લલિત મોદી-સુષ્મિતા કરશે લગ્ન:પૂર્વ IPL કમિશનરે ટ્વીટ કરીને પૂર્વ મિસ યુનિવર્સને બેટર હાફ ગણાવી, પછી ચોખવટ કરી- ડેટ કરી રહ્યાં છીએ, લગ્ન પણ થશે

2 મહિનો પહેલા

IPLનાપૂર્વ ચેરમેન લલિત મોદીએ ટ્વિટર પર પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે લગ્ન કરી લીધાની જાહેરાત કરી. પોતાના ટ્વીટમાં તેમને સુષ્મિતાને બેટર હાફ ગણાવી હતી. જે બાદ ચર્ચા શરૂ થઈ કે બંનેએ માલદીવમાં લગ્ન કરી લીધા છે. પરંતુ તાત્કાલિક લલિત મોદીએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ હજુ એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં જ લગ્ન પણ કરી લેશે.

હાલમાં જ સુષ્મિત સેન લગ્ન પર કૉમેન્ટ કરીને ચર્ચામાં આવી હતી. સુષ્મિતા રિલેશનશિપમાં જ હતી પરંતુ લગ્નના બંધનમાં બંધાઈ ન હતી. લગ્ન ન કરવાને લઈને તેને કહ્યું હતું કે- 'હું લગ્ન કરવાની જ હતી, મેં ત્રણ વખત તૈયારી દાખવી હતી પરંતુ ભગવાને મને બચાવી લીધી.' સુષ્મિતા 3 રિલેશનશિપમાં રહી ગઈ છે પરંતુ ક્યારેય લગ્ન સુધી વાત પહોંચી ન હતી. સુષ્મિતાની 46 વર્ષની છે.

લલિત મોદીનું તે ટ્વીટ જેનાથી તેના લગ્નની ચર્ચા શરૂ થઈ

બીજું ટ્વીટ કરીને લલિતે સ્પષ્ટતા પણ કરી

સુષ્મિતાએ રોહમન સાથે અઢી વર્ષ સુધી ડેટ કર્યું
સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું. રોહમન અને સુષ્મિતની ઉંમરમાં 15 વર્ષનું અંતર છે. સુષ્મિતા 46 વર્ષની છે. તો રોહમન 30 વર્ષનો છે. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. રોહમનને સુષ્મિતાની બંને દીકરી રેની અને અલીશાની સાથે પણ ઘણું સારું બોન્ડિંગ છે, તે પોતાને બંનેના પપ્પા ગણાવે છે.

સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું. રોહમન અને સુષ્મિતની ઉંમરમાં 15 વર્ષનું અંતર છે. રોહમનને સુષ્મિતાની બંને દીકરી રેની અને અલીશાની સાથે પણ ઘણું સારું બોન્ડિંગ છે, તે પોતાને બંનેના પપ્પા ગણાવે છે
સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું. રોહમન અને સુષ્મિતની ઉંમરમાં 15 વર્ષનું અંતર છે. રોહમનને સુષ્મિતાની બંને દીકરી રેની અને અલીશાની સાથે પણ ઘણું સારું બોન્ડિંગ છે, તે પોતાને બંનેના પપ્પા ગણાવે છે

સુષ્મિતાના રોહમન ઉપરાંત આ હસ્તિઓ સાથે હતું અફેયર

વિક્રમ ભટ્ટઃ મિસ યુનિવર્સ બન્યાં બાદ સુષ્મિતાનું નામ સૌથી પહેલાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. સુષ્મિતા અને વિક્રમ ફિલ્મ દસ્તક (1996)ની શૂટિંગ દરમિયાન નજીક આવ્યા. થોડો સમય બાદ રિલેશન પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

રણદીપ હુડ્ડાઃ રણદીપ હુડ્ડા પણ એક સમયે સુષ્મિતાની સાતે અફેયરને લઈને ચર્ચામાં હતો. બંનેએ ફિલ્મ કર્મા, કન્ફેશન અને હોલીમાં સાથે કામ કર્યું હતું. જે બાદ બંને નજીક આવ્યા હતા.

વસીમ અકરમઃ સુષ્મિતાના 2013માં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમની સાથે અફેયરના સમાચારે પણ ભારે ચર્ચા જગાવી હતી. એવું પણ કહેવાતું હતું કે બંને લગ્ન કરવાના છે, પરંતુ સુષ્મિતાએ આ તમામ સમાચારોને ફગાવ્યા હતા.

ઋતિક ભસીનઃ લગભગ 2015માં સુષ્મિતા મુંબઈને રેસ્ટોરાંના માલિક ઋતિક ભસીનની સાથે અફેયરને લઈને ચર્ચામાં આવી હતી. બંને ઘણી વખત એકસાથે પબ્લિક આઉટિંગ કરતા જોવા મળ્યા હતા.

મુદ્દસર અઝીઝઃ ડાયરેક્ટર મુદ્દસર અઝીઝ પણ તે લોકોમાં હતા જેમનું સુષ્મિતાની સાથે અફેયર રહ્યું. સુષ્મિતાએ મુદ્દસરની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ દુલ્હા મિલ ગયામાં પણ કામ કર્યું હતું જે ફ્લોપ રહી હતી.

લલિત મોદીની કોન્ટ્રોવર્સિયલ જિંદગી, 12 વર્ષ પહેલાં દેશ છોડીને ભાગ્યો હતો
લલિત મોદીએ IPLની શરૂઆત કરી હતી. તે 2005થી 2010 સુધી BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદે રહ્યો. 2008થી 2019 સુધી IPLના ચેરમેન અને કમિશનર રહ્યો. 2010માં લલિત મોદીને ફ્રોડના આરોપમાં IPL કમિશનર પદેથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. આ ઉપરાંત તેમને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયો હતો. મની લોન્ડ્રિંગ કેસના આરોપ પછી 2010માં લલિત મોદી દેશમાંથી ભાગી ગયો હતો.

તરુણ આદર્શ દ્વારા ફિલ્મ બનાવવાની પુષ્ટિ થઈ છે.
તરુણ આદર્શ દ્વારા ફિલ્મ બનાવવાની પુષ્ટિ થઈ છે.

ફિલ્મમાં શું દેખાડવામાં આવશે?
ફિલ્મમાં લલિત મોદીનો કોન્ટ્રોવર્સિયલ લાઈફને દેખાડવામાં આવશે. આવો જાણીએ તેમની લાઈફ સાથે જોડાયેલી કોન્ટ્રોવર્સીઝ અંગે...

IPLના વિવાદમાં કઈ રીતે ફસાયો લલિત
IPLની શરૂઆત કરતા લલિત મોદીએ પોતાના પરિવારના અનેક સભ્યોને IPLમાં ભાગીદારી અપાવી હતી. આ સાથે જ અનેક એવા કામ કર્યા જેનાથી તેમના પરિવાર અને મિત્રોને વધુમાં વધુ ફાયદો થઈ શકે. વર્ષ 2008માં IPLની શરૂઆત થતાં જ તે સુપરહિટ થઈ ગયું અને તે માટે લલિતે ઘણી વાહવાહી મેળવી. IPLને કારણે ઓડિયન્સની સાથે સાથે ખેલાડીઓ અને BCCIને પણ ફાયદો થવા લાગ્યો. જે બાદ લલિતે ચેમ્પિયન્સ લીગના ઓડિયો પર કામ કરવાનું શરૂ કર્યું, જો કે તે ફ્લોપ સાબિત થયું.

2010ની IPL ફાઈનલ પછી લલિત મોદીને BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદેથી હટાવી દેવાયો.
2010ની IPL ફાઈનલ પછી લલિત મોદીને BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદેથી હટાવી દેવાયો.

જે બાદ થોડો સમય IPL અને લલિતના અંગત સ્વાર્થની જાણકારી બધાંની સામે આવવા લાગી અને તેમને 2010ની IPL ફાઈનલ પછી BCCIના વાઈસ પ્રેસિડન્ટના પદેથી હટાવી દેવાયો. રિપોટ્સ મુજબ BCCIએ લલિત મોદી પર 22 આરોપ લગાવ્યા. જેમાં પોતાના પરિવારને કોન્ટ્રાક્ટ આપવો, IPLની બ્રોડકાસ્ટિંગ પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો, ઓક્શનમાં ગોટાળા કરવા જેવા અનેક આરોપ સામેલ હતા.

લલિત મોદીએ ઈન્ડિયામાં IPLની શરૂઆત કઈ રીતે કરી?
દિલ્હીના મોટા બિઝનેસમેન ફેમિલીમાં જન્મેલા લલિત મોદીએ USથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો, જે બાદ તે પરત ભારત ફર્યો. ભારત આવ્યા બાદ લલિતે જોયું કે ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકો દિવાના છે. અમેરિકાની રમતથી ઈન્સ્પિરેશન લેતા લલિતે ભારતમાં IPLની શરૂ કરાવવા અંગે વિચાર્યું હતું. હિમાચલ, રાજસ્થાન અને પંજાબ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર બન્યા બાદ BCCIની સાથે મળીને લલિત મોદીએ IPLના પ્લાન પર કામ કરવાનું શરૂ કર્યું.

માની બહેનપણી સાથે લગ્ન કર્યા
લલિતને વિદેશમાં અભ્યાસ દરમિયાન પોતાની માની બહેનપણી મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો. મીનલ ઉંમરમાં લલિતથી 9 વર્ષ મોટી હતી, પરંતુ તેમ છતાં લલિત અને મીનલ વચ્ચે નિકટતા વધવા લાગી. મીનલના લગ્ન નાઈઝીરિયાના બિઝનેસમેન જેક સાગરાની સાથે થવાના હતા. પરંતુ તે પહેલાં લલિતે મીનલ સમક્ષ પોતાના પ્રેમ વ્યક્ત કર્યો જેને લઈને મીનલ ગુસ્સે થઈ ગઈ હતી. તેમને ચાર વર્ષ સુધી લલિત મોદી સાથે વાતચીત બંધ કરી દીધી હતી.

ઉંમરમાં 9 વર્ષ મોટી મીનલની સાથે લલિત મોદીએ 1991માં લગ્ન કર્યા હતા
ઉંમરમાં 9 વર્ષ મોટી મીનલની સાથે લલિત મોદીએ 1991માં લગ્ન કર્યા હતા

સાગરાની સાથે મીનલના લગ્ન વધુ ન ટક્યા અને બંનેના તલાક થઈ ગયા. આ તલાક બાદ લલિત અને મિનલ વધુ નજીક આવ્યા, જે પછી લલિતની ફેમિલીમાં બંનેના આ સંબંધને લઈને જોરદાર વિરોધ થયો, પરંતુ લલિત ન માન્યો અને તેમને મીનલ સાથે 17 ઓક્ટોબર 1991નાં રોજ લગ્ન કરી લીધા.

ક્રિકેટ બોલિવૂડનો પસંદગીનો ટોપિક
બોલિવૂડમાં દર વર્ષે બે-ત્રણ ફિલ્મ એવી રિલીઝ થાય છે જે ક્રિકેટ રિલેટેડ હોય છે. જેમ કે ગત વર્ષે '83' રિલીઝ થઈ હતી. જે ઈન્ડિયન ક્રિકેટ ટીમે 1983માં જીતેલા વર્લ્ડ કપ પર આધારીત હતી. તો 22 એપ્રિલે શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' રિલીઝ થઈ અને હવે ઝૂલન ગોસ્વામી પર ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ' રિલીઝ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...