લાલુ બંગલામાંથી હોસ્પિટલ પહોંચ્યા:કોરોનાથી બચવા માટે 114 દિવસથી બંગલામાં હતા, ફોન કન્ટ્રોવર્સી થઈ તો 3 ગાડી સામાન ભરીને વોર્ડમાં પરત ફર્યા

રાંચી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘાસચાર કૌભાંડમાં દોષિત લાલુ યાદવને ગુરુવારે રિમ્સના પેઈંગ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. અહીં તેઓને 11 નંબરના રૂમમાં રખાયા છે. લાલુ 114 દિવસથી રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં સારવાર લઈ રહ્યા હતા. કોરોના સંક્રમણથી બચાવવા માટે તેઓને 5 ઓગસ્ટના રોજ બંગલામાં શિફ્ટ કરાયા હતા. ફોન કન્ટ્રોવર્સી થઈ તો 3 ગાડી સામાન ભરીને વોર્ડમાં પરત ફર્યા છે.

મંગળવારે ફોન ઉપર બિહાર ભાજપના ધારાસભ્ય સાથે વાતચીત પછી લાલુને રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં રાખવાને લઈને વિવાદ શરૂ થયો હતો. માનવામાં આવે છે કે વિવાદ પછી જેલતંત્રએ દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે.

જેલ અધીક્ષકના રિપોર્ટ પહેલા શિફ્ટ કરાયા
ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને જેલમાંથી ફોન કરવાના વિવાદમાં ગુરુવારે જ રાંચીના કમિશ્નર છવિ રંજને જેલ અધીક્ષક પાસેથી 24 કલાકમાં સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટ પહેલા જ લાલુ યાદવને શિફટ કરાયા હતા.

જેલ IGએ તપાસના આદેશ આપ્યા
બુધવારે ઝારખંડના જેલ IG વીરેન્દ્ર ભૂષણે આ મામલામાં તપાસના આદેશ આપ્યા હતા. તેમણે સુરક્ષામાં તહેનાત જવાનોને પણ સાવધ રહેવાનું કહ્યું છે કે લાલુ પ્રસાદ પરવાનગી વગર કોઈને મળવા જોઈએ નહીં.

26 મહિનાથી RIMSમાં સારવાર લઈ રહ્યા છે લાલુ યાદવ
લાલુ ઝારખંડની સૌથી મોટી RIMS હોસ્પિટલમાં 26 મહિના જેટલા લાંબા સમયથી સારવાર લઈ રહ્યા છે. તેઓ અહીં બે વર્ષ બે મહિનાથી દાખલ છે. રિમ્સ પહેલા તેઓ એઈમ્સમાં દાખલ હતા. 29 ઓગસ્ટ 2018ના રોજ તેઓને રિમ્સના કાર્ડિયોલોજી બિલ્ડિંગમાં શિફ્ટ કરાયા હતા. લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડના 4 અલગ અલગ કેસમાં સજા ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...