• Gujarati News
  • National
  • Landslides In Himachal Pradesh Caused Cracks In The Mountain, Blocking The National Highway, Trapping Many People; MP Heavy Rain Alert In Uttarakhand

દેશમાં ખરાબ હવામાનથી હાલ બેહાલ:હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે પર્વતમાં તિરાડ, નેશનલ હાઇ-વે બ્લોક થવાથી અનેક લોકો ફસાયા; MP-ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ

શિમલા6 મહિનો પહેલા
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદ પાડવાની શક્યતાઓ
  • હિમચાલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે અનેક લોકો રસ્તામાં ફસાઈ ગયા છે

હિમાચલ પ્રદેશના સિરમોરમાં ભૂસ્ખલન બાદ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. બરવાસ નજીક નેશનલ હાઇ-વે 707 પર વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. અહીંયા વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે પર્વતમાં તિરાડ પડી ગઈ છે અને પર્વત ઉપરથી મોટા મોટા પથ્થરો તુટીને પડી રહ્યા છે.

પર્વત પરથી પથ્થરો પડવાને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. અનેક લોકો રસ્તામાં જ ફસાઈ ગયા છે અને ઘણા કલાકોથી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. પોંટાના સાહિબને જોડતો NH-707નો ઉત્તરાખંડના લોકો પણ ઉપયોગ કરે છે. ભૂસ્ખલન થવાને કારણે અનેક લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા
IMD મુજબ, 1 ઓગસ્ટ સુધી દેશના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત શુક્રવારે બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પાનાં આજે ભારે વરસાદ પાડવાની શક્યતાઓ છે.

MPના 15 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ
IMDએ આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશના 15 જીલ્લામાં ભારે વરસાદ અને વીજળી પાડવાની આશંકા જણાવી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં શ્યોપુર, મુરૈના, ભિંડ, ટીકમગઢ, છતરપુર, સાગર, દતિયા, શિવપુરી, અનૂપપુર, ડિંડોરી, નીમચ, મંદસોર, રતલામ, બાલાઘાટ અને મંડલા જીલ્લામાં આગામી 24 કલાકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

31 અને 1 ઓગસ્ટે ઉત્તરાખંડમાં પણ યલો એલર્ટ
IMDએ ઉત્તરાખંડમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાવી છે. શુક્રવારે ઉત્તરકાશી, દેહરડું, ટિહરી, પૌડી, નૈનીતાલ, બાગેશ્વર અને પિથોરાગઢ જીલ્લામાં ભારે વરસાદ પાડવાની સંભાવના છે. તેને ધ્યાનમાં લેતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે અને રવિવાર માટે દેહરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર અને પિથોરાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.