તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lalu’s Eldest Son Formed The Student Manpower Council, Declaring Himself President; Said Will Act As The Backbone For RJD

નારાજ તેજ પ્રતાપનો બીજો મોટો નિર્ણય:લાલુના મોટા પુત્રએ વિદ્યાર્થી જનશક્તિ પરિષદ બનાવી, પોતાને પ્રમુખ જાહેર કર્યા; કહ્યું- RJD માટે કરોડરજ્જુ તરીકેનું કામ કરશે

પટના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ દિવસોમાં તેજ પ્રતાપ નો(જમણે) તેના નાના ભાઈ તેજસ્વી (ડાબે) સાથે મનમેળ નથી. તેઓ સોશિયલ મીડિયા પર પણ તેજસ્વી પર સતત કટાક્ષ કરી રહ્યા છે. -ફાઇલ ફોટો - Divya Bhaskar
આ દિવસોમાં તેજ પ્રતાપ નો(જમણે) તેના નાના ભાઈ તેજસ્વી (ડાબે) સાથે મનમેળ નથી. તેઓ સોશિયલ મીડિયા પર પણ તેજસ્વી પર સતત કટાક્ષ કરી રહ્યા છે. -ફાઇલ ફોટો
  • તેજ પ્રતાપે કહ્યું, વિદ્યાર્થી જનશક્તિ પરિષદ શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીના મુદ્દાને જોરશોરથી ઉઠાવશે

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ આ દિવસોમાં પોતાની જ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)થી નારાજ છે. તેના નાના ભાઈ તેજસ્વી સાથે પણ તેમનો મનમેળ નથી. સોશિયલ મીડિયા પર તેજ પ્રતાપ સતત નાના ભાઈ સામે કટાક્ષ કરી રહ્યા છે. હવે રવિવારે શિક્ષક દિવસ પર તેમણે વિદ્યાર્થી જનશક્તિ પરિષદની રચના કરી અને પોતાને તેના પ્રમુખ જાહેર કર્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી RJDના પ્રદેશ અધ્યક્ષને હટાવીને નવા પ્રમુખ બનાવ્યા બાદ RJDના પ્રદેશ પ્રમુખ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં તેજ પ્રતાપ વધુ ઉશ્કેરાઈ ગયા છે.

વિદ્યાર્થી જનશક્તિ પરિષદની જાહેરાત કરતા તેજ પ્રતાપ યાદવ.
વિદ્યાર્થી જનશક્તિ પરિષદની જાહેરાત કરતા તેજ પ્રતાપ યાદવ.

નવા આંદોલનની શરૂઆત થશે
તેજ પ્રતાપે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થી જનશક્તિ પરિષદથી એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. આ આંદોલન બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ થશે. તેમણે યુવાનોને આ મિશનમાં જોડાવા અપીલ કરી છે. સંસ્થાનું નવું ફેસબુક અને ટ્વિટર પેજ પણ બનાવવામાં આવશે. સભ્યપદ ફોર્મ પણ તૈયાર કરવામાં આવશે. યુનિવર્સિટીમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.

RJD માટે કરોડરજ્જુ તરીકેનું કામ કરશે
બિહારના આરોગ્યમંત્રી તેજ પ્રતાપે કહ્યું હતું કે વિદ્યાર્થી જનશક્તિ પરિષદ શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીના મુદ્દાને જોરશોરથી ઉઠાવશે. આ સંગઠન RJDનો જ એક ભાગ હશે. RJDને મજબૂત કરવાનો વિદ્યાર્થી જનશક્તિ પરિષદનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થી RJD અલગ રીતે ચાલશે અને અલગ રીતે કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...