• Gujarati News
  • National
  • The Arrest Of Accused Sumit, Who Was Riding In A Jeep Crushing Farmers, Was Underground After The Violence; 3 Others Were Also Arrested

લખીમપુર હિંસા:ખેડૂતોને કચડનાર જીપમાં સવાર આરોપી સુમિતની ધરપકડ, હિંસા પછી અન્ડરગ્રાઉન્ડ હતો; 3 અન્ય પણ પકડાયા

લખનઉ2 મહિનો પહેલા
  • સુમિતે જ ખેડૂતોની વિરુદ્ધ હત્યાની FIR નોંધાવી હતી
  • ત્રણ અન્ય વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ, આજે કોર્ટમાં રજૂ કરાશે

લખીમપુર હિંસા મામલામાં સોમવારે પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. દેખાવો કરી રહેલા ખેડૂતોને કચડતી થાર જીપમાં સવાર સુમિત જયસ્વાલની પોલીસે લખીમપુરથી ધરપકડ કરી છે. તેની સાથે ત્રણ અન્ય વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સુમિતનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં તે જીપમાંથી ઉતરીને ભાગતો દેખાયો હતો. તેણે જ ખેડૂતોની વિરુદ્ધ હત્યાની FIR નોંધાવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ડ્રાઈવર, દોસ્ત અને બે ભાજપ કાર્યકર્તાઓને ઘટના પછી માર મારીને મારી નાંખવામાં આવ્યા હતા.

સોમવારે જ પોલીસે સુમિત તરફથી નોંધાવેલા કેસમાં આરોપી ખેડૂતોના નિવેદન લીધા હતા. સુમિત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર અને હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રનો ખૂબ જ નજીકનો છે.

સુમિત ઘટનાના સમયે થાર જીપમાં સવાર હતો
SITએ સુમિતની સાથે જ નંદન, શિશુપાલ અને સત્ય પ્રકાશની ધરપકડ કરી છે. સત્ય પ્રકાશની પાસેથી લાઈસન્સવાળી રિવોલ્વ અને કારતૂસ મળી છે. થાર જીપના ડ્રાઈવર અને અન્યના મૃત્યુ પછી એમ માનવામાં આવી રહ્યું છે કે સુમિત જયસ્વાલ જ આ ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિ બચ્યો છે.

આ પહેલા પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ દાસના ભત્રીજા અંકિત દાસ તેમના ગનર લતીફ ઉર્ફે કાલે, શેખર અને આશીષ પાંડેયની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. લખીમપુર કેસમાં અત્યાર સુધીમાં 10 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...