પરિવાર પર આભ તૂટી પડ્યું:ભોપાલમાં જમીન ધસી પાડવાને કારણે 4 બાળકો મૃત્યુ પામ્યા; બહાર ઊભી રહેલી 6 વર્ષની બાળકીને કારણે 2 બાળકોને બચાવી લેવાયાં

ભોપાલએક વર્ષ પહેલા
મૃત્યુ પામેલાં બાળકોનો દુઃખી પરિવાર. - Divya Bhaskar
મૃત્યુ પામેલાં બાળકોનો દુઃખી પરિવાર.
  • મુખ્યમંત્રીએ રૂ. 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી, ભોપાલ કલેક્ટરે જમીન ખોદવાની મનાઈ ફરમાવી

ભોપાલના સુખી સેવનિયા વિસ્તારના ગ્રામ બારખેડી ગામે સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માટી ખોદનારા ચાર બાળકોનાં જમીન ધસી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી મુજબ, ગામનાં 7 બાળકો જમીન ખોદવા માટે ગયાં હતાં. માટી ખોદતાં-ખોદતાં ખાડામાં પડી ગયાં હતાં. અચાનક જ જમીન ધસી પાડવાને કારણે 6 બાળકો દટાઈ ગયાં હતાં. દટાયેલાં બાળકોને બહાર કાઢીને હમીદિયા હોસ્પિટલે ખસેડાયાં હતાં, પણ રસ્તામાં જ ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. આ તરફ, પરિવારવાળા બાળકોના પોસ્ટમોર્ટમ કરાવવા નથી માંગતા. તેમનું કહેવું છે કે અમારા બાળકો તો ચાલ્યા ગયા, પણ હવે તેમના મૃતદેહ સાથે ચીરફાડ કરાવવા નથી માંગતા. જમીનમાં દટાયેલાં બાળકોમાં ત્રણ છોકરી અને ત્રણ છોકરાનો સમાવેશ થાય છે. પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે હાજર હતા. એક બાળક બહાર ઊભો હતો, જેને કારણે તેનો બચાવ થયો હતો

જમીન ખોદવા પર પ્રતિબંધ
આ ઘટના બાદ ગ્રામીણ વિસ્તારમાં જમીન ખોદવા પર ભોપાલ કલેકટરે પ્રતિબંધ લગાવી દીધો છે. મૃત બાળકોના પરિવારને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે દુઃખ અને શોક સંવેદના વ્યક્ત કરી હતી.

અધિકારીઓ સામે હાથ જોડીને બાળકોના પોસ્ટમોર્ટમ ન કરાવવાની વિનંતી કરી રહેલા પરિવારજન.
અધિકારીઓ સામે હાથ જોડીને બાળકોના પોસ્ટમોર્ટમ ન કરાવવાની વિનંતી કરી રહેલા પરિવારજન.
અન્ય સમાચારો પણ છે...