લાલુ યાદવને 2 દિવસથી પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રવિવારે ઘરની સીડીઓ પરથી તેઓ પડી ગયા હતા. ત્યાર પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ત્યાર પછી સોમવારે સવારે સાડાત્રણ વાગે તેમને પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમની દીકરી રોહિણી આચાર્યએ ટ્વિટર પર હોસ્પિટલની અંદરની તસવીર શેર કરી છે. તેણે લાલુ યાદવ સાથે વીડિયો કોલથી વાત કરી હતી. આ કોલમાં તે પિતાને જોઈને રડી પડી હતી. આ જ કોલનો સ્ક્રીન શોટ તેમ ટ્વિટર પર શેર કર્યો છે. લખ્યું છે- મારા પપ્પા મારા હીરો છે. દરેક મુશ્કેલીનો જેમણે સામનો કર્યો છે, કરોડો લોકોની પ્રાર્થના તેમની શક્તિ છે.
લાલુ યાદની તબિયતમાં સુધારો દેખાયો
પારસ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિફ રહમાને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલની મલ્ટી ડિસિપ્લિનરી એક્સપર્ટ ટીમ સતત તેમની દેખરેખ કરી રહી છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને એમાં સતત સુધારો થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જરૂર પડતાં લાલુ પ્રસાદ યાદવને ક્યારેક ઓક્સિજન પણ આપવામાં આવે છે. રવિવારે મોડી સાંજે રાબડી દેવીના સરકારી ક્વાર્ટર 10 સર્કયુલર રોડવાળા ઘરે જ તેઓ સીડી પરથી પડી ગયા હતા અને તેથી તેમના ડાબા ખભાના હાડકાંમાં ફ્રેક્ચર આવી ગયું છે. તેમને કમરમાં પણ ઘણું વાગ્યું છે. ફ્રેક્ચરની સારવાર કર્યા પછી રવિવારે મોડી રાતે તેમને ઘણી બેચેની થતી હતી. તકલીફ વધતાં સોમવારે સવારે સાડાત્રણ વાગે તેમને પારસ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
હોસ્પિટલમાં દાખલ થતાં જ શુભચિંતકોની ભીડ ભેગી થઈ
લાલુ યાદવને કિડની, હાર્ડ, બ્લડશુગર, બ્લડપ્રેશરની બીમારી છે. તેમનામાં ખૂબ વીકનેસ આવી ગઈ છે. તેમની ઉંમર 75 વર્ષ છે અને તેમને ઘણા પ્રકારની બીમારીઓને કારણે બ્લડશુગર અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવું પડે છે.
પારસ હોસ્પિટલમાં ડોક્ટર્સ તેમની જૂની બીમારીઓ સાથે જોડાયેલી દવાઓની સાથે સાથે ફ્રેક્ચર સાથે જોડાયેલી દવાઓનું પણ બેલેન્સ કરી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવ, નાના દીકરા તેજસ્વી યાદવ, વહુ રાજશ્રી યાદવ, પત્ની રાબડી દેવી બધા હોસ્પિટલ આવતાં-જતાં રહે છે. સોમવારે આખો દિવસ હોસ્પિટલમાં લાલુ પ્રસાદ યાદવના શુભચિંતકોની ભીડ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.