તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Large Number Of Weddings, Leftover Holidays Are Likely To Boost Tourism In The New Year, Domestic Tourism Increased By 25% Per Month After Unlock

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુરિઝમમાં વધારો:મોટી સંખ્યામાં લગ્નો, બચેલી રજાઓથી નવા વર્ષે ટૂરિઝમને બૂસ્ટ મળવાની શક્યતા, અનલૉક પછી દર મહિને ઘરેલુ પ્રવાસન 25%ની વધ્યું

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: ધર્મેન્દ્રસિંહ ભદૌરિયા
 • કૉપી લિંક
અત્યારે પરિવારના બદલે કપલ બુકિંગમાં વધારો જોવા મળ્યો છે - Divya Bhaskar
અત્યારે પરિવારના બદલે કપલ બુકિંગમાં વધારો જોવા મળ્યો છે

ક્રિસમસ અને નવા વર્ષે દેશના પ્રવાસન સ્થળો ફરીથી પ્રવાસીઓથી ઉભરાવા લાગ્યા છે. હોટલ અને ટ્રાવેલનું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયું છે. એસઓટીસી ટ્રાવેલના પ્રેસિડન્ટ એન્ડ કન્ટ્રી હોડ (લેજર) ડેનિયલ ડિસોઝા જણાવે છે કે, ઘરેલુ બૂકિંગ અને ક્વેરી 30% વધી છે. ઓફબીટ પ્લેસ અને વાઈલ્ડલાઈફ ટૂર્સ પણ વધી રહી છે. આગામી દિવસોમાં તેમાં તેજી આવી શકે છે. લૉકડાઉનને લીધે પ્રોફેશનલ્સ માટે આ વર્ષ પડકારજનક અને તણાવપૂર્ણ રહ્યું છે, એટલે તેઓ હવે પોતાની બચેલી રજાઓ પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માગે છે.

કપલ બુકિંગમાં વધારો થયો
લૉકડાઉનને લીધે લોકોને પોતાના હનિમૂન પણ સ્થગિત કરવા પડ્યા હતા. આ સિઝનમાં પણ ઢગલાબંધ લગ્ન થયા છે. હવે આ કપલ બહાર નિકળી રહ્યા છે. 67 દેશોના સંગઠન યુનાઈટેડ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશનના પ્રેસિડન્ટ સુનીલ કુમાર કહે છે કે, અત્યારે પરિવારના બદલે કપલ વધુ બૂકિંગ કરાવી રહ્યા છે.

ક્રિસમસ અને ન્યૂ યરમાં ટુરિસ્ટ વધશે
થોમસ કૂક ઈન્ડિયાના પ્રેસિડન્ટ એન્ડ કન્ટ્રી હેડ (હોલીડેઝ, વીઝા) રાજીવ કાલે કહે છે કે, 2019થી વિરુદ્ધ આ વખતે ઘરેલુ પ્રવાસ નાનો થયો છે. જે 5-7ના બદલે ત્રણ-ચાર રાતનો થયો છે. દુબઈ અને માલદીવ આવી મુસાફરી માટે સારા છે. દેશમાં હોટલ વગેરેના બૂકિંગની પુછપરછ વદી છે. મેકમાય ટ્રિપના સીઈઓ વિપુલ પ્રકાશે કહ્યું કે, અમારા ટ્રેન્ડ મુજબ દર મહિને ઘરેલુ ડેસ્ટિનેશનનું બૂકિંગ 25% વધી રહ્યું છે અને આશા છે કે ક્રિસમસ અને ન્યૂ યરમાં વધશે.

ડૉક્ટર અને કોવિડ ઈન્શ્યોરન્સની ઓફર

 • ટ્રાવેલ કંપનીઓ આકર્ષક ઓફર આપી રહી છે. હોસ્પિલ સાથે કરાર અંતર્ગત 24 કલાક કોલ પર ડૉક્ટર ઉપલબ્ધ રહે છે.
 • સ્પેશિયલ બબલ હોલિડેઝ કોન્સેપ્ટ લોન્ચ કરાયો છે. જેના અંતર્ગત કોવિડ ટેસ્ટની સુવિધા છે. કેટલીક કંપનીઓ કોવિડ ઈન્શ્યોરન્સની સુવિધા આપી રહી છે.
 • કંપનીઓએ સેલ પણ લોન્ચ કર્યો છે. લીડિંગ હોટલ્સમાં રોકવા ડિસ્કાઉન્ટની ઓફર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો