• Gujarati News
 • National
 • Lakhimpur Kheri Kisan Andolan Violence; Rahul Gandhi Priyanka Gandhi Akhilesh Yadav Sateesh Mishra Over Lakhimpur Kheri Incident Uttar Pradesh Bahraich

લખીમપુર ખીરી હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટ કડક:સુપ્રીમ કોર્ટે UP સરકાર પાસેથી કાલ સુધી તપાસનું સ્ટેટસ માગ્યું, પૂછ્યું- જેમના વિરુદ્ધ FIR નોંધાઈ, તેમની ધરપકડ થઈ કે નહીં?

17 દિવસ પહેલા
 • કૉપી લિંક

લખીમપુર ખીરી હિંસાને લઈને સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કઠેરામાં લાવીને ઉભી કરી છે. કોર્ટે સરકારને અત્યાર સુધી થયેલી તપાસનો રિપોર્ટ કાલ સુધી આપવાનો આદેશ આપ્યો છે. તે સિવાય એમ પણ પૂછ્યું છે કે જેમની સામે FIR નોંધાઈ છે તેમની ધરપકડ કરવામાં આવી કે નહીં? જે લોકો આરોપી છે તેમની સંપૂર્ણ વિગતો આપવામાં આવે. આ અગાઉ ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે આ સંપૂર્ણ મામલાની કોર્ટે નોંધ લીધી છે. તેમની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરશે. હવે આગળની સુનાવણી કાલે થશે.

લખીમપુર હિંસા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને 3 આરોપીને કસ્ટડીમાં લીધા છે. લવ કુશ અને આશીષ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. આશીષ મિશ્રાની ધરપકડ કરવા માટે પોલીસની છાપામારી ચાલી રહી છે.

Live updates...

 • બસપાની માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આજની સુપ્રીમ કોર્ટની સુનાવણીથી લોકોમાં રાહત અને ન્યાની આશા ઉભી થઈ છે. આ મામલે સરકારનું વલણ પક્ષપાતી રહ્યું છે.
 • યુપી લઘુમતી આયોગનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખીરી હિંસા પીડિત પરિવારને મળવા પહોંચ્યું. રાજ્ય લઘુમતી આયોગના શીખ પ્રતિનિધિ પરવિંદર સિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ અમને બોલાવ્યા હતા અને વાત કરી હતી. હું દિવંગત પત્રકારના ઘરે જવા પણ ઈચ્છું છું.
 • CJI રમન્નાએ જણાવ્યું હતું કે, બે વકીલોએ મંગળવારે એક પત્ર લખ્યો હતો. આ પત્ર PIL તરીકે દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ થોડી કમીને કારણે તેને સુઓમોટો સંજ્ઞાન તરીકે નોંધવામાં આવ્યું છે. બંને વકીલોને બોલાવવામાં આવ્યા છે.
 • કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું, રાહુલ ગાંધીને ખબર નથી કે તેઓ શું કહી રહ્યા છે. પીડિતોને ન્યાય મળશે, સરકાર તપાસ કરી રહી છે. ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
 • બસપા મહાસચિવ સતીશ મિશ્રા લખીમપુર જવા રવાના થયા છે. તે 4 ઓક્ટોબરે જ જવાના હતા પરંતુ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતાં
 • પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર નવજોત સિંહ સિદ્ધુ પણ લખીમપુર આવી રહ્યા છે. તે પટિયાલાથી લગભગ 1000 ગાડીઓના કાફલા સાથે રવાના થયા છે.
 • ભારે દબાણને પગલે રાજ્ય સરકારે બુધવારે તમામ પક્ષોના 5-5 લોકોને અસરગ્રસ્ત પરિવારોને મળવાની મંજૂરી આપી છે.
 • વરુણ ગાંધીનું કહેવું છે કે હત્યા દ્વારા વિરોધીઓને ચૂપ કરી શકાય નહીં. ખેડૂતોને ન્યાય મળવો જોઈએ.
મૃતક પત્રકારના પરિવારજનોને સાંત્વના આપતી પ્રિયંકા ગાંધી
મૃતક પત્રકારના પરિવારજનોને સાંત્વના આપતી પ્રિયંકા ગાંધી
લખીમપુર ખીરીના તિકુનિયા ગામમાં રાહુલ-પ્રિયંકાએ મૃતક ખેડૂત લવપ્રીત સિંહના પરિવારની મુલાકાત લીધી હતી
લખીમપુર ખીરીના તિકુનિયા ગામમાં રાહુલ-પ્રિયંકાએ મૃતક ખેડૂત લવપ્રીત સિંહના પરિવારની મુલાકાત લીધી હતી
અન્ય સમાચારો પણ છે...