નેપાળમાં પૂરની તબાહી:ભૂસ્ખલનની ઘટનાઓમાં 21 લોકોનાં મોત, 24 ગુમ

નેપાળ2 મહિનો પહેલા
  • નેપાળમાં ઘણી નદીઓ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી

ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે નેપાળમાં ઘણી તબાહી સર્જાઈ છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 21 લોકોનાં મોત થયાં છે અને 24 લોકો ગુમ છે. નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે દેશના 19 જિલ્લા પૂર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દેશમાં ચોમાસાની સીઝન પહેલાંથી જ સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે પૂરને કારણે મુસાફરી, વીજપુરવઠો અને કૃષિ પેદાશોની લણણીને ભારે અસર થઈ છે.

નદીઓ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી
એમએફડીએ મંગળવારે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે હાલમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે અને હળવાથી મધ્યમ વરસાદ છે. દેશભરમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થવાની શક્યતા છે. એવી જ રીતે, દેશના પૂર્વ, મિદાત અને દૂરના પશ્ચિમ ક્ષેત્રમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ઘણી નદીઓ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે.

બંગાળની ખાડી અને મધ્ય ભાગમાં વિકસિત લો પ્રેશર હવામાન સિસ્ટમ નેપાળની હવામાન વ્યવસ્થા પર અસર કરી રહી છે.

નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે દેશના 19 જિલ્લા પૂર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે દેશના 19 જિલ્લા પૂર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ ગૃહમંત્રી બાલકૃષ્ણ ખડને ગુમ થયેલા લોકોને બચાવ અને શોધ કામગીરીને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું અને પૂર-ભૂસ્ખલનને કારણે જોખમનો સામનો કરી રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના બચાવકાર્યને સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

રસ્તા બંધ થવાને કારણે ઘણા ભારતીય યાત્રાળુઓ પણ ફસાયા છે
રવિવાર રાતથી સતત વરસાદને કારણે કૈલાલી, કંચનપુર જિલ્લાની કર્ણાલી અને મહાકાલી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેને કારણે ઘણું નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે નેપાળમાં મુક્તિનાથ માર્ગના જોમસોમ માર્ગ પર ભૂસ્ખલનને કારણે રૂપેસચાહારા, કાપરે અને બંદર જંગભીર વિસ્તારમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક બંધ થવાના કારણે સેંકડો મુસાફરો ઓછામાં ઓછા 15 કલાકથી ફસાયેલા છે. ઘણા ભારતીય યાત્રાળુઓ પણ આમાં સામેલ છે.

ખેડૂતોના પાકને નુકસાન થયું
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અવરોધિત કરવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિક ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. વરસાદ અને પૂરને કારણે દેશના ઘણા ભાગોમાં ખેડૂતોના પાકની લણણીને ભારે અસર થઈ છે. ખેડૂતો પાકની લણણી માટે તૈયાર હતા, પરંતુ સતત વરસાદને કારણે હજારો હેક્ટર ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી ગયો છે. જેથી મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...