લાલુ યાદવની બીજા રાઉન્ડની પૂછપરછ શરૂ:દિલ્હીમાં દીકરી મીસાના ઘરે CBIએ સવારે 3 કલાક સવાલ-જવાબ કર્યા હતાં

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલવેમાં નોકરીના બદલામાં જમીન કેસમાં CBI મંગળવારે લાલુ યાદવની દિલ્હીમાં પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. CBIની ટીમે તેમની દીકરી મીસા ભારતીના ઘરે લાલુને 3 કલાક સવાલ-જવાબ કર્યાં. ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે. બીજી બાજુ રોહિણી આચાર્યએ કહ્યું કે-પપ્પાને કશું થશે તો દિલ્હી સરકારને હલાવી દઈશું.

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટ પર કોર્ટે સમન્સ જારી કર્યું છે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ ઉપરાંત રાબડી દેવી અને અન્ય 14 લોકોને આરોપી બનાવ્યા છે. રાબડી, લાલુ અને મીસાને 15 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

CBIની પૂછપરછ પછી સોમવારે રાબડી દેવી વિધાનસભા પહોંચ્યાં. આ ફૂટેજ એ સમયની જ છે.
CBIની પૂછપરછ પછી સોમવારે રાબડી દેવી વિધાનસભા પહોંચ્યાં. આ ફૂટેજ એ સમયની જ છે.

થોડા મુખ્ય સવાલ, જે CBIને રાબડી દેવીને પૂછ્યા

  • સંયોગ છે કે પટનાના 8-9 લોકો પાસેથી જમીન લઈને નોકરી આપી?
  • આ બધા લોકોને લાલુ પરિવાર કેવી રીતે ઓળખે છે, શું આ સાચું નથી કે સ્વ. કિશુનદેવ રાયે સેલ ડીડ દ્વારા 2008માં તમારા નામથી પટનામાં 3375 વર્ગ ફૂટની જમીન 3.75 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરી. તેમના પરિવારના 3 સભ્યને મુંબઈ સેન્ટ્રલમાં નોકરી આપવામાં આવી.
  • દિલ્હીની કંપની અકે ઇન્ફોસિસ્ટમને હજારી રાયે ફેબ્રુઆરી 2007ના રોજ 10 લાખ 83 હજારમાં જમીન વેચી હતી. હજારી રાયના બે ભત્રીજાની જબલપુરમાં વેસ્ટ સેન્ટ્રલ રેલવેમાં નોકરી આપવામાં આવી. પછી કંપનીની સંપત્તિના બધા અધિકાર તમારા અને તમારી દીકરીના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા. પછી 2014માં તમે કંપનીના મોટા ભાગના શેર ખરીદ્યા અને ડાયરેક્ટર બની ગયા.
  • તમારા પરિવારે જ્યારે-જ્યારે જમીન લીધી એને કેશમાં જ ખરીદવામાં આવી
  • શું તમને જાણકારી છે કે સેલ ડીડ અને ગિફ્ટ ડીડ દ્વારા લેવામાં આવેલી 7 જમીનનો સર્કલ રેટ 4.39 કરોડથી વધારે છે. લાલુના OSD ભોલા યાદવ કયું કામ સંભાળતા હતા.

CBIના આ આરોપ છે
લાલુના રેલમંત્રી (2004થી 2009) રહેતાં લેન્ડ ફોર જોબ કૌભાંડ થયું હતું. સીબીઆઈનો આરોપ છે કે સભ્યોના નામ પર જમીન અને પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દેવામાં આવી. બદલામાં રેલવેના વિવિધ ઝોન મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નોકરી આપી. લાલુ પરિવારે આ સંપત્તિ એવા લોકો પાસેથી લીધી, જે પટનાના નિવાસી હતા અથવા જેમણે પોતાનાં પરિવારજનોની એ સંપત્તિને વેચી લાલુ પરિવારજનોનાં નામ પર ગિફ્ટ કરી.

CBIના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારે લાલુ યાદવના પરિવારે બિહારમાં 1 લાખ સ્ક્વેર ફૂટથી વધારે જમીન લગભગ 26 લાખ રૂપિયામાં પ્રાપ્ત કરી લીધી, જ્યારે એ સમયના સર્કલ રેટ પ્રમાણે જમીનની કિંમત લગભગ 4.39 કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે લેન્ડ ટ્રાન્સફરના મોટા ભાગના કેસમાં જમીનમાલિકને કેશમાં ચુકવણી કરવામાં આવતી.

આ મામલે CBIએ મે 2022માં લાલુ અને તેમના પરિવારના સભ્યો પર ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધ્યો હતો

CBI વિરુદ્ધ રાબડી દેવીના ઘરની બહાર RJD નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
CBI વિરુદ્ધ રાબડી દેવીના ઘરની બહાર RJD નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

CBIને રાબડીને કહ્યું- આવું કશું જ નથી
CBIએ પૂછ્યું કેટલા લોકોની જમીન લઇને તેમને નોકરી આપી. રાબડીએ કહ્યું- એવું કશું જ નથી. CBIએ પૂછ્યું કે તમારા પરિવારે જ્યારે-જ્યારે જમીન લીધી, એને કેશમાં જ ખરીદી?

રાબડી અને લાલુની પૂછપરછમાં કોણે શું કહ્યું?

  • નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે CBI, ED અને ITએ તેમની ઓફિસ અમારા ઘરમાં ખોલવી જોઈએ. તેમના માટે આરામદાયક રહેશે. મુસાફરીનો ખર્ચ પણ બચશે. 2024ની લોકસભા ચૂંટણી સુધી ભાજપના વિરોધીઓ પર દરોડા પાડવાનું ચાલુ રહેશે.
  • સુશીલ મોદીએ કહ્યું હતું કે અહીં-તહીં વાત કરવાને બદલે તેજસ્વી યાદવ અને લલન સિંહ જમીન અપાવનાર લલન ચૌધરી વિશે કેમ વાત નથી કરતા? કોણ છે આ લલન ચૌધરી અને શા માટે તેમની જમીન ભેટમાં લેવામાં આવી.
  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું- જેઓ વિપક્ષી નેતાઓ બીજેપી સામે ઝૂકતા નથી, તેમને CBI દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, વિપક્ષની સરકારને કામ કરવા દેવામાં નથી આવતી.
અન્ય સમાચારો પણ છે...