગેસ લીકેજની આ ઘટનાએ ભોપાલ ગેસ હોનારતની ભયાનકતા તાજી કરી દીધી. તે હોનારતમાં સાડા ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં અને હજારો લોકો વિકલાંગ થઇ ગયા હતા.

મૃતકોના આશ્રિતોને આંધ્ર સરકાર રૂ.1-1 કરોડ આપશે, તપાસ માટે કમિટી રચાઇ

 • આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ મૃતકોના આશ્રિતોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વેન્ટિલેટર પર રખાયેલા લોકોને 10-10 લાખ રૂપિયા અને હોસ્પિટલમાં દાખલ અન્ય લોકોને 1-1 લાખ રૂપિયા અપાશે. ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પણ કરાઇ છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરજન્સી બેઠક બોલાવી એનડીએમએ અને અન્ય સંબંધિત અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયની સ્થિતિ પર નજર છે.
 • આંધ્રપ્રદેશના ડીજીપી ગૌતમ ડી. સવાંગે ક્હ્યું કે લીક અટકાવી દેવાયું છે અને સ્થિતિ કાબૂમાં છે. તેમણે કહ્યું કે સ્ટાઇરીન ઝેરી ગેસ નથી. વધુ પડતું સૂંઘાઇ જવાથી જ મોત થાય છે.
 • કેન્દ્ર સરકારે કહ્યું કે 1000 લોકોને ગેસની અસર થઇ છે. એનડીએમએ સભ્ય કમલ કિશોરે કહ્યું કે 3 કિમીના ક્ષેત્રમાં રહેતા 200-250 પરિવારોના 500થી વધુ લોકોને સુરક્ષિત હટાવી લેવાયા છે.

અપડેટ

 • મૃતકોમાં આંધ્ર મેડિકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
ગેસ લીકમાં આંધ્ર મેડિકલ કોલેજના વિદ્યાર્થી ચંદ્રમૌલિનું મોત થયું
ગેસ લીકમાં આંધ્ર મેડિકલ કોલેજના વિદ્યાર્થી ચંદ્રમૌલિનું મોત થયું
 • જે લોકો વેન્ટીલેટર પર છે, તેમના માટે આંધ્ર પ્રદેશ સરકાર તરફથી કુલ 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે
 • એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પુણેથી એક્સપર્ટની ટીમ વિશાખાપટ્ટનમ પહોંચશે
 • આ ટીમ કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર ઘટનાના એક્સપર્ટ છે
 • કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે ઘટનાથી લોકોના આરોગ્ય પર અત્યારે અને ભવિષ્યમાં થનારી અસરને જોતા રાહત માટે વ્યવસ્થા કરવામા આવશે
 • ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આરોગે કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો