લેન્ડ ફોર જોબ્સ સ્કેમમાં લાલુ-રાબડી અને મીસાને જામીન:લાલુ વ્હીલચેરમાં કોર્ટ પહોંચ્યા હતા, CBIએ જામીનનો વિરોધ ન કર્યો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાલુ પ્રસાદ વ્હીલચેરમાં કોર્ટ પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી પણ છે.

RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને રેલવેમાં જમીનના બદલામાં નોકરીના કથિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. લાલુની સાથે રાબડી દેવી અને મીસા ભારતીને પણ જામીન મળી ગયા છે. ત્રણેયને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 29 માર્ચે થશે.

RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને રેલવેમાં લેન્ડ ફોર જોબ્સ એટલે કે જમીનના બદલામાં નોકરી આપવાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. લાલુને વ્હીલચેર પર લઈને પત્ની રાબડી દેવી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી કોર્ટની અંદર પહોંચ્યા હતાં. આ દરમિયાન તેણે મીડિયાથી અંતર રાખ્યું હતું. 27 ફેબ્રુઆરીએ કોર્ટે લાલુની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી સહિત 14 અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા.

સમન્સ જારી થયા પહેલાં સીબીઆઈએ લાલુની દિલ્હીમાં અને રાબડીની પટનામાં પૂછપરછ કરી હતી. જાણકારોના મતે લાલુ સ્વાસ્થ્યના આધારે પોતાના જામીન જાળવી રાખવાની માંગ કરી શકે છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં 5 મહિના પહેલાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2004થી 2009 દરમિયાન રેલવે મંત્રી રહીને લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યો પર રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લેવાનો આરોપ છે. આ જમીન લાલુ પરિવારને ઓછી કિંમતે ભેટમાં આપવામાં આવી હતી અથવા વેચવામાં આવી હતી. સીબીઆઈનો આરોપ છે કે રેલવેની ગ્રુપ-ડી ભરતીમાં નિયમોને નેવે મૂકીને નિમણૂકો કરવામાં આવી હતી.

અપડેટ્સ

  • લાલુ, રાબડી અને મીસા ત્રણેય માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યાં હતાં
  • ત્રણેય કોર્ટની અંદર બેન્ચ પર બેઠાં છે

CBIના આ આરોપ છે
લાલુના રેલમંત્રી (2004થી 2009) રહેતાં લેન્ડ ફોર જોબ કૌભાંડ થયું હતું. સીબીઆઈનો આરોપ છે કે સભ્યોનાં નામ પર જમીન અને પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દેવામાં આવી. બદલામાં રેલવેના વિવિધ ઝોન મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નોકરી આપી. લાલુ પરિવારે આ સંપત્તિ એવા લોકો પાસેથી લીધી, જે પટનાના નિવાસી હતા અથવા જેમણે પોતાનાં પરિવારજનોની એ સંપત્તિને વેચી લાલુ પરિવારજનોનાં નામ પર ગિફ્ટ કરી.

CBIના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારે લાલુ યાદવના પરિવારે બિહારમાં 1 લાખ સ્ક્વેર ફૂટથી વધારે જમીન લગભગ 26 લાખ રૂપિયામાં પ્રાપ્ત કરી લીધી, જ્યારે એ સમયના સર્કલ રેટ પ્રમાણે જમીનની કિંમત લગભગ 4.39 કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે લેન્ડ ટ્રાન્સફરના મોટા ભાગના કેસમાં જમીનમાલિકને કેશમાં ચુકવણી કરવામાં આવતી.

આ મામલે CBIએ મે 2022માં લાલુ અને તેમના પરિવારના સભ્યો પર ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લાલુ યાદવના વેવાઈ જિતેન્દ્ર યાદવના ગાઝિયાબાદ (UP) સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લાલુ યાદવના વેવાઈ જિતેન્દ્ર યાદવના ગાઝિયાબાદ (UP) સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

ગયા વર્ષે મે અને ઓગસ્ટમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા
મે 2022માં CBIએ લાલુ, રાબડી દેવી, તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ સહિત 17 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ અને હેમા યાદવ સહિત 16 લોકો સામે એફઆઈઆર નોંધી હતી. ઉપરાંત કેટલાક અયોગ્ય ઉમેદવારો કે જેમણે નોકરીના બદલામાં ઓછી કિંમતે જમીન ઓફર કરી હતી. CBIએ 24 ઓગસ્ટ 2022ના રોજ ફરી એકવાર RJD નેતાઓ પર દરોડા પાડ્યા હતા.

કાર્યવાહી દરમિયાન સેપ્ટિક ટેન્ક ખોદતી EDની ટીમ. આ વીડિયો રોહિણી આચાર્યએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.
કાર્યવાહી દરમિયાન સેપ્ટિક ટેન્ક ખોદતી EDની ટીમ. આ વીડિયો રોહિણી આચાર્યએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.

જાણો લેન્ડ ફોર જોબ સ્કેમ શું છે
જ્યારે લાલુ રેલવે મંત્રી હતા (2004 થી 2009) ત્યારે નોકરી માટે જમીન કૌભાંડ થયું હતું. નોકરી માટે જમીન કૌભાંડમાં લાલુ અને તેમના પરિવારના સભ્યો પર રેલવેમાં નોકરી અપાવવાના બદલામાં જમીન લેવાનો આરોપ છે. આ કેસમાં CBIએ મે 2022માં લાલુ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ રીતે લાલુ યાદવના પરિવારે બિહારમાં માત્ર 26 લાખ રૂપિયામાં 1 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન હસ્તગત કરી હતી, જ્યારે તે સમયના સર્કલ રેટ મુજબ આ જમીનની કિંમત લગભગ 4.39 કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે જમીન ટ્રાન્સફરના મોટાભાગના કેસોમાં જમીન માલિકને કેશમાં ચુકવણી કરવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...