તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lancet Writes: PM Modi's Work Is Not Forgivable, He Should Take Responsibility For His Mistakes About Corona

રિસર્ચ જર્નલનો અહેવાલ:લેન્સેટે લખ્યું- PM મોદીનું કામ માફી લાયક નહીં, તેમણે કોરોના અંગે પોતાની ભૂલોની જવાબદારી લેવી જોઈએ

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેડિકલ રિસર્ચ જર્નલ 'ધ લેન્સેટ'એ તેના એક સંપાદકીયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અંગે આકરી ટિપ્પણી કરી છે. તેણે લખ્યુ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય માફીને લાયક નથી. તેમણે ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યા બાદ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી લેવી જોઈએ.

ધાર્મિક આયોજન અને ચૂંટણી રેલીઓ શા માટે
ધ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના સંપાદકીય અહેવાલમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારતમાં આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં કોરોનાની મહામારીથી 10 લાખ લોકોના મોત થશે. જો આમ થશે તો મોદી સરકાર આ રાષ્ટ્રીય તબાહી માટે જવાબદાર હશે. કારણ કે કોરોનાના સુપર સ્પ્રેડરના નુકસાન અંગે ચેતવણી આપવામાં આવી હોવા છતાં સરકારે ધાર્મિક આયોજનને મંજૂરી આપી છે, આ સાથે અનેક રાજ્યોમાં ચૂંટણી રેલીઓનું આયોજન કર્યું હતું.

ટીકાકારોને અંકૂશમાં લેવા સરકાર પ્રયત્ન કરી રહી છે
અહેવાલમાં વધુમાં લખવામાં આવ્યું છે કે મોદી સરકાર કોરોના મહામારીને નિયંત્રિત કરવાને બદલે ટ્વિટર પર થઈ રહેલી ટીકા અને ઓપન ડિસ્કશનને હટાવવા પર ભાર આપી રહી છે. ભારત સરકારની વેક્સિન પોલીસીની પણ ટીકા કરવામાં આવી છે. સરકારે રાજ્યો સાથે નીતિઓમાં પરિવર્તન કરવા અંગે ચર્ચા કર્યા વગર જ ફેરફાર કર્યો અને 2 ટકાથી ઓછી વસ્તીનું વેક્સિનેશન કરવામાં સફળ રહી.

હેલ્થ સિસ્ટમ પર પણ પ્રશ્ન સર્જ્યાં
ભારતની આરોગ્ય વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. અહેવાલમાં વધુમાં લખવામાં આવ્યુ છે કે હોસ્પિટલોમાં દર્દીઓ ઓક્સિજન મળતો ન હતો, તેઓ અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. મેડિકલ ટીમ પણ હવે થાકી ગઈ છે, તેઓ સંક્રમિત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વ્યવસ્થાથી પરેશાન લોકો મેડિકલ ઓક્સિજન, બેડ, વેન્ટીલેટર અને આવશ્યક દવાઓ માંગી રહ્યા છે.

જાણકારી હોવા છતાં સરકારે સ્થિતિ નજરઅંદાજ કરી
લેન્સેટે વધુમાં લખ્યું છે કે હેલ્થ મિનિસ્ટર ડો.હર્ષવર્ધન માર્ચ અગાઉ જાહેરાત કરતાહતા કે હવે મહામારી ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સારા મેનેજમેન્ટ સાથે કોરોનાને હરાવવામાં સફળતા મેળવી લીધી છે. પણ બીજી લહેરની વારંવાર ચેતવણી આપવામાં આવી તેમ છતાં સરકારે ધ્યાન ન આપ્યું.

વેક્સિન પોલીસી સામે પ્રશ્ન
​​​​​​​
સરકારે ગયા વર્ષેકોરોનાની શરૂઆતી તબક્કામાં મહામારીને નિયંત્રિત કરવા સારું કામ કર્યું હતું, પણ બીજી લહેરમાં સરકારે મોટી ભૂલ કરી છે. મહામારીના વધતા સંકટ વચ્ચે સરાકરે ફરી એક વખત જવાબદારી અને પારદર્શિતા સાથે કામ કરવું જોઈએ. સંપાદકીયમાં કેન્દ્ર સરકારને બે તરફી રણનીતિ પર કામ કરવા સૂચન આપ્યું છે. પહેલી-ભારતને વેક્સિનેશન પ્રોગ્રામ વધારે સારી રીતે લાગૂ કરવો જોઈએ અને તેમાં ઝડપ લાવવા સાથે કામ કરવું પડશે. બીજુ-સરકાર પ્રજાને ખરા આંકડા તથા જાણકારી ઉપલબ્ધ કરાવે.