ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાને કારણે 561 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. તંત્રએ જણાવ્યું હતું કે મકાનોમાં તિરાડો પડ્યા બાદ કુલ જોશીમઠમાંથી 66 પરિવારોએ સ્થળાંતર કર્યું છે.
જોશીમઠ નગરપાલિકાના પ્રમુખ શૈલેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, "હવે સિંહધાર અને મારવાડી વિસ્તારમાં અનેક ઘરોમાં તિરાડો વધવાની ઘટનાઓ વધી રહી છે. સિંહધર જૈન વિસ્તાર નજીક બદ્રીનાથ NH અને મારવાડીમાં વન વિભાગની ચેકપોસ્ટ પાસે જેપી કંપનીના ગેટ પાસે સતત તિરાડો પડી રહી છે. આ તિરાડો દર કલાકે વધી રહી છે જે ખુબ જ ચિંતાજનક છે."
જોશીમઠ સીટી બોર્ડના અધ્યક્ષે જણાવ્યું હતુ કે મારવાડીના નવ જેટલા ઘરોમાં તિરાડો પડવાની માહિતી મળી છે. આ સાથે જ મોટાભાગના રસ્તાએ પર પણ તિરાડો જોવા મળી રહી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું છે કે જોશીમઠના મારવાડી વાર્ડની જેપી કોલોનીમાં જમીનમાંથી પાણી નીકળવાના ઘટનાઓ પણ સામે આવી છે.
શૈલેન્દ્ર પંવારે જણાવ્યું હતું કે, "સુનીલ વોર્ડના તમામ મુખ્ય માર્ગો પર તિરાડો પણ વધી રહી છે, જેના કારણે લોકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે." જોશીમઠમા સતત જમીન ધસી પડ્યા બાદ ચમોલીના જિલ્લા અધિકારીએ જોઈન્ટ મેજિસ્ટ્રેટ દીપક સૈનીને જોશીમઠમાં મુકવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે જોશીમઠમાં જમીન ધસી જવાના અહેવાલો અને શહેરમાં અનેક મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલોને પગલે, જિલ્લાના લોકોને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ બાબતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સ્થિતિની સમીક્ષા કરવા માટે અને જરુરી કાર્યવાહી શરુ કરાવવા માટે ટૂંક સમયમાં જોશીમઠની મુલાકાત લેશે.
ઉત્તરાખંડનો જોશીમઠ ડૂબવાની તૈયારીમાં?:બદ્રીનાથ પ્રવેશદ્વાર પાસેનાં અનેક ઘર, દુકાનો અને હોટલોમાં એકાએક તિરાડો પડી ગઈ
ચારધામના પ્રમુખ ધામ બદ્રીનાથના પ્રવેશદ્વાર કહેવાતા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ શહેર પર ડૂબવાનું જોખમ છે. અહીં લગભગ એક વર્ષમાં 500 ઘર, દુકાન અને હોટલમાં તિરાડો પડી છે. આ કારણે એ રહેવાલાયક રહ્યાં નથી. શહેરના લોકોની આંદોલનની ધમકી પછી વહીવટી તંત્રએ ભૂવૈજ્ઞાનિક, એન્જિનિયર અને અધિકારીઓની 5 સભ્યની ટીમે તિરાડની તપાસ કરી હતી.
નદીનું ધોવાણ અટકાવવા દીવાલ બનાવવામાં આવશે
ચમોલીના જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ ટીમને જોશીમઠ મોકલી. તેમણે કહ્યું હતું કે અધિકારીઓને એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સલાહ લઈ તાત્કાલિક સુરક્ષાનાં પગલાં લેવા આદેશ આપ્યો છે. જિલ્લા સૂચના અધિકારી રવીન્દ્ર નેગીએ કહ્યું હતું કે જિલ્લાધિકારીએ ટીમને જોશીમઠ માટે ડ્રેનેજ સિસ્ટમ સ્કીમ બનાવવા કહ્યું છે. આ ઉપરાંત અલકનંદા નદીમાંથી થતા ધોવાણને રોકવા માટે જોશીમઠની તળેટીમાં મારવાડી પુલ અને વિષ્ણુપ્રયાગ વચ્ચે સુરક્ષા દીવાલ બનાવવાની દરખાસ્ત તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.