તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભ દિપાવલી:લક્ષ્મી રચનાત્મક, દાનવીર, દરેક સમયે ખુશ રહેનારા લોકો પાસે રહે છે

કાંચી કામકોટિ પીઠ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાંચી કામકોટિ પીઠ શંકરાચાર્ય જણાવે છે... દીપાવલી નિમિત્તે સમગ્ર દેશમાં લક્ષ્મીમાતાની અલગ-અલગ પ્રકારે પૂજા થાય છે. ક્યાંક લક્ષ્મીની સાથે કાલી માતાની પૂજા થાય છે. કેટલાક સ્થળે લક્ષ્મીની સાથે કુબેરની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ લક્ષ્મી અને સરસ્વતીની પૂજા ધન તથા જ્ઞાન માટે એક સાથે કરવાની હોય છે. આથી સામાન્ય શબ્દોમાં સમજાવીએ તો જો ધન આવશે તો તેને સંભાળવા માટે જ્ઞાન અને વિવેકની પણ જરૂર પડશે. બુદ્ધિનો ઉપયોગ ધનનો યોગ્ય રીતે ખર્ચ કરવામાં થવો જોઈએ.

દીપાવલીના દિવસે લક્ષ્મી માતા, સરસ્વતી માતા, ગંગા માતા અને સમસ્ત દેવી-દેવતાની પૂજા સૌથી પવિત્ર માનવામાં અાવે છે. આ દિવસે સવારે તેલથી માલિશ પછી સ્નાન કરવાથી લક્ષ્મી માતા તમામ દુ:ખ, દર્દ દૂર કરે છે. હકીકતમાં નરકાસુર નામના દાનવે દેવલોકમાં દેવતાઓનું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું. લક્ષ્મી માતાએ આ રાક્ષસથી બચવા પોતાને એક તલના છોડમાં છૂપાવી દીધા હતા. નરકાસુરના વધ પછી જ લક્ષ્મી માતા આ છોડમાંથી બહાર નીકળ્યા અને તેમણે તેમને વરદાન આપ્યું કે જે કોઈ પણ દિવાળીના દિવસે તલના તેલથી માલિશ કરીને સ્નાન કરશે તેનું તમામ દુ:ખ-દર્દ દૂર થશે.

વ્યાસ ઋષિએ ‘વ્યાસ વિષ્ણુ રૂપ’ સ્તુતિમાં લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવાની વૈજ્ઞાનિક વિધિ બતાવી છે. તેના મુજબ કુશળ કર્મી, ઉત્તમ વ્યક્તિત્વ, મહેનતુ, હંમેશા ખુશ રહેનારા અને જે લોકો મુશ્કેલીના સમયે બીજા દ્વારા કરાયેલી મદદને ક્યારેય ભૂલતા નથી, શાંત અને રચનાત્મક જેવા ગુણ ધરાવતા લોકો પાસે જ લક્ષ્મી રહે છે. બ્રહ્મ સૂક્તમાં પણ કહેવાયું છે કે લક્ષ્મી દાનવીર, વૃદ્ધો પાસેથી સલાહ લેનાર, પોતાનો સમય બરબાદ નહીં કરનાર અને પોતાના નિર્ણયમાં અડગ રહેનારા, ઘરને સાફ રાખનારા અનાજની બરબાદી નહીં કરનારા લોકો પાસે વસે છે. વ્યાસ ઋષિએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે જે વ્યક્તિ કામ નથી કરતો, અશિસ્તમાં જીવે છે, અનૈતિક કામ કરે છે, ઇર્ષ્યા રાખે છે, આળસુ, દરેક સ્થિતિમાં ઉત્સાહ વિહીન હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી. આવા લોકોને લક્ષ્મી માતાની કૃપા ક્યારેય પ્રાપ્ત થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો