તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lalu, Who Is Recovering From Fodder Scam, Will Come Out After Three and a half Years.

લાલુ યાદવને મળ્યા જામીન:ચારા કૌભાંડમાં સજા કાપી રહેલ લાલુ સવા ત્રણ વર્ષ બાદ બહાર આવશે, હાઈકોર્ટે મૂકી શરત- સરનામું અને મોબાઈલ નંબર બદલી શકાશે નહીં

રાંચી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલુ યાદવના જામીન કોર્ટે કર્યા મંજૂર

ઘાસચાર કૌભાંડમાં સજા કાપી રહેલ RJD સુપ્રીમો લાલુ યાદવને ઝારખંડ હાઈકોર્ટે દ્વારા જામીન મળી ગયા છે. શનિવારે થયેલી સુનાવણી સમયે કોર્ટે તેમને જામીન આપ્યા હતા. તેમની પાસે એક લાખ રૂપિયા જાત મુચરકા અને 10 લાખ રૂપિયા દંડ ચૂકવવો પડશે. તે બેલ બોન્ડ ભર્યા પછી એક કે બે દિવસમાં જેલની બહાર આવશે.

કોર્ટે લાલુ સમક્ષ 2 શરતો મૂકી છે-

1. જામીન દરમિયાન, લાલુ કોર્ટની પરવાનગી માંગ્યા વિના દેશની બહાર નહીં જઇ શકે.

2. તેઓ પોતાનો મોબાઇલ નંબર અને તેમના સરનામાંને પણ બદલશે નહીં.

જણાવી દઈએ કે લાલુને આ શરતી જામીન દુમકા ટ્રેજરી કેસમાં અડધી સજા પૂર્ણ કર્યા બાદ મળ્યા છે. આ પહેલા લાલુ યાદવને ઓકટોબર 2020મ ચાઇબાસા ટ્રેઝરી કેસમાં જામીન મળ્યા હતા. પરંતુ દુમકા ટ્રેઝરી કેસના કારણે તેઓ મુક્ત થઈ શક્ય ન હતા. જ્યારે ડોરંડા ટ્રેઝરીથી નિકાસી કેસમાં સુનાવણી હજી પૂર્ણ થઈ નથી. આ કેસમાં દલીલો ચાલી ર્હઈ હતી, પરંતુ કોરોનાના કારણે જો કે CBI કોરટમાં સુનાવણી પર રોક લગાવવામાં આવી છે.

એઈમ્સમાં દાખલ છે લાલુ
લાલુ યાદવની હાલ એઈમ્સ દિલ્હીમાં સારવાર ચાલી રહી છે. લગભગ અઢી વર્ષ સુધી રિમ્સ રાંચીમાં સારવાર લીધા બાદ જાન્યુઆરીમાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને 23 જાન્યુઆરી 2021 ના ​​રોજ રિમ્સથી એઈમ્સમાં રિફર કરાયા હતા.

ચારા કૌભાંડના આ 4 કેસમાં લાલુને સજા સંભળાવવામાં આવી છે.

પ્રથમ કેસચાઇબાસા ટ્રેઝરી કેસ37.7 કરોડનો ગેરકાયદેસર નિકાસીનો આરોપલાલુ પ્રસાદ સહિત 44 આરોપીઓકેસમાં 5 વર્ષની સજા

બીજો કેસદેવઘર ટ્રેઝરી84.53 લાખ રૂપિયા ગેરકાયદેસર ઉપાડવાનો આરોપલાલુ સહિત 38 ઉપર કેસલાલુ પ્રસાદને સાડા ત્રણ વર્ષની સજા

ત્રીજો કેસચાઇબાસા ટ્રેઝરી33.67 કરોડ ગેરકાયદેસર ઉપાડવાનો આરોપલાલુ પ્રસાદ સહિત 56 આરોપીઓ5 વર્ષની સજા

ચોથો કેસદુમકા ટ્રેઝરી3.13 કરોડના ગેરકાયદેસર ઉપાડ કેસબે અલગ અલગ કલમ હેઠળ 7-7 વર્ષની સજા

લાલુને ક્યારે ક્યારે જેલમાં જવું પડ્યું?30 જુલાઇ 1997 : પહેલી વાર લાલુ યાદવને જેલ જવું પડ્યું. આ દરમિયાન કુલ 135 દિવસ જેલમાં રહ્યા.28 ઓક્ટોબર 1998: બીજી વાર જેલ ગયા. 73 દિવસ પછી બહાર નીકળ્યા.5 એપ્રિલ 2000: ત્રીજી વખત જેલ ગયા. 11 દિવસ બાદ જામીન મળી ગયા.28 નવેમ્બર 2000: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં એક દિવસ માટે જેલ ગયા.3 ઓક્ટોબર 2013: ઘાસચારા કૌભાંડ સંબંધિત કેસમાં દોષી ઠેરવ્યા પછી જેલ ગયા. 70 દિવસ પછી બહાર નીકળ્યા.23 ડિસેમ્બર 2017: ઘાસચારા કૌભાંડ સંબંધિત કેસમાં સજા થયા બાદ જેલ ગયા. હવે જામીન મળ્યા છે.

ઘાસચારા કૌભાંડમાં ક્યારે- શું થયું?

27 જાન્યુઆરી 1996: પશુઓના ચારા કૌભાંડના રૂપમાં સરકારના ખજાનામાંથી કરોડો રૂપિયાની લૂંટની જાણ થઈ. આવી. ચાઇબાસા ટ્રેઝરીમાંથી ખોટી રીતે 37.6 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. 11 માર્ચ, 1996: પટના હાઇકોર્ટે CBIને ઘાસચારા કૌભાંડની તપાસ માટે નિર્દેશ આપ્યો.19 માર્ચ, 1996: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશની પુષ્ટિ કરતાં હાઇકોર્ટની બેંચને મોનિટર કરવા જણાવ્યું હતું. 27 જુલાઈ 1997: CBIએ લાલુ પ્રસાદ યાદવ પર સકંજો કસ્યો. 30 જુલાઈ 1997: લાલુ પ્રસાદે CBI કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું. 19 ઓગસ્ટ 1998: લાલુ અને રાબડી દેવી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયો. 4 એપ્રિલ 2000: લાલુ સામે ચાર્જશીટ દાખલ કરાઇ અને રાબડી દેવીને સહ આરોપી બનાવવામાં આવી. 5 એપ્રિલ 2000: લાલુ અને રાબડીએ આત્મસમર્પણ કર્યું, રાબડીને જામીન મળ્યા. 9 જૂન, 2000: કોર્ટમાં લાલુ વિરુદ્ધ આરોપો નક્કી થયા. ઓક્ટોબર 2001: સુપ્રીમ કોર્ટે ઝારખંડને અલગ રાજ્ય બન્યા બાદ આ કેસને નવા રાજ્યમાં ટ્રાન્સફર કર્યો. આ પછી લાલુએ ઝારખંડમાં આત્મસમર્પણ કર્યું. 18 ડિસેમ્બર 2006: લાલુ અને રબડીને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં કલીનચિટ મળી. 2000 થી 2012 સુધી: આ કેસમાં લગભગ 350 લોકોએ જુબાની આપી હતી. આ દરમિયાન ઘણા સાક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. 17 મે 2012: લાલુ પર CBI કોર્ટમાં નવા આરોપો મૂકાયા. તેમાં ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996ની વચ્ચે દુમકા ટ્રેઝરીમાંથી 3.13 કરોડ રૂપિયા ઉપાડવાનો કેસ પણ સામેલ છે. 17 સપ્ટેમ્બર 2013: ઘાસચારા કૌભાંડ કેસમાં રાંચીની વિશેષ અદાલતે ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. સપ્ટેમ્બર 2013: ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવને દોષી ઠેરવવામાં આવ્યા.