તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Large Number Of Migrant Workers Leaving Delhi Pune For Home, They Didn't Want To Stuck In There Again

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો આભાસ!:ગત વર્ષે કડવા ઘૂંટ પીધા બાદ શ્રમિકો સતર્ક, દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું વતન તરફ પ્રયાણ

10 દિવસ પહેલા
દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી
  • કોરોના સંક્રમણને પગલે દિલ્હી સરકારે પણ કડક વલણ હાથ ધર્યું છે, નાઇટ કર્ફ્યૂ સહિત અન્ય પ્રતિબંધો લાદ્યા
  • ગુજરાત, દિલ્હી, યુપી જેવાં અન્ય રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન
  • દેશના વિવિધ વિસ્તારોથી શ્રમિકો મોટા પ્રમાણમાં પોતાના વતન પરત ફરી રહ્યા છે

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ગંભીર કહેર વરસાવી રહી છે. કોરોના મહામારીનું એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત વર્ષે ઊભી થઈ હતી એવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. દેશના વિવિધ વિસ્તારોમાં લોકડાઉનનો ભય પ્રવાસી મજૂરોને સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક પ્રદેશમાં કોરોનાની ગાઈડલાઈનને વધુ કડક બનાવાઈ રહી છે. જેથી લોકડાઉનના ડરથી મજૂરોએ ફરીથી પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, મુંબઈ, પુણે સહિત અન્ય પ્રદેશોમાંથી લોકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.

દેશભરમાં કોરોના 2.0નો કહેર
સમગ્ર દેશ ફરી એકવાર કોરોનાવાયરસના એ જ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે, જેનો ગત વર્ષે સમગ્ર જનતાએ સામનો કર્યો હતો. એક બાજુ, મોટા ભાગના દેશવાસીઓ કોરોનાની ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવી રહ્યા છે તો બીજી બાજુ, વાયુવેગે કોરોના સંક્રમિતોના નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યારે દેશમાં ચાલી રહેલી વાયરસની બીજી લહેર બાળકો માટે પણ ખતરનાક સાબિત થઈ રહી છે. એવામાં શહેરની અંદર ફરીથી કેસો પર કાબૂ મેળવવા માટે નાઈટ કર્ફ્યૂ અથવા આંશિક લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે.

આ કપરા કાળમાં તંત્રના કડકાઈભર્યા વલણથી લોકોમાં લોકડાઉનનો ભય ફરી પ્રસરી જવા પામ્યો છે. ગત વર્ષે મજૂરોને પગપાળા પોતાના વતન તરફ જવું પડ્યું હતું. રોજગારી છૂટી જતાં તેમના પાસે એક ટંકનું ખાવાના પણ રૂપિયા નહોતા. આ તમામ પરિસ્થિતિને પગલે સાવચેતી દાખવીને મુંબઈ, દિલ્હી, પુણે સહિતના અન્ય વિસ્તારોમાંથી પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન અથવા ખાનગી બસો થકી પોતાને ગામ પરત ફરી રહ્યા છે.

દિલ્હીમાં કડક વલણને પગલે લોકો વતન ભણી
દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસી મજૂરો ઘર તરફ જઈ રહેલા નજરે પડે છે. બિહારથી આવેલા કેટલાક મજૂરોએ કહ્યું હતું કે ગત વર્ષે અમે અહીં ફસાઈ ગયા હતા. હવે ફરીથી આવી સ્થિતિ ના સર્જાય એ માટે અમે ઘરે પરત ફરી રહ્યા છીએ. કોરોના સંક્રમણને પગલે દિલ્હી સરકારે પણ કડક વલણ હાથ ધર્યું છે. ત્યાં નાઈટ કર્ફ્યુૂ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં આના સિવાય પણ ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી લોકોમાં લોકડાઉનનો ડર ફરીથી ઘર કરી ગયો છે.

પુણેમાં પણ શ્રમિકોની ભીડ ઊમટી
દિલ્હીથી દૂર મહારાષ્ટ્રના પુણેમાં પણ કંઈક આવાં જ દૃશ્યો જોવા મળી રહ્યાં છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના ગામ અથવા શહેર તરફ પરત ફરી રહ્યા છે. પુણેના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે. સ્થાનિક રેલવેના તંત્રએ જણાવ્યું હતું કે અહીં કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં અહીં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવી રહ્યું છે.

કેટલીક જગ્યાએ વીકેન્ડ લોકડાઉન, તો ક્યાંક સંપૂર્ણ લોકડાઉન
આ સમગ્ર પરિસ્થિતિમાં જોવાની વાત એ છે કે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, યુપી જેવાં અન્ય ઘણાં રાજ્યોએ ત્યાંના સ્થાનિક વિસ્તારોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તો વીકેન્ડ લોકડાઉન પણ ચાલી રહ્યું છે. એવામાં કોરોનાની બીજી લહેર પ્રવેશવાના આશરે કેટલાક દિવસોમાં જ છત્તીસગઢે રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. એવામાં લોકોમાં લોકડાઉન અંગે ઘણીબધી અસમંજસો રહી છે.

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી.
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી.

રિઝર્વેશન વગર સ્ટેશનમાં એન્ટ્રી પર પ્રતિબંધ, પરિવારને લઈને પહોંચ્યા લોકો
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોનાં ટોળેટોળાં આવી રહ્યાં છે. અહીં રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી. ઉત્તરપ્રદેશના રહેવાસી અને ધારાવીમાં હેલ્થકેરવર્કરના રૂપમાં કાર્ય કરી રહેલા અહેમદ ખાને જણાવ્યું હતું કે ગત વર્ષે અચાનક લોકડાઉનથી અમને ઘણી મુશ્કેલી પડી હતી, અમે પોલીસના દંડા પણ ખાધા હતા. હવે ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે અમે અત્યારથી વતન તરફ જઈ રહ્યા છીએ.

કોરોનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉનની જાહેરાત કરાતાં લાખોની સંખ્યામાં શ્રમિકો રોજગાર વગર મહાનગરોમાં કે રાજ્યોમાં ફસાઈ ગયા હતા. ત્યાર પછી માર્ગ પર કોવિડ મહામારી વચ્ચે લાખો લોકોની ભીડ પોતાના ગામ જવા માટે નીકળી પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો